________________
: ૨
-~ ર્મસિદ્ધિ: – हेतुरिति वाच्यम्, अप्रयोजकत्वात्। न चास्तु कार्यत्वं मास्तु कृतिजन्यत्वमित्यारेकणीयम्, कार्यत्वस्य कृतिजन्यत्वव्याप्यत्वादिति चेत् ? न, विद्युदादी व्यभिचारात्, न च विद्युदादीनां पक्षतावच्छेदकाक्रान्तत्वेन तत्र साध्यमेवेति वक्तव्यम्, तथा सति घटादीनामपि पक्षान्तर्वर्तित्वेन दृष्टान्तोपादानासम्भवात्, अतो विद्युदादेः सपक्षकक्षाप्रवेशेन तद्वृत्तित्व
આ રીતે તમારો ‘કાર્યત્વ' રૂપી હેતુ સાતિપક્ષ બને છે. તે હેતુનો પ્રતિમલ્લ જયવંતો છે માટે તેનાથી તમારા સ્વપ્નો સાકાર નહી થઈ શકે.
ઈશ્વરવાદી :- અમારો હેતુ સાતિપક્ષ નહી બને. કારણ કે તમે રજુ કરેલો હેતુ અપ્રયોજક છે. તેથી તે તેના સાધ્યને સિદ્ધ કરવા અસમર્થ છે.
નિયતિવાદી :- તમારો હેતુ જ અપ્રયોજક છે. કાર્યત્વ હોય અને કૃતિજન્યત્વ ન હોય એવું પણ બને ને ?
ઈશ્વરવાદી :- ના, એવી શંકા કરવાની જરૂર નથી, કારણ કે કાર્યત્વ એ કૃતિજન્યત્વને થાય છે. જ્યાં જ્યાં કાર્યવ છે, ત્યાં ત્યાં કૃતિજન્યત્વ છે જ.
ઉત્તરપક્ષ :- (નિયતિવાદી) - ના, કારણ કે વીજળી વગેરેમાં અનેકાંતનો ઉપલંભ થાય છે. તેમાં કાર્યવ છે, પણ કૃતિજન્યત્વ નથી. આ રીતે કાર્યત્વ હેતુ વ્યભિચારી હોવાથી પ્રયોજક નહીં બની શકે.
પૂર્વપક્ષ :- અરે, વીજળી વગેરેમાં પણ પક્ષતાવચ્છેદક રહેલું જ છે. તેથી તે પક્ષમાં અંતર્ભત જ છે. પૃથ્વી, અંકુર, વીજળી, વાદળા વગેરે દરેકે દરેક કાર્યોમાં કૃતિજન્યત્વ છે જ, એવું અમે આ અનુમાનથી સિદ્ધ કરી રહ્યા છીએ.
ઉત્તરપક્ષ :- દેવાનાં પ્રિય (મૂર્ખ) ! જો આવી જ વાત હોય તો તમે તમારા અનુમાન પ્રયોગમાં દૃષ્ટાન તરીકે ઘડાને ન લઈ શકો
- મસિદ્ધઃस्याप्यभावादसाधारणानैकान्तिकत्वस्य युक्तिशतेनापि दूरीकर्तृमशक्यत्वात् । न च कुलालकृतिजन्यत्वस्य घटादौ विद्यमानत्वेन नासाधारण्यमित्याशङ्कनीयम्, तादृशकृतेस्तु साध्यतावच्छेदकानाक्रान्तत्वात् । किञ्चावच्छेदकावच्छेदेन साध्यसिद्धेरुद्देश्यत्वेऽप्यन्ततः क्षितित्वस्य व्यर्थत्वात् जन्यत्वस्यैव पक्षतावच्छेदकत्वं स्वीकरणीयं स्यात्, तथा च पक्षतावच्छेदकहेतोरेक्यप्रसङ्गः । नन्वैक्येऽपि का क्षतिरिति चेत् ? न, उद्देश्यतावच्छेदकविधेययोरैक्येनोपनयवाक्यात् शाब्दबोधानुपपत्तेः । न च स्वरूपसम्बन्धविशेषકારણ કે ઘડા વગેરે પણ તમારા પક્ષની અંદર જ રહેલા છે.
માટે વીજળી વગેરેને તમે સપક્ષની કક્ષામાં પ્રવેશ કરાવી દીધો. અને તેમાં સાધ્ય રહેતું નથી એ તો પ્રત્યક્ષ જ છે. આખી દુનિયા જોઈ શકે છે કે વીજળી કૃતિજન્ય નથી. તેનું સર્જન કોઈ કરતું નથી. માટે તમે તો તમારા હેતુ ને અસાધારણ - અનેકાન્તિક બનાવ્યો છે. હેતુના આ દોષને તમે સેંકડો યુક્તિઓથી પણ દૂર કરી શકો તેમ નથી.
પૂર્વપક્ષ :- ઘડા વગેરેમાં કુંભારની કૃતિથી ઉત્પન્ન થવાપણું = કુલાલકૃતિજન્યત્વ રહે જ છે. માટે અહીં અસાધારણ દોષ નથી.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે તેવા પ્રકારની કૃતિ સાધ્યતાવચ્છેદકથી આક્રાંત નથી. વળી અવચ્છેદક-અવચ્છેદથી સાધ્યસિદ્ધિ ઉદ્દેશ્ય હોય, તો પણ અંતે તો ક્ષિતિત્વ વ્યર્થ હોવાથી અન્યત્વને જ પક્ષતાઅવચ્છેદક માનવું પડશે. અને તેમ માનશો એટલે પક્ષતાવચ્છેદક અને હેતુ - બંને એક થઈ જવાની આપત્તિ આવશે.
પૂર્વપક્ષ :- ભલે ને એક થઈ જાય. શું વાંધો છે ?
ઉત્તરપક્ષ :- વાંધો એ જ કે ઉદ્દેશ્યતાવચ્છેદક અને વિધેય બંને એક થઈ જશે માટે ઉપનય વાક્યથી શાબ્દબોધ જ નહીં થઈ શકે.
આશય એ છે કે જ્યારે પક્ષતાવચ્છેદક અને હેતુ એક છે.