________________
-મસિદ્ધિઃ
-ર્મસિદ્ધિ: - कल्पनयेति चेत् ? न, मनः-प्रसत्त्यादिक्रियां प्रति दानादिक्रियायाः निमित्तकारणत्वात्, नहि भवति यस्य यन्निमित्तकारणं तत्तस्य फलमन्यथा दण्डोऽपि घटफलतामापद्येत । नन्वस्तु दानादिक्रियायाः श्लाघादिकमेव फलं कृष्यादिक्रियातः धान्यादिफलमिव, किमदृष्टकल्पनाप्रयासेन, दृष्टफलासु क्रियासु एव प्रायशो लोकानां प्रवृत्तिदर्शनात्, केषाञ्चिदेवादृष्टफलासु प्रवृत्तिदर्शनाच्चेति चेत् ? न, कृष्यादिक्रियातोऽपि दृष्टं धान्यादिकं
ઉત્તરપક્ષ :- વાહ ભાઈ વાહ, તમારી સંગતિ તો અદ્ભુત છે. જરા હજી આગળ વિચારો. મનની પ્રસન્નતા એ પણ એક જાતની ક્રિયા છે, તેથી તેનું પણ કોઈ ફળ માનવું પડશે ને ? એ ક્રિયાનું ફળ કર્મ છે એમ સ્વીકારી લો.
પૂર્વપક્ષ :- તમે તો બહુ ખટપટ કરો છો. વ્યક્તિએ દાન આપ્યું એટલે તેને પ્રસન્નતા થઈ એ પ્રસન્નતાને કારણે એ ફરી દાન આપશે. એ દાન જ પ્રસન્નતાનું ફળ બની જશે. આ રીતે દષ્ટ કારણથી જ કામ પતી જાય છે, તો અષ્ટની કલપનાનું કામ છે ?
ઉત્તરપક્ષ :- ભલા માણસ ! મનની પ્રસન્નતા વગેરરૂપ જે ક્રિયા છે તેનું નિમિત્તકારણ દાનાદિ ક્રિયા છે. જે જેનું નિમિત્તકારણ છે એ તેનું ફળ ન હોઈ શકે. માટે મનની પ્રસન્નતા વગેરેથી દાનાદિ ક્રિયા થાય છે, એવું ન માની શકાય. જે જેનું નિમિત્તકારણ હોય છે તેનું ફળ થઈ શકે તો દંડ પણ ઘટનું ફળ બની જશે.
પૂર્વપક્ષ :- ઠીક છે, તો પણ કર્મની કલ્પના કરવાની શું જરૂર છે ? જેમ કૃષિ વગેરેની ક્રિયાથી ધાન્ય વગેરે ફળ મળે છે, તેમ દાનાદિક્રિયાનું ફળ લોકપ્રશંસા વગેરે જ સમજી લેવું. વળી લોકો પ્રાયઃ કરીને સાક્ષાત્ જેનું ફળ દેખાતું હોય, તેવી જ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે. કેટલાંક જ તમારા જેવા કોમળ બુદ્ધિવાળા છે, કે જેઓ અદૃષ્ટ ફળવાળી ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરે છે.
ઉત્તરપક્ષ :- તમે હજી સુધી વસ્તુસ્થિતિને સમજ્યા નથી. ખેતી
फलं भवतु मा वा परमशुभारम्भव्याप्यपापरूपं फलं तु भवत्येव । ननु दानादिक्रियायामाशंसितत्वेन भवत्वदृष्टरूपं फलं, परं कृष्यादिक्रियायामनाशंसितत्वेन तत् कथं भवतीति चेत् ? नन्वनाभोगतः कुत्रचित्प्रदेशे पतितं बीजं सामग्रीसद्भावे किं फलं न जनयति ? तद्वदत्रापि, अन्यथा पशुवधादिकर्तृणां सर्वेषां मुक्त्यापत्ते: दानादिकर्तृणां संसारानन्त्यापत्तेश्च । नन्वेवमपि नः का क्षतिरिति चेत् ? शृणुत कृषिहिंसाद्यशुभानुष्ठार्तृणां सर्वेषां मुक्तिगमने एकोऽपि तदनुष्ठाता तत्फलाવગેરેની ક્રિયાથી પણ પ્રત્યક્ષ એવું ધાન્યાદિરૂ૫ ફળ થાય કે ન પણ થાય, પણ અશુભ આરંભમાં વ્યાપ્ય એવું પાપરૂપ ફળ તો અવશ્ય થાય જ છે. માટે ખેતીનું ફળ દષ્ટ જ હોય છે અદષ્ટ નથી હોતું,’ એ તમારી ગેરસમજ છે.
પૂર્વપક્ષ :- અરે, પણ દાનાદિ ક્રિયામાં તો પુણ્યની આશંસા હોવાથી ભલે અદૃષ્ટ ફળ મળે, ખેતી વગેરે ક્રિયામાં તો આ ક્રિયાથી મને પાપ મળો એવી આશંસા હોતી જ નથી. તો પછી તે ક્રિયાથી પાપરૂપી ફળ શી રીતે મળે ?
ઉત્તરપક્ષ :- વ્યક્તિને જેની આશંસા હોય તેનું જ ફળ મળે એવો કોઈ નિયમ નથી. ભૂલથી કોઈ જગ્યાએ બીજ પડી જાય અને તેને યોગ્ય પૃથ્વી, પાણી વગેરે સામગ્રી મળી જાય તો શું તે ફળને ઉત્પન્ન કરતું નથી ? તે રીતે અહીં પણ સમજવું જોઈએ. જો આવું ન માનો, તો પશુ વધ વગેરે કરનારા બધાની મુક્તિ થઈ જશે. કારણ કે તમારી માન્યતાનુસાર તો તેમને પાપરૂપી ફળની આશંસા નથી, તેથી તેમને તે ફળ નહીં મળે. વળી દાનાદિના કર્તાને તો શુભ ફળ મળશે, કારણ કે તેમને તેવી આશંસા છે. અને આ ફળને ભોગવવા તેમને જન્મ લેવો પડશે. આ રીતે દાનાદિ કરનારના સંસારનો અંત જ નહીં આવે.
પૂર્વપક્ષ :- પણ એમ માનવામાં વાંધો શું છે ?