________________
१२
- વર્મસિદ્ધઃएवमाद्यबालशरीरं शरीरपूर्वकमिन्द्रियादिमत्त्वात् युवशरीरवत् । न च पूर्वभवशरीरपूर्वकमित्यारेकणीयम्, तस्यापान्तरालगतावभावात्। न चाशरीरिणो गर्भावस्थायां शरीरपरिग्रहो युक्तः, तन्नियामककारणाभावात् । न च स्वभावस्तन्नियामक इति वक्तुं शक्यते, स्वभावस्य निराकरिष्य
-~~૪ર્મસિદ્ધિ: –
तदुक्तं श्रीजिनभद्रगणिक्षमाश्रमणपादै:“अत्थि सुहदुक्खहेऊ, कज्जओ बीयंकुरस्सेव । सो दिट्ठो चेव मइ-व्यभिचाराओ न तं जुत्तं ।।१।। जो तुल्लसाहणाणं, फले विसेसो न सो विणा हेउं । कज्जत्तणओ गोयम ! घडो व्व हेऊ य से कम्मं ।।२।।"
(વિશેષાવથવકમાણે ૨૦૬૨૦૬૮) શાસ્ત્રવાર્તાસનુવ્યવપિ- (૧-૧૨-૧૩) “तथा तुल्येऽपि चारम्भे, सदुपायेऽपि यो नृणाम् । फलभेदः स युक्तो न, युक्त्या हेत्वन्तरं विना ।।१।। तस्मादवश्यमेष्टव्य-मत्र हेत्वन्तरं परैः।
તવાડ્રમન્યાહુ-ન્ય શાસ્ત્રવૃતમારા ના” તા. કારણ એટલે જ કર્મ. પૂજ્યશ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષઆવશ્યક ભાષ્યમાં કહ્યું છે –
‘સુખ-દુઃખનો કોઈ હેતુ છે, કારણ કે તે કાર્ય છે. જેમ કે બીજ એ અંકુરનું કારણ છે. જો એમ કહો કે એ કારણ તરીકે અષ્ટની કલ્પના કરવાની જરૂર નથી. દૃષ્ટ એવા ઈષ્ટસંયોગાદિને જ કારણ માની લો. તો એમ માનવું ઉચિત નથી. કારણકે તેમાં અનેકાંત આવે છે. હે ગૌતમ ! સમાન સાધનોથી ક્રિયા કરે તેમને પણ પરસાર ભિન્ન ફળ મળે છે, તે નિષ્કારણ નથી. કારણ કે તે કાર્ય છે. ઘડાની જેમ. જે કાર્ય હોય તેનું કારણ અવશ્ય હોય જ. અને પ્રસ્તુતમાં તે કારણ કર્મ છે.”
શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં પણ કહ્યું છે– મનુષ્યો તુલ્ય આરંભ કરે, તેમાં સમ્યક ઉપાયનો પ્રયોગ પણ કરે, તો ય જે ફળભેદ થાય છે, તે કોઈ કારણોત્તર વિના યુક્તિથી ઘટતો નથી. માટે અહીં કોઈ કારણાન્તર છે, તેમ અન્યોએ અવશ્ય માનવું જોઈએ, આ કારણ તે
જ અદૃષ્ટ-કર્મ છે. એમ શાસ્ત્રાધ્યયનમાં પરિશ્રમ કરનારા એવા અન્યો(જૈનો) એ કહ્યું છે.
(૨) દ્વિતીય અનુમાન પ્રયોગ આ મુજબ છે – બાળકનું પહેલું શરીર છે, તેનું કારણ અન્ય શરીર હોય છે. કારણ કે તે ઈન્દ્રિય વગેરેથી યુક્ત છે. જેમ કે યુવાનનું શરીર.
પૂર્વપક્ષ :- આ અનુમાનથી તમારે કાશ્મણ શરીરની સિદ્ધિ નહીં થાય, બાળકનું પ્રથમ શરીર શરીરપૂર્વક છે, એવું ભલે સિદ્ધ થાય, પણ એ શરીર પૂર્વભવનું શરીર જ લેવાનું. કાર્પણ શરીર નહીં. પૂર્વભવનું શરીર જ આ ભવના પ્રથમ બાલશરીરનું કારણ બનશે.
ઉત્તરપક્ષ :- ના, કારણ કે જ્યારે જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય, ત્યારે વચ્ચેની ગતિમાં પૂર્વભવનું શરીર હોતું નથી. માટે તેને આગામી ભવના શરીરનું કારણ ન કહી શકાય. જે હાજર જ નથી એ કારણ શી રીતે બને ?
પૂર્વપક્ષ :- જવા દો ને એ માથાકૂટ, જીવ કોઈ પણ જાતના શરીર વિના જ આગામી ભવમાં જાય છે અને ત્યાં ગર્ભાવસ્થામાં નવું શરીર ગ્રહણ કરે છે, એમ અમે માનશું.
ઉત્તરપક્ષ :- એ પણ ઉચિત નથી. કારણ કે જે અશરીરી છે, તે ગર્ભાવસ્થામાં આવીને શરીરનું ગ્રહણ કરે, તે શક્ય નથી. કારણ કે તે આ જ ગર્ભમાં આવે, આવા પ્રકારનું જ શરીર લે, એમાં નિયામક એવું કોઈ ચોક્કસ કારણ માન્યું નથી.
પૂર્વપક્ષ :- અમે તેના નિયામક તરીકે સ્વભાવને નિયામક