SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ૬૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ :- ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. તેથી અવધિજ્ઞાને જાણ્યું કે ભરતરાજા કેવળજ્ઞાની થયા છે, અને ઉદય પ્રમાણે વિચરે છે. II૭૧ાા સ્તવે ઇન્દ્ર આવીને ભાવે : “ઘન્ય! કેવળી જ્ઞાની, પિતા સમ જગને ઉપકારક, અહો! નિરભિમાની રે. પ્રભુજી, અર્થ - ઇન્દ્ર ત્યાં આવી ભાવથી સ્તવના કરતાં કહ્યું છે કેવળજ્ઞાની! આપને ઘન્ય છે. પિતા શ્રી ઋષભદેવ સમાન આપ પણ અહો! નિરભિમાની, જગત જીવોનું કલ્યાણ કરવા માટે હવે ઉપકારક બન્યા છો. II૭૨ાા જ્ઞાન પરમ પામ્યા તપ વિના, ગૂઢ તપસ્યા-ઘારી, ઇન્દ્રપદ-સંતાપ શમાવવા, સેવા મેં સ્વીકારી રે. પ્રભુજી અર્થ – હે અંતરંગ ગૂઢ તપસ્યા-ઘારી! આપ બાહ્ય તપ કર્યા વિના પરમ એટલે ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનને પામ્યા. આ મારી ઇન્દ્રપદની ઉપાથિના સંતાપને શમાવવા હું આપની સેવામાં હાજર થયો છું. પરમકૃપાળુદેવ પણ એવા અંતરંગ ગૂઢ તપશ્ચર્યાના ઘારક હતા. //૭૩ના ચરણ-કમળમાં ચિત્ત રહો, પ્રભુ, વિષય-વાસના ટાળો, હરી કષાય-કલંક હવે ઝટ, જન્મ-મરણ મુજ વાળો રે. પ્રભુજી અર્થ - હે પ્રભુ! આપના ચરણકમળમાં મારું ચિત્ત સદાય રહો. મારી વિષય-વાસના ટાળો. કષાયરૂપી કલંકને હવે ઝટ હરી લઈ મારા જન્મમરણને બાળી નાખો. ૭૪ રાજ્ય પિતા પાસેથી પામી, વૃદ્ધિ કરી દીપાવ્યું, તેમ જ કાળ યથાર્થ પાકતાં, કેવળ જ્ઞાને આવ્યું રે. પ્રભુજી અર્થ - પિતાશ્રી ઋષભદેવ પાસેથી રાજ્ય પામી, તેની વૃદ્ધિ કરી દીપાવ્યું. તેમ જ યથાર્થ કાળ પાકતાં કેવળજ્ઞાન પણ આવી મળ્યું. II૭૫ાા ઘર્મ-વારસો હવે દીપાવો, સહજ સ્વભાવી સ્વામી, અત્યુત્તમ ઉપદેશે અમને ન્દવરાવો, નિષ્કામી રે.” પ્રભુજી અર્થ - હે સહજ સ્વભાવી સ્વામી! પિતાશ્રી ઋષભ પ્રભુના ઘર્મ વારસાને હવે દીપાવો. હે નિષ્કામી! અતિ ઉત્તમ ઉપદેશ આપી અમને પણ સમતારસમાં સ્નાન કરાવો. II૭૬ના સહજ સ્વભાવે ભરત-કેવળી નિર્મમતા ઉપદેશે, સમતા-રસ બહુ જીવો ચાખે, જીવન નવું પ્રવેશે રે. પ્રભુજી. અર્થ :- સહજ સ્વભાવે કેવળી એવા શ્રી ભરતેશ્વરે મમત્વરહિત થવાનો ઉપદેશ આપ્યો. જેથી ઘણા જીવોએ સમતારસને ચાખ્યો અને જાણે નવું જીવન આવ્યું હોય એવો અનુભવ થયો. II૭થા. ગ્રામ, નગર, પુર, પાટણ ફરતાં અષ્ટાપદ પર આવે, વૈરાગ્યે ભરપૂર કરીને શ્રોતાને સમજાવે રે. પ્રભુજી અર્થ :- ઋષભસ્વામીની જેમ કેવળી થયેલા ભરતમુનિ; ગ્રામ, નગર, પુર, પાટણ વગેરેમાં
SR No.009279
Book TitlePragnav Bodh Part 02 - Pages From 417 to 623
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages207
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy