________________
——ર્મસિદ્ધિ
माणत्वात्, तस्माद् यदेव नियामकं तदेव कर्मेति । તવુંમ્ -
# बालसरीरं देहान्तरपुव्वं इन्दियाइमत्ताओ । जह बालदेहपुव्वो, जुवदेहो पुव्वमिह कम्मं । 19 ।।” इति । तथा दानादिक्रिया फलवती चेतनारब्धत्वात्, कृष्यादिक्रियावदित्यनुमानेनाप्यदृष्टसिद्धिः । चेतनाऽनारब्धत्वेन परमाण्वादिक्रियायां नातिप्रसङ्गः । न च चेतनारब्धाऽपि काचित्कृष्यादिक्रिया फलाभावव भवत्यतोऽनैकान्तिक इति शक्यते प्रलपितुम्, फलोद्देशेनैवारम्भात्, यद्वा માની લેશું.
ઉત્તરપક્ષ :- કહ્યું તો ખરું. અમે સ્વભાવવાદનું નિરાકરણ કરવાના જ છીએ. માટે અહીં જે નિયામક છે, તે જ કર્મ છે. કહ્યું પણ છે - ‘બાળ શરીર એ શરીરાન્તરપૂર્વક છે. કારણ કે તે ઈન્દ્રિય વગેરેથી યુક્ત છે. જેમ કે યુવાશરીર બાલશરીરપૂર્વક હોય છે. અહીં જે પૂર્વ (કારણ) છે, તે કર્મ (કાર્યણ શરીર) છે.
(૩) હવે કર્મસિદ્ધિમાં તૃતીય અનુમાન પ્રયોગ કરીએ છીએ - - દાનાદિ ક્રિયાઓ સફળ છે, કારણ કે ચેતને તેનો આરંભ કર્યો છે, જેમ કે ખેતી વગેરે ક્રિયા. અહીં ચેતને આરંભ કરેલી, એવું કહ્યું તેથી પરમાણુ વગેરેની ક્રિયામાં અતિપ્રસંગ નહીં આવે, કારણ કે પરમાણુ એ રોતન નથી. માટે તેને લઈને અહીં અનેકાંત દોષ નહીં આપી શકાય.
પૂર્વપક્ષ :- પરમાણુથી ભલે અનેકાન્ત ન આવે, અમે તમને બીજી રીતે અનેકાન્ત દોષ આપીએ છીએ. ચેતન વડે આરંભ કરાયેલ એવી પણ કેટલીક કૃષિ વગેરે ક્રિયા નિષ્ફળ જાય છે. માટે જે ક્રિયાનો ચેતન આરંભ કરે, તે સફળ જ હોય એવો નિયમ ન રહેવાથી હેતુ અનેકાન્તિક બને છે.
कर्मसिद्धिः
दैवादिसामग्रीविकलत्वेन फलाभाववत् मनःशुद्ध्यादिसामग्र्यभावविशिष्टदानादिक्रियाया अपि फलाजनकत्वात् । ननु कृष्यादिक्रियायाः दृष्टधान्यादिफलवत् दानादिक्रियाया अपि मनःप्रसत्त्यादिदृष्टफलमेवास्तु किमदृष्टकल्पनयेति चेत् ? तर्हि तस्या अपि क्रियारूपत्वेन फलावश्यंभावात्, ततोऽवश्यमदृष्टरूपं फलमेष्टव्यम् । ननु मनःप्रसत्त्यादिरूपाया: क्रियायाः दानादिक्रियारूपं दृष्टफलमेवास्तु दृष्टमात्रेणैव निर्वाहे सति किमदृष्ट
१४
ઉત્તરપક્ષ :- ના, કારણ કે એવી ક્રિયાનો આરંભ પણ ફળના ઉદ્દેશથી જ થાય છે. ખેતીથી મને ધાન્ય મળશે એવા આશયથી જ ખેતીની ક્રિયા કરવામાં આવે છે. માટે વ્યવહારથી તો તે ક્રિયા પણ સફળ જ છે.
પૂર્વપક્ષ :- અમે આવા બહાનાઓથી માની જવાના નથી. પાક ન થયો એટલે ખેતીની ક્રિયા નિષ્ફળ જ ગઈ છે.
ઉત્તરપક્ષ :- અચ્છા, તો અમે અમારા અનુમાનમાં પરિષ્કાર કરશું. ચેતનની જે ક્રિયા પૂર્ણ સામગ્રી સાથે કરવામાં આવે છે, તે સફળ છે. આવી પ્રતિજ્ઞા અમે કરીએ છીએ. હવે અનેકાન્ત દોષ નહીં આવે. કારણ કે ખેતી વગેરેની જે ક્રિયા નિષ્ફળ ગઈ, તેમાં ભાગ્ય વગેરે સામગ્રીની વિકલતા હતી. તે જ રીતે જે દાનાદિ ક્રિયામાં પણ મનશુદ્ધિ આદિ સામગ્રીનો અભાવ હોય તે પણ નિષ્ફળ જાય છે. બસ ? હવે અમારા પરિષ્કૃત અનુમાન વિષે તમારું કોઈ સૂચન છે ?
પૂર્વપક્ષ :- તમે શા માટે આટલી બધી ભાંજગડમાં પડો છો ? જુઓ, અમે તમને એવી સરસ સંગતિ કરી આપીએ કે તમારે કર્મના ચક્કરમાં ન પડવું પડે. ખેતી વગેરેનું ફળ હોય છે ધાન્ય વગેરે. એ ફળ પ્રત્યક્ષ દેખાય છે ને ? તે જ રીતે દાનાદિ ક્રિયાનું ફળ પણ જે પ્રત્યક્ષ દેખાય તેવું મનની પ્રસન્નતા વગેરેરૂપ જ સમજવું. જે દેખાતું જ નથી એવા અદૃષ્ટ (કર્મ) ની કલ્પનાનું શું કામ છે ?