________________
૪૩૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કરી રાગદ્વેષ ઘટવાથી, તે ક્ષય થઈ કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પામ્યાથી શાશ્વત સુખસ્વરૂપ એવા મોક્ષને જીવ પામે છે. માટે સર્વ સુખના મૂળ કારણભૂત એવી આત્મભાવનાને સમજી તેની ઉપાસના કેમ કરવી તેનું માર્ગદર્શન આ પાઠમાં આપવામાં આવે છે –
આત્મ-ભાવના
(છંદ-આખ્યાનકી વા ભદ્રાવૃત્ત : ઉપજાતિનો ભેદ)
શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદું, અનાથ (મુમુક્ષ) ના જે પરમાર્થ-બં;
આ યુગમાં જે પ્રગટાવનારા, યથાર્થ શુદ્ધાત્મ-વિચાર-થારા. ૧ અર્થ :- શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું પ્રણામ કરું છું કે જે પરમાર્થે અનાથ એવા જીવને અથવા મુમુક્ષુ જીવને આત્માર્થ પમાડવા માટે બંધુ એટલે મિત્ર જેવા છે. આ કળિયુગમાં જ્યાં મોક્ષમાર્ગ બહુ લોપ થઈ ગયો છે તેવા કાળમાં પણ યથાર્થ શુદ્ધાત્મ-વિચારધારાને પ્રગટાવનારા છે. તેના
સંતાન જે મોહ-મલિનતાનાં, કષાય-અજ્ઞાન હવે જવાનાં;
ચૈતન્યમૂર્તિ પ્રભુ શુદ્ધતાની, રહે ઉરે તો ભીતિ હોય શાની? ૨ અર્થ - જગતમાં આત્મવિચારધારા પ્રગટ થવાથી મોહરૂપી મલિનતાના સંતાન જેવા આ કષાયભાવો કે અજ્ઞાન, તે હવે જે પુરુષાર્થ કરશે તેના અવશ્ય નાશ પામશે. જેના હૃદયમાં શુદ્ધતાની ચૈતન્યમૂર્તિ એવા પરમકૃપાળુદેવનો નિવાસ છે તેને હવે ભવભય શાનો હોય? તે મુક્તિના પંથે ચઢી જશે. રા.
આત્મ-સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન, સુખી, અમોહી,
નિબંધ, અસ્કૃષ્ટ, અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જ વાળો. ૩ અર્થ :- શુદ્ધ આત્મસ્વભાવમાં કોઈ વિકલ્પ નથી. તે શુદ્ધાત્મા વિભાવભાવોથી જુદો છે, સદા સુખી છે, રાગદ્વેષના મોહભાવોથી રહિત અમોહી છે. કમથી બંધાયેલો નથી પણ અબદ્ધ છે, કમોંથી સ્પર્ધાયેલો નથી માટે અસ્કૃષ્ટ છે. પોતાના જ સ્વરૂપમાં રમનારો હોવાથી અનન્ય એટલે બીજારૂપે નથી. તે શુદ્ધાત્મા નિશ્ચયનયે ચારિત્રગુણવાળો હોવાથી સદા સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવાના સ્વભાવવાળો છે. હા
સંયોગ ના મોહ-મલિનતાનો, રહે અસંયુક્તપણે, પ્રમાણો;
દ્રષ્ટાંત અંબુજ-જળ વિચારું, ન બંઘ કે સ્પર્શ, જળે ય ન્યારું. ૪ અર્થ :- આત્મા સાથે મોહરૂપી મલિનતાનો સંબંઘ અસંયુક્તપણે એટલે એકમેકપણે નથી, પણ જળકમળવત્ છે. એ વાતને દ્રષ્ટાંતથી સમજી પ્રમાણભૂત માનો. અંબુજ એટલે કમળ, જે જળમાં જ રહેવા છતાં જળથી બંધાયેલ નથી કે જળથી સ્પર્શાયેલું પણ નથી. તે સદા જળથી ન્યારું રહે છે. //૪
દેખાય નિત્યે જળમાં રહેલું, સદાય કોરું રવિ તેજ-ઘેલું;
માટી તણાં વાસણ ભિન્ન તો યે, દરેક છે માટી રૂપે જ જો એ. ૫ અર્થ - કમળ હમેશાં જળમાં રહેલું દેખાય છે છતાં સદાય તે જળથી કોરું રહે છે, ભિજતુ નથી.