SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાવધ-વિવેચન ભાગ-૨ = અર્થ :– અહીં મનુષ્યલોકમાં સ્વયંબુદ્ધુ મંત્રી પોતાના સ્વામી મહાબળ રાજાના સમાધિમરણની વાત સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા લીધી. પછી તે પાળીને કાળ કરી ઈશાન દેવલોકમાં ઇન્દ્રનો દૃઢઘર્મા નામે સામાનિક દેવતા થયો. ।।૩૭।। ૪૭૨ લલિતાંગ પાસે ગયો, ખરી૰ પૂર્વ-પ્રેમ-પ્રેરિત રે; ખરી૰ કહે : “માત્ર દેવી ગયે, ખરી કેમ બનો દુઃખિત ૨ે? ખરી૰ અર્થ :— તે દૃઢધમાં પૂર્વભવના પ્રેમથી પ્રેરાઈને લલિતાંગદેવ પાસે ગયો. અને આશ્વાસન આપતા = કહેવા લાગયો કે હે મહાસત્વ! દેવી જવાથી તમે કેમ મોહ પામી આટલા બધા દુઃખી થાઓ છો? ।।૩ના પ્રાણ જતાં પણ ઘીરને, ખરી દશા ન આવી થાય રે.' ખરી લલિતાંગ તેને કહે :- ખરી૰ વિરહ સહી ન શકાય રે. ખરી અર્થ :– પ્રાણ ત્યાગનો સમય આવે તો પણ ધીરપુરુષો આવી દશાને પ્રાપ્ત થતા નથી. ત્યારે લલિતનાંગદેવ કહે : મારાથી આ દેવીનો વિરહ સહન થઈ શકતો નથી. ।।૩લા પ્રાણ-વિરહ તો સહી શકું, ખરી કાંતા-વિરહ અપાર રે; ખરી સૌ વૈભવ દેવી વિના, ખરી લાગે મને અસાર રે.” ખરી અર્થ :— હું પ્રાણનો વિરહ સહન કરી શકું પણ આ કાંતાનો અપાર વિર મારા માટે દુઃસહ છે. આ દેવલોકના સર્વ વૈભવ આ દૈવી વિના મને અસાર લાગે છે. ૪૦ના દઢથમાં સુર-મિત્ર આ, ખરી દે અધિ-ઉપયોગ રે; ખરી કહે : “મિત્ર, જાણી લીધું, ખરી થશે દેવીનો યોગ રે. ખરી અર્થ :— હવે દધર્માએ અવધિજ્ઞાનબળે ઉપયોગ મૂકી કહ્યું : હે મિત્ર! તમા૨ી થનારી પ્રિયા ક્યાં - છે તે મેં જાણી લીધું છે. તેનો દૈવીરૂપે તમને યોગ થશે. ।।૪૧।। સ્વસ્થ થઈ જી સાંભળો, ખરી ઘાતકી ખંડ-વિદેહ રે; ખરી નંદીગ્રામે બાઈ છે, ખરી દુર્ભાગ ને નિઃસ્નેહ રે. ખરી અર્થ ઃ— જરા સ્વસ્થ થઈને આ વાત સાંભળો. પૃથ્વી ઉપર ઘાતકીખંડના પૂર્વ વિદેહક્ષેત્રને વિષે નંદી નામના ગામમાં એક બાઈ છે તે ભાગ્યદીન હોવાથી ઘરમાં કોઈનો સ્નેક પામી શકતી નથી. ।।૪૨। નિર્નામિકા નામ છે, ખરી સાતમી નાની બે'ન રે; ખરી ગરીબ-ઘરે બહુ બાળકો, ખરી પડે ન માને ચેન રે, ખરી = અર્થ :– નિમિકા તેનું નામ છે. તે સાત બહેનોમાં સૌથી નાની છે. તે ગરીબ ઘરમાં બહુ બાળકો હોવાથી માને ચેન પડતું નથી. ।।૪૩।। માતા અતિ ખિજાય રે; ખરી ‘ગિરિ પર જઈ જો લાકડાં, ખરી લાવે તો જ ખવાય રે.' ખરી માર્ગ મોદક ને રડે, ખરી અર્થ :– એકવાર ઉત્સવના દિવસે ધનાઢ્ય બાળકના હાથમાં મોદક એટલે લાડુ જોઈ નિર્નામિકા · પોતાની માતા પાસે મોદક માગીને રડવા લાગી. ત્યારે માતા ખૂબ ખિજીને બોલી કે પહાડ પર જઈ લાકડા
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy