________________
(૧૦૮) પૂર્ણકાલિકા મંગલ
૫૯૭
જમનારા રસિકજનના પુણ્ય-ઉદયે બની છે. પીરસનારે તો માત્ર તે લાવીને પીરસી છે.
દઘેલા સોનાની કનક-ઘડનારા ઘડી કરેરૃપાળી માળા, ત્યાં વિવિઘ પ સોનું નિજ ઘરે. ગણાતી મોંઘી તે, કનક-ગણના ચોકસી ગણે
ઘડેલા ઘાટો કે લગડીરૃપ તે એક જ ભણે. ૧૩ વળી પોતાનો લધુત્વભાવ પૂ.શ્રી બ્રહ્મચારીજી વ્યક્ત કરે છે :
અર્થ - કનક એટલે સોનાને ઘડનાર એવા સોનીને સોનું આપતાં, તેમાંથી તેને ઘડીને રૂપાળી માળા બનાવવાથી તે સોનું વિવિઘરૂપને ધારણ કરે છે. પછી તે માળા લોકોની દ્રષ્ટિમાં મોંઘી ગણાય છે. પણ સોનાની પરીક્ષા કરનાર ચોકસી તો તે સોનાના ઘડેલા ઘાટો હોય કે લગડીરૂપે હોય બન્નેને એક જ ગણે છે. ચોકસીની દ્રષ્ટિ તો તે હારમાં કે લગડીમાં, સોનું કેટલા ટકા છે તેના ઉપર હોય છે. કેમકે તેમાં સોનાની કેટલી શુદ્ધતા છે તેની કિંમત છે, ઘાટની નથી. તેમ જ્ઞાની પુરુષોના સોના જેવા વચનોને મેં માત્ર કવિતારૂપે ઘાટ આપ્યો છે. તેથી કિંમત જ્ઞાની પુરુષોના વચનોની છે, મારી નથી.
ગણું, “પ્રજ્ઞા-માળા” સુજન-રસ-દાતા કર્દી બનીમહંતોની વાણી અચૂંક ફળ દેનાર જ ગુણી; મહંતોની સેવા સફળ સઘળે સુજ્ઞ સમજે,
કરે સેવા તે સૌ લઘુ બન અહંતા નિજ તજે. ૧૪ અર્થ:- માનો કે આ “પ્રજ્ઞાવબોઘ' રૂપ ૧૦૮ મણકાની માળા સજ્જનપુરુષોને કદી રસ ઉપજાવનાર બની; તો તે મહાપુરુષોની વાણીનો જ પ્રતાપ છે. તેમની વાણી ગુણીજનોને અચૂક ફળ આપનાર છે. તેમજ મહાપુરુષોની સેવા કરવાનું ફળ પણ સર્વત્ર અવશ્ય મળે છે; એમ સુજ્ઞ એટલે સજ્જન પુરુષો જાણે છે. તેમ મને પણ જો સફળતા મળી હોય તો તે મહાપુરુષોની સેવાનું જ ફળ છે. અને જે મહાપુરુષોની સેવા કરે તે સૌ લઘુ બની પોતાના અહંકારનો ત્યાગ કરે છે.
ખરી રીતે જોતાં, નથી મુજ જરા ગ્રંથ-ભરમાં, ભલે સોનેરી કે મનહર, સુવણે પ્રસરતાંહશે તેમાં વાક્યો, મઘુર રવ-વાળી સુરચના;
લખે લેખિની તે જડ, સમજતી ના જીંવ વિના. ૧૫ અર્થ - ખરી રીતે જોતાં આ પૂરા ગ્રંથમાં મારું જરા પણ કાંઈ નથી. ભલે તમને આ ગ્રંથ સોનેરી લાગે કે મનને હરણ કરનાર મનોહર જણાય કે સુવણે પ્રસરતાં એટલે જાણે ગ્રંથના વાક્યોમાં સોનુ પથરાયેલું હોય એમ લાગે કે તમને સુંદર છંદો સહિત મધુર રવ એટલે અવાજવાળી આ સમ્યક્ કાવ્ય રચના જણાય. પણ એ સર્વ ગ્રંથને લખનાર તે લેખિની એટલે કલમ છે. અને તે તો પુદગલની બનેલી જડ છે. તેમાં જીવ નથી. જીવ વિના તે કંઈ સમજતી નથી.
લખેલું તેનું સૌ, જડ-જનિત, મારું નહિ બને, રહું હું ચૈતન્ય, પરામરસ-આનંદિત મને.