________________
૧૨.
भुवनभानवीयमहाकाव्ये
तुम्ह पसाया लद्धं वत्थं
तुम्हाण अप्पयंतस्स । मज्झं खु बालचरियं
खमंतु पुज्जा खमासमणा ॥ હૃદયના ધબકારે ધબકારે અરિહન્તનું રટણ કરનારા
વૈરાગ્યદેશનાદક્ષ, વાત્સલ્યના મહાસાગર, ગીતાર્થતા-ગામભીર્ય-સરળતા-નિસ્પૃહતા-ક્ષમા
આદિ અનેક ગુણોના સ્વામિ, પરમ શ્રુતસમુદ્ધારક, સૂરિ પ્રેમના કૃપાપાત્ર, પ્રસ્તુત પ્રબન્ધના પ્રેરક-સંશોધક-માર્ગદર્શક,
ભીમભવોદધિતારક, અનંતોપકારી ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજીના પદપદ્મમાં
સાદર સમર્પણ.... ગુરુમૈયા !
જાણું છું કે આ સમર્પણ એ મારું મિથ્યાભિમાન જ છે. બિચારું ચાતકનું બચ્ચું.. જીવનદાતા એવા જલધરનો પ્રત્યુપકાર શું કરી શકે ? બસ... કૃતજ્ઞતાની ઉર્મિઓથી છલકતા અશ્રુઓને તારે ચરણે ધરી ધન્યતા અનુભવું છું...
.....શિશુ કલ્યાણબોધિ