SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- અહીં જે ઘર્મ અથર્મની ક્રિયા કરી હોય તેનું ફળ પરલોકમાં મળશે. અને પૂર્વભવમાં જે ક્રિયા એટલે કામો જીવે કર્યો હશે તેનું ફળ અત્રે મળ્યું છે; તેને સુજ્ઞ લોકો જોઈ રહ્યાં છે. ૮૦ ભીખ માગતો એક, તો અન્ય ભીખ જો આપે રે, વાહન અશ્વાદિ બને, સ્વાર ઘણા સંતાપે રે. પ્રભુ અર્થ - જેમકે એક ભીખ માંગતો દેખાય છે. તો બીજો તેને ભીખ આપે છે. કોઈ ઘોડા, હાથી વગેરે વાહન બને છે. જ્યારે બીજા ઘણા તેના ઉપર સવારી કરી તેને સંતાપ આપનાર થાય છે. ૧૮૧ાા પુણ્ય-પાપ પ્રત્યક્ષ છે, અવિચારી ના માને રે, વિષય ભુલાવે ભાન રે! ભૂપ ન ચેતો શાને રે ? પ્રભુ અર્થ - એમ પુણ્ય-પાપનું ફળ પ્રત્યક્ષ દેખાય છે. છતાં અવિચારી જનો માનતા નથી. પાપના મિત્રો, ઘર્મના વિરોઘી, નરકમાં લઈ જનારા આ વિષયો જીવને આકર્ષણ પમાડી ભાન ભુલાવે છે. માટે હે રાજન! આપ પણ આ બધું પ્રત્યક્ષ જુઓ છો તો કેમ ચેતતા નથી? ૮૨ાા કાવ્યો ભોગ-વિલાસનાં રચી ગાય ભેંતવાદી રે, મોહી-મન ખેંચાય ત્યાં, એ તો ઢાળ અનાદિ રે. પ્રભુ અર્થ:- ભોગ-વિલાસમાં જીવો મોહ પામે એવા કાવ્યો રચીને આ પંચભૂતવાદી નાસ્તિકો ગાય છે. ત્યાં મોહી જીવોનું મન ખેંચાય છે. કેમકે અનાદિકાળથી જીવોનો ઢાળ એ જ તરફ છે. ૮૩ વિવેક વિણ સમજાય ના, સત્ય વચન સંતોનાં રે, દુર્જન-સંગતિ જે તજે, સદભાગ્યો તેઓનાં રે.” પ્રભુત્વ અર્થ :- જ્યાં સુધી હિત અહિતના ભાનરૂપ વિવેક પ્રગટ થાય નહીં ત્યાં સુધી જીવોને સંતપુરુષોના વચનો સમજાતા નથી. માટે કલ્યાણમાં બાઘક એવી દુર્જનની સંગતિનો ત્યાગ કરે અને જ્ઞાની પુરુષના વચનોનો અભ્યાસ કરે તે પુરુષો સદ્ભાગ્યવાન જાણવા યોગ્ય છે. ૮૪ શતમતિ મંત્રી ઉચ્ચરે : “ક્ષણભંગુર સૌ જાણો રે, દીસે સ્કંઘ-વિનાશતા, નદી-પ્રવાહ વખાણો રે. પ્રભુ અર્થ - ઉપરની વાત સાંભળીને ત્રીજો બૌદ્ધમતવાદી શતમતિ મંત્રી બોલ્યો કે “આ જગતની બધી વસ્તુઓ ક્ષણભંગુર એટલે ક્ષણમાં નાશ પામનાર છે. પ્રત્યેક પદાર્થના અંઘો ક્ષણે ક્ષણે વિનાશ પામતા દેખાય છે, જેમ નદીના પ્રવાહમાં પહોલનું જળ આગળ ચાલ્યું જાય છે અને નવું નવું પાણી આવ્યા કરે છે તેમ. I૮પાા. માત્ર વાસના ચિત્તમાં, નિત્યપણું દર્શાવે રે; આત્મા નિત્ય ન માનવો, કોણ કર્મ બંઘાવે રે?” પ્રભુ અર્થ - માત્ર વાસના ચિત્તમાં રહે છે તેથી પદાર્થ નિત્ય છે એમ લાગે છે. પણ આત્માને નિત્ય માનવો નહીં. તે પણ ક્ષણભંગુર છે; તો કર્મ બંધાવનાર કોણ રહ્યો? In૮૬ાા. સ્વયંબુદ્ધ મંત્રી કહે : અસંબદ્ધ વિચારો રે ટકે કેટલી વાર આ? કેવળ નાશ ન ઘારો રે. પ્રભુ
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy