________________
-ર્મસિદ્ધિ: -
ननु सामग्र्येव कार्यजनिकाऽस्तु किं स्वभावेन, अश्वमाषादी स्वरूपयोग्यताभावात् तदपाक इति चेत् ? न, अन्तरङ्गकारणेनैव कार्योत्पत्तौ तद्भिन्नस्यान्यथासिद्धत्वात् । ननु स्वभाव एवान्तरङ्गकारणं न सामग्रीति कथं निर्णयः इति चेत् ? स्वस्य भावः कार्यजननपरिणति इति स्वभावस्य व्युत्पत्त्यर्थत्वात्, स्वभावपरिणतः कार्यकव्यङ्ग्यत्वेन અશ્વમાષનો પાક થતો નથી એમ ખૂબ દેઢતાપૂર્વક સમજવું જોઈએ.
પૂર્વપક્ષ :- સામગ્રીથી જ કાર્ય થાય છે, એમ માની લઈએ. સ્વભાવનું શું કામ છે ? અશ્વમાષનો ઝંડો લઈને તમે સ્વભાવવાદની સિદ્ધિ કરો છો, પણ અશ્વમાષ પાકતો નથી તેમાં તેની સ્વરૂપયોગ્યતાનો અભાવ જ કારણભૂત છે, સ્વભાવ નહીં.
ઉત્તરપક્ષ :- ના, જ્યારે અંતરંગ કારણથી જ કાર્યની ઉત્પત્તિ સંગત થતી હોય ત્યારે બહિરંગ વસ્તુ અન્યથાસિદ્ધ બને છે. માટે સ્વભાવને જ કારણ માનવો ઉચિત છે, સામગ્રીને નહીં.
પૂર્વપક્ષ :- સ્વભાવ જ અંતરંગ કારણ છે, સામગ્રી અંતરંગ કારણ નથી એવો નિશ્ચય તમે કેવી રીતે કર્યો ? એ તો કહો.
ઉત્તરપક્ષ :- ‘સ્વભાવ’ શબ્દ જ કહે છે કે એ અંતરંગ છે. ‘સ્વભાવની વ્યુત્પત્તિ છે – પોતાનો ભાવ = કાર્યને ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં પરિણતિ.
વળી સ્વભાવની પરિણતિ કાર્યથી જ અભિવ્યક્ત થાય છે. માટે માટીનો સ્વભાવ સરખો જ હોવા છતાં પણ ઘટ, કોડિયું, કુંડ વગેરે કાર્યોમાં જે વિશેષ (તફાવત) રહેલો છે તેનો અભાવ નહીં થાય.
આશય એ છે કે માટીનો સ્વભાવ તો એક જ છે. તો પછી તે માટીમાંથી જે પણ બને તે એક સરખું જ હોવું જોઈએ. તેથી ઘટ, કોડિયું વગેરેમાં કોઈ ભેદ રહેવો ન જોઈએ. પણ આવું થતું નથી. તેથી અહીં આ રીતે સંગતિ થઈ શકે કે - કાર્ય જ સૂચિત કરે છે
સિદ્ધઃमृत्स्वभावाविशेषेऽपि न घटादिकार्यविशेषाभावप्रसङ्गः, अन्यथाकुरजननस्वभावं कुशूलस्थं बीजमप्यकुरं जनयेत्, अथ सहकारिसमवधाने स्वभावस्य कार्यजनकत्वेन कुशूलस्थं बीजं कथं कार्य जनयेदिति चेत् ? न, सहकारिचक्रानन्तर्भावेन तस्य वैजात्यबीजत्वेनाङ्कुरहेतुत्वीचित्यात् । ननु सहकारिचक्रस्यातिशयाधायकत्वं त्वयापि स्वीकृतमतस्तस्यैवाङ्कुरजनकत्वमप्युचितमिति चेत् ? न, पूर्वपूर्वोपादानपरिणामाકે માટીનો સ્વભાવ આ રીતે પરિણત થયો. આ રીતે સ્વભાવપરિણતિની અભિવ્યક્તિ કાર્યથી જ થાય છે. માટીથી તે તે કાર્યોની ઉત્પત્તિ થાય તે તે સમયે ભિન્ન ભિન્નરૂપે કાર્યજનન સ્વભાવની પરિણતિ થાય છે, માટે તે તે કાર્યોનો અભેદ થવાની આપત્તિ નહી આવે.
સ્વભાવની પરિણતિની આ વિશેષતા ન સ્વીકારો તો અંકુરને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું કોઠારનું બીજ પણ અંકુરને ઉત્પન્ન કરશે. માટે સ્વભાવ = પોતાની કાર્યજનનપરિણતિ એવું માનવું જ પડશે.
પૂર્વપક્ષ :- સહકારીઓનું સમવધાન થાય, ત્યારે સ્વભાવ કાર્યનો જનક બને છે. માટે કોઠારનું બીજ શી રીતે અંકુરને ઉત્પન્ન કરી શકે ? કારણ કે તેને સહકારીઓનું સમવધાન થયું નથી.
ઉત્તરપક્ષ :- સ્વભાવને સહકારીઓના સમૂહમાં સમાવી દેવાનો નથી. સ્વભાવ એ તો એક વિજાતીય બીજ પરિણતિ છે. અને તે જ અંકુરનો હેતુ છે. એમ માનવું ઉચિત છે.
પૂર્વપક્ષ :- સહકારીઓનો સમૂહ કારણમાં અતિશય આધાર કરે છે એવું તો તમે પણ સ્વીકાર્યું છે. માટે સહકારીઓના સમૂહને જ અંકુરનો જનક માનવો જોઈએ.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે પૂર્વ પૂર્વના ઉપાદાન પરિણામો જ ઉત્તરોત્તર ઉપાદેય પરિણામોના હેતુ છે. બીજના ઉત્તરોત્તર ક્ષણ કાર્ય છે = ઉપાદેય છે. પૂર્વ પૂર્વ ક્ષણ કારણ છે = ઉપાદાન છે. આ