________________
(૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭
૫ ૬૭
અર્થ :- હવે પુત્ર, મિત્ર, લલના એટલે સ્ત્રી તથા લક્ષ્મીને મારા માનવા નથી. હું એનો નહીં; એ મારા નહીં. અન્યત્વ ભાવના ચિંતવવાથી એ સર્વે મારાથી ન્યારા જણાય છે. ૬૪
પુણ્યાદિ સાથી જે પામ્યો, તેમાં કશું ન મારું,
મારાપણું જો ના મૂક્યું તો ફળ નહિ આવે સારું રે. પ્રભુજી અર્થ - પુણ્યાદિના કારણો ઉપાસવાથી જે આ રિદ્ધિ સિદ્ધિ હું પામ્યો છું, તેમાં કશુંય મારું નથી. જો હવે પણ આ પદાર્થોમાં મારાપણું ન મૂક્યું તો તેનું ફળ સારું આવશે નહીં, અર્થાત્ માઠી ગતિનું કારણ થઈ પડશે. ૬૫ા
રૌદ્ર નરકનો ભોક્તા કરવા નથી મારા આત્માને;
હ પણ જો ના ચતું હું તો, મળ્યો ન પરમાત્માને રે. પ્રભુજી અર્થ - મારા આત્માને રૌદ્ર એટલે ભયંકર એવી નરકનો ભોક્તા કરવો નથી. હજી પણ જો હું ના ચેતું તો પરમાત્મા શ્રી ઋષભદેવને હું મળ્યો જ નથી એમ માનીશ. ૬૬ાા.
સેંસઠ ગ્લાધ્ય જનોમાંનો હું, પ્રભુતા પ્રાપ્ત ગુમાવું,
શરમાવા જેવું તે જેવું - જગમાં શું? ઉર લાવું રે. પ્રભુજી અર્થ - ત્રેસઠ ગ્લાધ્ય એટલે પ્રશંસા કરવાલાયક એવા પુરુષોમાંનો હું એક છું. મને જે પ્રભુતા પ્રાપ્ત થઈ છે તેને ખોઈ બેસવા જેવું કરું છું. આથી વિશેષ જગતમાં શરમાવા જેવું બીજું શું છે? એ વાતને હું હૃદયમાં લાવી વિચાર કરું. કશા
એ પુત્રો પ્રમદા, એ વૈભવ, નહિ સુખનાં દેનારાં,
કોઈ ઉપર અનુરાગ ન રાખું; મારાં નથી થનારાં રે. પ્રભુજી અર્થ - એ પુત્રો, પ્રમદા એટલે સુંદર સ્ત્રીઓ તથા વૈભવ એ ખરા સુખના દેનારા નથી. માટે કોઈ ઉપર હવે અનુરાગ રાખું નહીં. એ મારા કોઈ કાળે થનારા નથી. ૬૮.
મુક્તિફળ દેનારાં તપને તપતા તે વિવેકી,
તત્ત્વવેદી ફળ તનનું પામે, ઘન્ય! મુનિવર ટેકી રે.” પ્રભુજી અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈ મુક્તિફળને આપનાર એવા તપને તપતા મુનિવરો જ ખરા વિવેકી છે. જે આ શરીર મળ્યાનું ફળ આત્મતત્ત્વનું વેદન પામે છે. એવા ટેકી એટલે શ્રદ્ધાવાળા મુનિવરોને ઘન્ય છે. ૬લા.
મમતા-સાંકળ તૂટી ત્યાં તો શ્રેણી નિર્મળતાની
ચઢતા શ્રી ભરતેશ્વર ભૂપતિ, બનતા કેવળજ્ઞાની રે. પ્રભુજી અર્થ - મનમાંથી મોહ મમતાની સાંકળ તૂટી કે શીધ્ર નિર્મળ એવી ક્ષપણ શ્રેણી પર આરૂઢ થઈ શુક્લધ્યાનને પામી, સર્વ ઘાતીયાકર્મનો ક્ષય કરી. શ્રી ભરતેશ્વર ભૂપતિ કેવળજ્ઞાનને પામ્યા. ૭૦ના
આસન ઇન્દ્ર તણું કંપ્યાથી, અવધિજ્ઞાને જાણે : ભરત ભૂપતિ થયા કેવળી, વિચરે ઉદય પ્રમાણે રે.” પ્રભુજી