________________
૪૮૬
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
દ્વેષ ધર્મ પર તે ધરે જી, વરે અધોગતિ-દુઃખ, કારણ સેવે દુઃખનાં જી, ક્યાંથી નીકળે સુખ રે? ભવિજન
અર્થ :– મિથ્યાવૃષ્ટિ જીવો સદ્ઘર્મ પ્રત્યે દ્વેષબુદ્ધિ રાખે છે. તેથી તે અધોગતિના દુઃખને પામે છે.
-
જે જીવો દુ:ખ પ્રાપ્ત થવાના કારણોને સેવે, તેને સુખની પ્રાપ્તિ ક્યાંથી થાય? લા
શતમતિ આદિ મંત્રીઓ જી, સહે નરકનાં દુઃખ,
નરકગતિનાં કારણો જી, સુણો કહું હું મુખ્ય રે– ભવિજન૦
અર્થ – ઋષભદેવના પ્રથમ મહાબળ રાજાના ભવમાં સધર્મ પ્રત્યે ગાઢ દ્વેષબુદ્ધિ રાખનાર સંભિન્નમતિ અને મહામતિ તે ભયંકર નિગોદમાં ગયા અને શતમતિ મંત્રી મિથ્યાત્વના કારણે બીજી નરકગતિમાં ગયો. નરકગતિ પામવાના મુખ્ય કારણો કયા છે તે હું કહું છું તે સાંભળો. ।।૧૦।। જીવ-હિંસા, જૂઠ, ચોરી ને જી, ૫૨ની સ્ત્રીનો ભોગ, મિથ્યાદર્શન, રૌદ્રતા જી, બહુ આરંભક યોગ રે. ભવિજન
અર્થ :– જીવોની હિંસા કરવી, જૂઠ બોલવું, ચોરી કરવી, પરસ્ત્રીનો ઉપભોગ કરવો, મિથ્યાધર્મની માન્યતા કરવી, અત્યંત ક્લેશકારી રૌદ્ર પરિણામ રાખવા તથા જેમાં બહુ જીવોની હિંસા થાય એવા આરંભના કાર્યોનો યોગ રાખવો એ સર્વે નરકગતિના કારણો છે. ||૧૧||
બહુ પરિગ્રહ, ક્રૂરતા જી, દારૂ-માંસ-મધ-ટેવ, મુનિ-નિંદા-ધિક્કારતા જી, વળી અધર્મની સેવ રે. ભવિજન॰
અર્થ :– બહુ પરિગ્રહ પ્રત્યે મૂર્છાભાવ રાખવો, ક્રૂર પરિણામ રાખવા, દારૂ, માંસ, મઘની ટેવ રાખવી. જ્ઞાનીમુનિ ભગવંતની નિંદા કરવી, તેમને ધિક્કારવા તથા જેમાં દયા મુખ્ય નથી એવા અધર્મની સેવા કરવી એ સર્વ નરકગતિમાં લઈ જનારા કારણો છે. ।।૧૨।
અધર્મની ઉત્તેજના જી, ઈર્ષ્યા સૌની સાથ,
એવાં પાપ વડે પડે જી, નરકે જીવ અનાથ રે.” ભવિજન
અર્થ :— વીતરાગધર્મ સિવાય કુદેવ, કુગુરુ, કુધર્મને ઉત્તેજન આપનાર તથા સર્વની સાથે ઈર્ષા કરનાર જીવો, પાપોવડે અનાથ બની નરકગતિમાં જઈને પડે છે. ।।૧૩।।
શ્રીઘર-સ્વયંપ્રભ સાંભળી જી, ઘરે અતિ વૈરાગ્ય,
ધર્મ વિષે મન ઘારતા જી, કરે દેવ-ભવ-ત્યાગ રે. ભવિજન
અર્થ
શ્રીધર અને સ્વયંપ્રભ દેવને નરકના આવા કારણો સાંભળી અતિ વૈરાગ્યભાવ ઉત્પન્ન થયો. તેથી ધર્મ વિષે મનને રાખવા લાગ્યા. હવે દેવનું આયુષ્ય પૂર્ણ થવાથી દેવભવનો ત્યાગ કર્યો. ૧૪ ક્ષિતિપ્રતિષ્ઠિત પુરમાં જી, સુવિધિ વૈદ્યને ઘેર,
જીવાનંદના નામથી જી, શ્રીધર-જન્મ-ઊછરે રે. ભવિજન
અર્થ :— ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ નામના વૈદ્યને ઘેર દેવલોકથી ચ્યવી શ્રીઘરનો જીવ
*
જીવાનંદ નામથી જન્મ પામી ઊછરવા લાગ્યો. આ શ્રી ઋષભદેવનો નવમો ભવ છે. ।।૧૫।।