________________
-~~ર્મસિદ્ધિઃ - नामेवोत्तरोत्तरोपादेयपरिणामहेतुत्वात्। एतेन- 'चरमक्षणपरिणामरूपबीजस्यापि द्वितीयादिक्षणपरिणामरूपाङ्घराजनकत्वात्, व्यक्तिविशेषमवलम्ब्यैव हेतुहेतुमद्भावो वाच्यः, अन्यथा व्यावृत्तिविशेषानुगत
પરંપરામાં અંતિમ બીજ ક્ષણ જ ઉપાદાન બનીને અંકુર ક્ષણને જન્મ આપે છે. માટે સહકારીઓ હેતું નથી. પણ અંકુરજનનપરિણત બીજસ્વભાવ જ હેતુ છે. ઉપરોક્ત કથનથી નિમ્ન કાળવાદનું પણ ખંડન થઈ જાય છે.
કાળવાદી :- ચરમક્ષણરૂપ બીજ પણ દ્વિતીયાદિ ક્ષણરૂપ અંકુરનું જનક નથી. માટે ચરમક્ષણરૂપ બીજ અને પ્રથમક્ષણરૂપ અંકુર આવા વ્યક્તિવિશેષને અવલંબીને જ ઋજુસૂત્રના મતે કાર્ય-કારણભાવ કહેવો પડશે. કારણકે ઋજુસૂત્રના મતે પૂર્વ-પૂર્વ ક્ષણ પછી-પછીના ક્ષણનો જનક છે.
જો આવું ન માનો અને ચરમબીજક્ષણ અને સર્વ અંકુરક્ષણો વચ્ચે કાર્ય-કારણભાવ માનો, તો સર્વ અંકુર ક્ષણો પ્રતિ ચરમબીજ ક્ષણથી માંડીને ઉપાજ્ય અંકુર ક્ષણોરૂપ અનેક કારણો માનવા પડશે.
અહીં કાર્ય અને કારણમાં વ્યાવૃત્તિવિશેષ અનુગત એમ કહ્યું છે. તેમાં આશય એ છે કે ઋજુસૂત્રના મતે ઘટ એ અઘટની વ્યાવૃત્તિરૂપ છે, અઘટ = ઘટ સિવાયના સર્વ પદાર્થો. તે સર્વની વ્યાવૃત્તિરૂપ જ ઘટ પદાર્થ છે.
તે જ રીતે ચરમબીજ અને પ્રથમ અંકુરક્ષણનો કાર્ય-કારણ ભાવ ન માનો અને ચરબીજ અને અંકુર વચ્ચે કાર્યકારણભાવ માનો ત્યારે પ્રથમ અંકુરક્ષણથી માંડીને ચરમ અંકુરક્ષણો સુધી, જેટલા અંકુરક્ષણો છે, જે અન્યથી વ્યાવૃત્તિરૂપ છે, એ બધા કાર્યો છે અને ચરમબીજક્ષણથી માંડીને ઉપાંત્યઅંકુરક્ષણ સુધીના ક્ષણો છે, તે પણ અચથી વ્યાવૃત્તિરૂપ છે, તે બધા કારણો છે.
અહીં વ્યાવૃત્તિ વિશેષ એટલા માટે કહ્યું છે કે, દરેક પદાર્થમાં
- મસિદ્ધ:प्रथमादिचरमपर्यन्ताकुरक्षणान् प्रति व्यावृत्तिविशेषानुगतानां चरमबीजक्षणादिकोपान्त्याकुरक्षणानां हेतुत्वे कार्यकारणतावच्छेदकोटावनेकक्षणસ્વપદાર્થ કરતા અન્યની વ્યાવૃત્તિ હોય છે, તેથી બધા પદાર્થોમાં વ્યાવૃત્તિ રહેલી છે. આથી સર્વ પદાર્થોમાં રહેલી જે વ્યાવૃત્તિ છે તે વ્યાવૃત્તિ સામાન્ય છે. પણ કોઈ એક પદાર્થને ગ્રહણ કરીને તેમાં રહેલી વ્યાવૃત્તિ વિવક્ષા કરીએ તો તે વ્યાવૃત્તિવિશેષ છે. કારણ કે તે વ્યાવૃત્તિ માત્ર તે જ પદાર્થમાં રહેલી છે. અન્ય કોઈ પદાર્થમાં નહીં.
જ્યારે વ્યાવૃત્તિ સામાન્ય દરેક પદાર્થમાં રહેલી છે. તે જ રીતે કાર્યમાં રહેલ વ્યાવૃત્તિવિશેષ કાર્યમાં જ રહેલ છે, બીજે નહીં. ચરમબીજક્ષણને કારણ માનીએ અને અંકુરને કાર્ય માનીએ ત્યારે અંકુરરૂપ કાર્ય પ્રથમ ક્ષણથી માંડીને ચરમક્ષણ સુધીનું છે. તે કાર્યમાં જે વ્યાવૃત્તિવિશેષ છે, તે કાર્યતા સમનિયત છે.
તે જ રીતે વ્યાવૃત્તિવિશેષથી અનુગત એવા ચરમબીજક્ષણથી માંડીને ઉપાંત્ય અંકુર ક્ષણ સુધીના કાર્યને ગ્રહણ કરીએ, ત્યારે કારણમાં રહેલી વ્યાવૃત્તિવિશેષ એ કારણતા સમનિયત છે.
હવે કાર્ય-કારણભાવ આ રીતે – જ્યારે માત્ર ચરમ બીજક્ષણને કારણ માનશું ત્યારે કાર્ય પ્રથમઅંકુરક્ષણથી માંડીને ચરમ અંકુર ક્ષણ સુધીનું રહેશે. તેથી કારણ એક ક્ષણનું અને કાર્ય અનેક ક્ષણનું થયું. માટે કારણતાવચ્છેદક કોટિમાં એક ક્ષણનો પ્રવેશ થયો અને કાર્યતાવચ્છેદક કોટિમાં એક ક્ષણનો અપ્રવેશ થયો. કારણ કે કારણ એક ક્ષણાવચ્છિન્ન છે અને કાર્ય અનેક ક્ષણાવચ્છિન્ન છે.
જ્યારે કારણને ચરમબીજક્ષણથી માંડીને ઉપાજ્ય અંકુર ક્ષણ સુધીનું લઈએ, ત્યારે કારણતાવછેદક કોટિમાં એક ક્ષણનો અપ્રવેશ થયો, કારણ કે કારણતા અનેક ક્ષણાવચ્છિન્ન છે. અને કાર્યતાવચ્છેદક કોટિમાં એક ક્ષણનો પ્રવેશ થયો. કારણ કે ચરમઅંકુરક્ષણરૂપ કાર્ય એક ક્ષણાવચ્છિન્ન છે.