________________
૫ ૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- આ કાયા મારી કદી પણ થતી નથી, તો મારે પણ એના થવું ઉચિત નથી. આ કાયા મારી છે, મારી છે, એમ કરતાં મરી જાઉં છું, છતાં તે મારી થતી નથી. અને અંતે તેને અહીં જ મૂકીને જવું પડે છે. પણ
જ્યારે મારી નહિ એ ત્યારે હું એનો નહિ, ઘારું;
વિવેકબુદ્ધિ એમ કહે છે, દૃઢતા કરી વિચારું રે. પ્રભુજી અર્થ - જ્યારે આ કાયા મારી નહીં ત્યારે હું પણ એનો નહીં એ વાતને મનમાં ઘારી રાખું. હિતાહિતના ભાનવાળી વિવેકબુદ્ધિ એમ કહે છે. માટે એ વાતને મનમાં દ્રઢ કરી તેના ઉપર ખૂબ વિચાર કરું. ||૫૮
જગમાં જે પર અતુલ્ય પ્રીતિ, તે ના નીકળી મારી,
તો પરની કાયા પર માયા, ભ્રાન્તિની બીમારી રે. પ્રભુજી અર્થ :- જગતમાં જે ઉપર અમાપ પ્રેમ છે એવી કાયા પણ જ્યારે મારી થઈ નહીં, તો પરની કાયા ઉપર મોહ કરવો તે તો ખરેખર આત્મભ્રાંતિની બીમારીને જ વધારનાર છે, અર્થાતુ દેહાધ્યાસને ગાઢ કરનાર છે. //પલા.
અહો! બહું હું બૅલી ગયો આ મોહ-મદિરા-છાકે,
શા શા મેં સંબંધો બાંધ્યા? માથે મૃત્યુ તાકે રે. પ્રભુજી અર્થ - અહો! આ મોહરૂપી મદિરાના છાકે અર્થાત્ નશામાં હું બધું ભૂલી ગયો. મેં કેવા કેવા સંબંધો બાંધ્યા; જ્યારે માથે તો મૃત્યુ તાકી રહ્યું છે. //૬olી.
અહો! કેટલીય યુવતી-સંખ્યા, સંખ્યાબંઘ તનુજો,
અઢળક લક્ષ્મી, અસંખ્ય વૈભવ, રાજ્ય છ ખંડ તણું જો રે. પ્રભુજી અર્થ - અહો! સ્ત્રીઓની સંખ્યા કેટલી, સંખ્યાબંધ તનુજો એટલે પુત્રો, અઢળક લક્ષ્મી, અસંખ્ય વૈભવ તથા છ ખંડનું રાજ્ય; કેટલી બધી ઉપાધિ ભોગવું છું. એમ ભરત ચક્રવર્તી વિચારે છે. ૬૧ાા
લેશ માત્ર મારું નહિ એમાં, ભોગવતો કાયાથી,
તે કાયા ના મારી ઠરી તો, સર્યું સર્વ માયાથી રે. પ્રભુજી અર્થ:- ઉપરોક્ત સ્ત્રી, પુત્રાદિ સર્વ વસ્તુઓમાં લેશ માત્ર મારું નથી. એને જે કાયાથી ભોગવું છું તે કાયા પણ મારી ઠરી નહીં તો આ સર્વ માયામોહના સાધનોથી હવે મારે સર્યું. મારે એમાનું કાંઈ જોઈએ નહીં. કરા.
સૌને માથે મરણ નિહાળું, વિયોગ નજરે તરતો,
નદીનાવ-સંયોગ સમું સૌ, મોહે મારું કરતો રે. પ્રભુજી, અર્થ :- સૌને માથે મરણ છે, એ જોઈ રહ્યો છું. તેથી સર્વનો વિયોગ થવાનો છે એ નજર આગળ તરે છે. આ બધા સંબંધો, નદી પાર કરવા માટે જુદા જુદા દેશના વ્યક્તિઓનો થોડી વાર માટે જેમ નાવમાં સંયોગ થાય તેના સમાન છે. છતાં મોહથી જીવ તેને મારા માને છે. I૬૩
પુત્ર મિત્ર લલના લક્ષ્મીને, નથી માનવા મારાં, હું એનો નહિ, એ મારાં નહિ; લાગે સર્વે ન્યારાં રે. પ્રભુજી