________________
भुवनभानवीयमहाकाव्ये
કે
મહાદાથાલંદાર ન્યાર્યાવિશારદ વર્ષાર્તાિ
પૂજ્યશ્રીનાં ચરિત્ર સાથે આ લખવાની શું જરૂર હતી? આવો પ્રશ્ન થવો સહજ છે, આની જવાબ પૂર્વે વાર્તિક એટલે શું ? સમજી લઈએ. મૂળ પ્રબન્ધમાં ઉક્ત, અનુક્ત અને દુરુક્ત અર્થોનું ચિંતના કરે તેને વાર્તિક કહેવાય છે. (૩wાનુકુરુક્યાર્થીન્તાક્ટારિ તુ વર્તમ- મધાન૨૫૬), આને ટીકા ન કહેવાય. જ્યાં મૂળ પ્રબન્ધની નિરન્તર વ્યાખ્યા કરી હોય તેને ટીકા કહેવાય. (ટીવા નિરન્તરાવ્યોમિ. ૨૬૬) અનુવાદ અને ટિપ્પણોની હાજરીમાં ટીકાની જરૂર ન હતી.
હવે આપણે મૂળ વાત પર આવીએ. વાજ્ઞિકની વ્યાખ્યા પરથી જ તેની જરૂર સમજાય છે. છતાં નીચેના મુદ્દાઓથી તે વધુ સ્પષ્ટ થશે.
(૧) ઘણી વિગતો સંબદ્ધ અને આવશ્યક હોવા છતાં તેનો મહાકાવ્યોમાં સમાવેશ ઉચિત નથી. દા.ત. પૂજ્યશ્રીએ પ્રારંભેલ શિબિરની વિગત સાથે તે સર્વ શિબિરોના સ્થળો અને સમયની વિગત પૂજ્યશ્રીએ લખેલ શતાધિક ગ્રંથોની વિગત વગેરે વગેરે....
આ બધી વિગતોથી ફ્લતઃ પૂજ્યશ્રીની જ અસ્મિતા વધે છે, તે સમજાય એવી વાત છે.
(૨) પૂજ્યશ્રીની પ્રવૃત્તિઓનું ઔચિત્ય શાસ્ત્ર અને યુક્તિઓનાં બળે અહીં સિદ્ધ કરાયું છે. દા.ત. ગુરુમાં પરમાત્મબુદ્ધિ, ગુરુ પરનો રાગ, વિવિધ રાગમાં અજિતશાન્તિસ્તવન, પૂજાદિના રાગ, સર્વનયસમદર્શિતા, અપકારી પર પણ કરુણા, ઉસૂત્રપ્રતિકાર, સંયમની સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળજી, શિષ્યસારણા, વગેરે વગેરે..... જે વાંચીને વિજ્ઞપુરુષોને પૂજ્યશ્રી પર બહુમાન ભાવ ઉછળ્યા વગર નહીં રહે.
(૩) શરીરને “ગધેડુ” કહીને અકલ્પનીય અપ્રમત્ત સાધના કરનારા, સુંવાળાપણાના તદ્દન વિરોધિ એવા પૂજ્યશ્રીને સામે ભોગવંચિતનો આક્ષેપ કરતા ચાર્વાકવાદનું નિરાકરણ, - અન્તિમ દિન અને અન્તિમ ક્ષણ સુધી અનુપમ ચારિત્ર સાધના કરનારા પૂજ્યશ્રીની પ્રવૃત્તિને અનર્થક-અનુપાદેય કહેતા, ૧૨ વર્ષ પછી દીક્ષા છોડીને ય મુક્તિ મળે એમ માનનારા શૈવ દર્શનનું નિરાકરણ,
સમગ્ર મહાકાવ્યને અનર્થક કહેતા વેદાન્તવાદ અને શૂન્યવાદનું નિરાકરણ વિગેરેમાં પણ પ્રસંગોપાત આ વાર્તિકે ચંચુપાત કર્યો છે. પૂજ્યશ્રીના પરાક્રમોનું યુક્તત્વ તો એનાથી સિદ્ધ થાય જ છે. ઉપરાંત ન્યાયવિશારદ પૂજ્યશ્રીને એક અનોખી અંજલિ પણ અપિર્ત થાય છે. તવૃત્તિનું અનુસરણ તે તબહુમાનસ્વરૂપ છે એમ યોગશતક-પંચવસ્તુકાદિ શાસ્ત્રો દ્વારા જણાવાયું છે. પૂજ્યશ્રી જેટલું ઊંડાણા બધા ન ખેડી શકે. પણ આના દ્વારા તેનો રસાસ્વાદ જરૂર માણી શકે. અને તેથી શક્તિસંપન્ન જીવોની રુચિ વધે અને અન્ય ન્યાયવિશારદો જન્મે તે ય અશક્ય નથી.
(૪) તો ક્યાંક પ્રસંગસંગતિથી સૂરિપ્રેમ, પં. પદ્મવિજયજીની વાતો, પૂજ્યશ્રીએ કરાવેલ પં. પદ્મવિજયજીની નિર્ધામણા, પિંડવાડા વીરવિક્રમપ્રાસાદ પ્રતિષ્ઠા વગેરેનું પણ વર્ણન કરેલ છે. હા, ઉપસ્થિતની ઉપેક્ષા ઉચિત નથી. ઉપસ્થિતોપેક્ષાનર્દુત્વમ્ |
ગ . કષ્ટથી કહી શકાય એવા.