________________
(૯૬) પારમાર્થિક સન્ય
“અનુભવવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ અનુભવ્યા વિના અને ઇંદ્રિયથી જાણવા યોગ્ય પદાર્થનું સ્વરૂપ જાણ્યા વિના ઉપદેશ કરવો તે પણ અસત્ય જાણવું. તો પછી તપપ્રમુખ માનાદિની ભાવનાથી કરી, આત્મતિાર્થ કરવા જેવો દેખાવ, તે અસત્ય હોય જ એમ જાણવું,'' (વ.પૂ.૬૭) ||૩૨||
અખંડ સમ્યગ્દર્શને સંપૂર્ણ બોલી શકાતા રે, પરમાર્થ-સત્ય-શબ્દ સૌ અસંગતા સમજાતાં રે. સદ્ગુરુના
અર્થ :— અખંડ સમ્યગ્દર્શન આવ્યે આત્માનું અસંગપણું સમજાતાં સંપૂર્ણ ૫રમાર્થ સત્ય ભાષા બોલી શકાય. “અખંડ સમ્યગ્દર્શન આવે તો જ સંપૂર્ણપણે પરમાર્થસત્ય વચન બોલી શકાય; એટલે કે તો જ આત્મામાંથી અન્ય પદાર્થ ભિન્નપણે ઉપયોગમાં લઈ વચનની પ્રવૃત્તિ થઈ શકે.” (પૃ.૭૬) ૩૩|| ભિન્નપણે ઉપયોગની જાગૃતિસહ ઉચ્ચારે રે
પરપદાર્થના શબ્દ, તો પરમાર્થ સત્ય આકારે રે. સદ્ગુરુના
૪૩૫
=
અર્થ :— પરપદાર્થ મારાથી સાવ ભિન્ન છે. એમ ઉપયોગની જાગૃતિ સાથે પરપદાર્થ સંબંથી શબ્દો ઉચ્ચારે, તો તે પરમાર્થ સત્યના આકારને ધારણ કરે છે. ।।૩૪।।
મુનિ અને ઉપાસકો ૫રમાર્થસત્યના લશે રે,
મહાવ્રતી કે દેશી વ્રતી છે વ્યવહારનય પક્ષે રે. સદ્ગુરુના
=
અર્થ – મુનિ અને બીજા ઉપાસકો પરમાર્થસત્યના લક્ષપૂર્વક આરાધના કરે છે. તેમાં વ્યવહારનયના પક્ષથી જોતાં કોઈ મહાવ્રતી મુનિ છે અને કોઈ દેશવ્રતી શ્રાવક છે. જેના આત્મોપયોગમાં પરમાર્થસત્યની ઘારા અખંડપણે રહે તે મુનિવેષ વિના પણ મુનિ છે, અને જેને આત્મોપયોગનું ભાન નથી તે મુનિ વેષ હોવા છતાં પણ અમુનિ છે; અર્થાત્ શુદ્ઘ ઉપયોગમાં જે ૨મણતા કરે તે જ સાધુ અને તે જ ભાવમુનિ છે. કેમકે ઉપયોગ એ જ સાધના છે. ઉપયોગ એ જ ધર્મ છે. ॥૩૫॥
સત્ય વિષે ઉપદેશ આ, સૌ વારંવાર વિચારો રે,
યથાશક્તિએ તે ક્રમે નરભવ-સાર્થકતા ઘારો રે. સદ્ગુરુના
અર્થ – સત્ય વિષેનો આ ઉપદેશ કર્યો, તેનો સૌ વારંવાર વિચાર કરો. તથા યથાશક્તિએ ક્રમપૂર્વક વ્યવહા૨સત્ય અને પરમાર્થસત્યના પંથે ચાલી આ અમૂલ્ય નરભવ સાર્થક કરવાનો અવશ્ય પ્રયત્ન કરો. “આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે.” (૦.૧.૬૭) ||૩૬
વ્યવહારસત્ય વિના પરમાર્થસત્ય આવે નહીં અને પરમાર્થસત્ય આવ્યા વિના યથાર્થ આત્મભાવના થઈ શકે નહીં. આત્મભાવના ભાવ્યા વિના કેવળજ્ઞાન ઊપજે નહીં. અને કેવળજ્ઞાન પામ્યા વિના જીવનો મોક્ષ થાય નહીં. માટે સદૈવ આતમ ભાવના ભાવવા યોગ્ય છે. ‘આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળજ્ઞાન રે જ્યારે દેહની ભાવના ભાવતાં જીવ સંસારને વધારે છે. હું દેહાદિસ્વરૂપ છું, દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા છે એવી ભાવના ભાવવાથી જીવનો રાગભાવ વધી જઈ સંસારની વૃદ્ધિ કરે છે. જ્યારે તેથી વિપરીત આત્મભાવના ભાવવાથી આત્મામાં આત્મબુદ્ધિ થઈ, પરપદાર્થ પ્રત્યેનો રાગભાવ ઘટે છે. ક્રમે