________________
૪૬૦
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અર્થ :— ધર્મ અધર્મ વિષે કોઈ શંકા કરવી નહીં. કારણ ભોગાદિ સુખમાં એ વિઘ્ન કરે છે. માટે
--
હે મહારાજ! એ વિષયમાં નિઃશંક રહો, કારણ ધર્મ અધર્મ સસલાના શીંગની જેમ વિદ્યમાન નથી. હું તો આ વાતને ઉપાડે છોગે સર્વને કહું છું. ।।૬।।
જ્યાં સુધી આયુષ્ય આ, વિષય-સુખથી જીવો રે, ધર્મ-અધર્મ કશું નથી, મંત્રી-બોઘ નજીવો રે.’” પ્રભુ
અર્થ :— જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી હે મહારાજ! વિષયસુખ ભોગવતા જીવન જીવો. કારણ કે આ સંસારમાં ઘર્મ અધર્મ કશું છે નહીં. મંત્રી સ્વયંબુદ્ધે જે આપને ત્યાગનો ઉપદેશ કર્યો તે સર્વ નજીવો એટલે નકામો છે. કથા
સ્વયંબુદ્ધ મંત્રી કહે : “સ્વ-પર-શત્રુ નાસ્તિકો રે;
અંધ અંધ-નેતા સો, મૂર્ખામાં મૂર્ખ અધિકો રે. પ્રભુ
અર્થ – સંભિન્નમતિ મંત્રીના વચનો સાંભળી સ્વયંબુદ્ધે મંત્રી કહે : અરે ! આ નાસ્તિકો સ્વ-પરને મિથ્યા માન્યતાઓ દૃઢ કરાવનાર પોતાના અને પરના પણ શત્રુ છે. જેમ પોતે અંધ હોય અને અંઘ ટોળાનો નેતા બની આંઘળાઓને દોરે તેના જેવો તે મૂર્ખ શિરોમણિ છે. ૭૫
કૃપે ખેંચી પાડતો, દુર્બુદ્ધિ દોરે કેવો રે! સુખ-દુઃખો સમજાય છે સ્વ-સંવેદની એવો રે-પ્રભુ
અર્થ :– જેમ કોઈ ખેંચીને કૂવામાં પાડે તેમ દુર્બુદ્ધિ એવા નાસ્તિકો, લોકોને આ ભવના પ્રાસ સુખોને છોડવા નહીં કેમકે દેવલોક આદિ કોણે જોયા છે વગેરે જણાવીને આકર્ષણ પમાડે છે, પણ જેમ સુખ કે દુઃખ સ્વ-સંવેદનથી જાણી શકાય છે તેમ આત્માને પણ સ્વ-સંવેદનથી જાણી શકાય છે. ।।૭૧|| આત્મા પણ સમજાય છે; અબાથ્ય અનુભવ માનો રે;
મડદું ના જાણે કશું, જ્ઞાન ગુણ આત્માનો રે. પ્રભુ
અર્થ :— આત્માના જ્ઞાનગુણને લઈને સ્વસંવેદનમાં કોઈ બાધા એટલે રુકાવટ આવતી નથી. હું સુખી છું. હું દુઃખી છું એવો અનુભવ આત્મા સિવાય કોઈને ક્યારેય પણ થઈ શકતો નથી. આંખ કાન આદિ ઇન્દ્રિયો જોવાનું કે સાંભળવાનું બંધ કરી દે તો પણ અબાધ્ય એટલે જેને કદી પણ બાદ કરી શકાય નહીં એવો આત્માનો અનુભવ છે; અને તે જ જીવનું સ્વરૂપ છે. જ્ઞાન ગુણ આત્માનો હોવાથી જ્યારે તે આત્મા શરીરમાંથી બહાર નીક્ળી જાય ત્યારે તે શરીર મડદું બની જાય છે. પછી મડદું કંઈ પણ જાણી શકતું નથી. ।।૩૨।।
બુદ્ધિપૂર્વક જો ક્રિયા, ૫૨ દે દેખાતી રે, દેહે પર ઠેઠે આત્મા તણી સિદ્ધિ તેથી થાતી રે પ્રભુ
અર્થ :— જ્ઞાનગુણથી જેમ પોતાના શરીરમાં આત્માની સિદ્ધિ થાય છે તેમ બીજાના દેહમાં પણ બુદ્ધિપૂર્વકની ક્રિયા જોવામાં આવે છે. તેથી તેના દેહમાં પણ તેવો જ આત્મા છે એમ અનુમાન જ્ઞાનથી સિદ્ધ થાય છે. ।।૩।।
બાળ મટી āવા બની, વૃદ્ધ થતા જે રીતે રે, મરણ પછી જન્માંતરે જાય જીવ તે રીતે રે. પ્રભુ