________________
૫૯૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ગયાં વર્ષો સર્વે, પલક સમ સત્સંગતિ-સુખે,
રહેલાં થોડાં તે, યુગ સમ વિયોગે, વળી દુખે. ૯ અર્થ – બાકીના ઘણા ફૂલો ભૂમિ ઉપર વેરાતાં તે ભૂમિને સુગંધિત બનાવે છે. તેમ મુમુક્ષજીવના ઉત્તમ ભાવો પુરુષના સમાગમ નિમિત્તે વિશેષ સુશોભિત બને છે. અને તે સુંદર આત્મભાવોથી, ઘણા વર્ષો આનંદ સાથે પસાર થાય છે. તેમ પૂ.શ્રી બ્રહ્મચારીજી કહે છે કે પ.પૂ.પ્રભુશ્રીજી સાથે સત્સંગતિમાં જે સર્વે વર્ષો ગયા તે આંખના પલકારા સમાન સુખપૂર્વક વ્યતીત થયા. પણ પ.પૂ.પ્રભુશ્રીજીના દેહાવસાન પછીનો થોડો કાળ પણ તેમના વિયોગે અંતરના દુઃખસહિત યુગ (બાર વર્ષ) સમાન વ્યતીત થયો.
વ્યવસ્થા યોજેલી પરમ ગુરુએ જોઈ કરને, સુલક્ષે વિતાવા સમય, ગુણ-આઘાર ઘરીને, ગ્રહી સુસંતોનાં વર કુસુમ, માળા પૅરી કરી,
યશસ્વી સુયોગી મુનિવરની ઉરે સ્મૃતિ ઇરી. ૧૦ અર્થ – પછી પરમગુરુ પરમકૃપાળુદેવના “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૯૪૬માં “પ્રજ્ઞાવબોઘ'ના ૧૦૮ પાઠની સંકલનારૂપે યોજેલી વ્યવસ્થાને જોઈ, સમયને આત્મલક્ષપૂર્વક વિતાવા અર્થે, તથા ગુણો પ્રગટ કરવાના આઘારરૂપ આ પ્રજ્ઞાવબોઘની સંકલનાને જાણી, તે સંબંઘી લખવાની શરૂઆત કરી. તેના માટે મહાપુરુષોના વર એટલે ઉત્તમ વચનો અને જીવન ચરિત્રોરૂપ પુષ્પોને ગ્રહણ કરી તથા યશસ્વી, સાચા યોગી મુનિવરશ્રી પ.પૂ.પ્રભુશ્રીજીની સ્મૃતિને હૃદયમાં ઘારણ કરીને, આ “પ્રજ્ઞાવબોઘ'ના ૧૦૮ પાઠરૂપ પુષ્પોની માળાને ગૂંથી પૂર્ણ કરી છે.
દીસે દોષો જો ત્યાં અરસિક મને જાણી લૅલજો, સુઘારી સભાવે, નિજ રસિકતામાં જ ફેલજો; વઘે ભાવો તેવી મદદ મળતાં, સંત જનના
ગણો ગુણો એવી વિનતિ મુજ માનો ગુણજના. ૧૧ અર્થ :- જો આ ગ્રંથમાં કોઈ દોષો દેખાય તો મને કાવ્યરસનો અરસિક જાણીને તે દોષોને ભૂલી જજો. અને સદ્ભાવથી તે ભૂલો સુધારી પોતાની આત્મરસિકતામાં જ મગ્ન બનજો. વળી આ ગ્રંથથી તમારા ભાવોની શુદ્ધિ કરવામાં જો મદદ મળે તો તે સંતપુરુષોના ગુણો જાણજો કેમકે તેમનાથી જ હું આ બધું સમજ્યો છું એવી મારી વિનતિને ગુણીજનો માન્ય કરજો.
કરી રંગોળીથી નિયમિત સુશોભિત રચના, રચી પંક્તિ ભાણાં, વિધિસર મૅકેલાં પીરસવાં, રસોડેથી લાવી રસવત રૂંડી યોગ્ય સમયે,
ન તેમાં મોટાઈ; રસિકજનના પુણ્ય-ઉદયે. ૧૨ અર્થ :- જેમ કોઈએ રંગોળીથી નિયમિત એટલે યથાયોગ્ય સુશોભિત રચના કરીને જમવા માટે વિધિસર એટલે વ્યવસ્થિત ભાણાઓની પંક્તિ ગોઠવી હોય. તેમાં પીરસવા માટે રસોડેથી ગમતી રસપૂર્ણ રસોઈ લાવીને જમવાના યોગ્ય સમયે કોઈ પીરસે, તો તેમાં પીરસનારની મોટાઈ નથી. તે રસોઈ તો