________________
૪૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ગણાય છે. તે મુનિપણાને અતિચાર રહિત અખંડપણે ટકાવી રાખે છે. “રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું.” (વ.પૃ.૬૭૬) ૨૬ાા
અતિ ઉત્કૃષ્ટ વિચારથી ફરી ફરી વિચારી રે,
ટાળી મોહનીય કર્મનો સંબંઘ, સ્થિરતા ઘારી રે. સગુરુના અર્થ - પ્રભુ મહાવીરે અતિ ઉત્કૃષ્ટ વિચારબળે ફરી ફરી વિચારીને મોહનીયકર્મનો સંબંધ આત્મામાંથી ટાળી દઈ સ્વરૂપમાં શાશ્વત સ્થિરતાને ઘારણ કરી. રા.
કેવળ દર્શન-જ્ઞાન તે અંતે અહો ! ઉપજાવે રે,
પરમાર્થ સત્યકૅપ દેશના દેતા ભવ્યોને ભાવે રે. સગુરુના અર્થ :- અહો! અંતે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટાવી, પરમાર્થ સત્યરૂપ દેશના આપતાં પ્રભુ મહાવીર ભવ્યોને બહુ ગમી ગયા. ૨૮
આત્મા જો ઘારે બોલવા સત્ય, નથી એ ભારે રે,
ભાષા સત્ય ઘણાખરા બોલે સજ્જન વ્યવહારે રે. સદ્ગુરુના અર્થ :- આત્મા જો સત્ય બોલવા ઘારે તો તે કંઈ નહીં બનવા યોગ્ય ભારે કામ નથી. સત્ય ભાષા તો વ્યવહારમાં ઘણા ખરા સજ્જનો બોલે છે. “આત્મા ઘારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી. વ્યવહાર સત્યભાષા ઘણી વાર બોલવામાં આવે છે, પણ પરમાર્થસત્ય બોલવામાં આવ્યું નથી; માટે આ જીવનું ભવભ્રમણ મટતું નથી.” (વ.પૃ.૬૭૬) /૨૯ાાં
પરમાર્થથી સત્ય તો નથી હજી સુથી ય બોલાયું રે,
ભવે ભ્રમણ તેથી ટક્યું; હજીં નથી મમત્વ ભુલાયું રે. સગુરુના અર્થ :- પરમાર્થથી સત્યભાષા હજી સુધી બોલાઈ નથી. તેથી ભવોમાં ભ્રમણ કરવાનું હજુ ટકી રહ્યું છે. કેમકે હજી સુધી અંતરથી પર પદાર્થ પ્રત્યેનો મમત્વભાવ ભુલાયો નથી, અર્થાત્ મારાપણું હજુ એમને એમ ચાલ્યું આવે છે. ૩૦
માયાના પાયા ગણો અસત્ય વચન-પ્રપંચો રે,
વિશ્વાસઘાત કરે અરે! વળી ખોટા દસ્તાવેજો રે. સદ્દગુરુના અર્થ - માયા કપટના પાયા એટલે આઘારરૂપ આ અસત્ય વચનવડે બઘા પ્રપંચો થાય છે. કેમકે અસત્ય બોલ્યા વિના માયા થતી નથી. અરે! માયાવી લોકો કોઈનો વિશ્વાસઘાત કરી દે અથવા ખોટાં દસ્તાવેજો બનાવી બીજાને દુઃખી કરતા પણ અચકાતા નથી.
અસત્ય બોલ્યા વિના માયા થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરવો તેનો પણ અસત્યમાં સમાવેશ થાય છે. ખોટા દસ્તાવેજો કરવા તે પણ અસત્ય જાણવું.” (વ.પૃ.૬૭૬) //૩૧|
માનાર્થે તપ આદરે, દર્શાવે આત્મ-હિતાર્થે રે,
એ સૌ અસત્યમાં ગણો, કર્દી ન ગણાય આત્માર્થે રે. સદગુરુના અર્થ - માન મોટાઈ મેળવવા તપ કરે અને બીજાને આત્માર્થે કરું છું એમ દર્શાવે; એ સૌ જૂઠ પ્રપંચો અસત્યમાં ગણાય છે. એ કદી આત્માર્થે ગણાય નહીં.