SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૧ ૪૬૧ અર્થ - જેમ બાળક મટી યુવાન થાય, યુવાન પછી વૃદ્ધ થાય તેમ મરણ પછી પણ જીવ એક જન્મમાંથી જન્માંતર એટલે બીજા જન્મમાં જાય છે. તેથી આત્માનો વ્યવહારનયની અપેક્ષાએ પુનર્જન્મ છે. ૭૪ વગર શીખવ્ય ઘાવતું બાળક, તે બતલાવે રે પૂર્વજન્મ સંસ્કાર તે; દુઃખ રડી દર્શાવે રે. પ્રભુ અર્થ :- બાળક જન્મતાં જ ઘાવા લાગે છે. તેને એ કોણે શિખવાડ્યું? એ પૂર્વજન્મનો સંસ્કાર છે. વળી ભુખની પીડા આદિને તે રડીને દર્શાવે છે. તેથી જીવની નિત્યતા સિદ્ધ થાય છે. પૂર્વજન્મમાં જેવા કર્મો કર્યા અથવા સંસ્કારો પોતામાં રેડ્યા, તેવાં ફળરૂપે અત્રે સ્પષ્ટ દેખાય છે. ૭૫ા પૂર્વ કર્મ જો ના ગણો, રાય-રંક છે શાથી રે? વિચિત્રતા ઘટતી નથી; પંચભૂત પક્ષપાતી રે!પ્રભુ અર્થ - જો પૂર્વકર્મને ગણો નહીં તો એક રાજા છે અને એક રંક એટલે ગરીબ છે, તેનું કારણ શું છે? કારણ વગર કોઈ કાર્ય બનતું નથી એ સિદ્ધાંત છે. જેમ એક આંધળો છે, એક ભૂલો છે, એક બહેરો છે, મૂંગો છે વગેરેના દુઃખ કારણ વગર આવી શકતા નથી. બીજી રીતે એ વિચિત્રતા ઘટતી નથી. જો પંચભૂતમાંથી રાજા રંકની ઉત્પત્તિ થઈ એમ માનીએ તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પંચભૂત પક્ષપાતી સિદ્ધ થયા. II૭૬ાા. જીવ વિના ભૂતો રચે, કેવી રીતે કાયા રે? પાંચે ભૂત રસોઈમાં, તોય ન કાયા-છાયા રે. પ્રભુ અર્થ :- જીવ વિના આ પંચભૂતો કેવી રીતે કાયાને રચી શકે? રસોઈ બનાવવામાં આ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચેય પંચભૂતો હોય છે; છતાં તેમાંથી કાયાની છાયા એટલે આકૃતિ કેમ બનતી નથી? ||૭૭માં મેળ મળે ના ભૂતનો, ગુણ વિરોથી દેખો રે, ભારે સ્થિર ઘરતી, અને ચપળ પવન લધુ, લેખો રે. પ્રભુત્વ અર્થ - આ પાંચેય ભૂતોનો સ્વભાવ ભિન્ન ભિન્ન હોવાથી તેમનામાં પરસ્પર મેળ મળતો નથી; તો ભિન્ન ભિન્ન સ્વભાવવાળા આ ભૂતોથી એક સ્વભાવવાળો એવો આ આત્મા કેવી રીતે ઉત્પન્ન થાય? એ પંચભૂતોના ગુણો પરસ્પર વિરોધી છે. જેમકે પૃથ્વી ભારે અને સ્થિર છે, જ્યારે પવન લઘુ એટલે હલકો અને ચપળ છે. II૭૮ અગ્નિને જળ ઓલવે, તેજે જળ શોષાતું રે, કપોલકલ્પિત વાતથી સત્ય નથી પોષાતું રે. પ્રભુ અર્થ :- જેમ સળગતી અગ્નિને જળ ઓલવી નાખે અને વળી અગ્નિની ગરમીથી જળ સુકાઈ જાય છે. માટે આવી બધી કપોલકલ્પિત વાતથી સત્યને પોષણ મળતું નથી. પણ બધું મિથ્યા ઠરે છે. II૭૯ાા ક્રિયા ઘર્મ-અથર્મની, ફળ દેશે પરલોકે રે; પૂર્વે જે ક્રિયા કરી, ફળ આ સુજ્ઞ વિલોકે રે. પ્રભુ
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy