________________
૫૪૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
રાજ્ય મેળવવા અર્થે યુદ્ધ ભૂમિને રુધિર એટલે લોહીથી પૂરી દે એવા કામ કરી અંતે મરીને અમુત્ર એટલે પરલોકે જઈ નરક નિગોદાદિમાં પડી અનંતદુઃખને સહન કરે છે. [૪૧]
તાતે ત્યાગું રે જે દુઃખ જાણીને, તેમાં શું હોય સુખ?
મૃત્યુ-મુખે રે સકળ જગ આ પડ્યું, દેખે ના નિજ દુઃખ. જાગો અર્થ :- તાત એટલે પિતા શ્રી ઋષભ પ્રભુએ જે રાજ્યને દુઃખરૂપ જાણીને ત્યાગી દીધું. તેમાં શું સુખ હોઈ શકે. આ સઘળા જગતના લોકો મૃત્યુરૂપી મગરમચ્છના મુખમાં દેડકારૂપે પડેલા છે. મગરમચ્છ મોટું દબાવે કે ક્ષણમાં તેનું મૃત્યુ થઈ જશે; પણ એ મરણના દુ:ખનું એને ભાન નથી. ll૪રા
સ્વજન ન કોઈ રે અંતે બચાવશે, ન મંત્રી, પુરોહિત સૈન્ય,
પૃથ્વી-પાલો રે પૃથ્વી તજી ગયા, જ્યાં તૃષ્ણા ત્યાં દૈન્ય.” જાગો અર્થ - સ્વજન કહેવાતા સગા સંબંધીઓ, મંત્રી, પુરોહિત કે સેના અંતકાળે મરણથી કોઈ બચાવી શકશે નહીં. પૃથ્વીનું પાલન કરનારા રાજાઓ પણ તે પૃથ્વીને તજી ચાલ્યા ગયા. જ્યાં હૃદયમાં તૃષ્ણા છે ત્યાં જ દૈન્ય એટલે દીનતા, ગરીબાઈ અથવા લાચારપણું છે. માટે અંશ માત્ર કોઈ પણ પદાર્થની તૃષ્ણા રાખવા યોગ્ય નથી. જેટલી તૃષ્ણા વઘારે તેટલા જન્મમરણ પણ વધારે છે. ૪૩
એમ વિચારી રે પ્રગટ વદે હવેઃ “ખમાવું હું, હે!ભ્રાત,
અવિનય રોષે રે મેં બહુ આદર્યો, હું જઈ સેવું રે તાત.” જાગો અર્થ - એમ વિચારી હવે શ્રી બાહુબલિ પ્રગટરૂપે બોલ્યા : હે ભાઈ! હું તમને ખમાવું . મેં રોષ એટલે ગુસ્સામાં આવી તમારો બહુ અવિનય થાય એવું આચરણ કર્યું, તે યોગ્ય નથી. હવે હું પિતા ઋષભ પ્રભુ પાસે જઈ તેમની સેવા કરીશ. એ મારો આખરી નિર્ણય છે. ૪૪
નભથી વૃષ્ટિ રે ફરી દેવો કરે, વંદે સૌ એક સાથ,
ભરતેશ્વર તો રે આગ્રહ કરી કહે: “તમે થયા નૃપ-નાથ. જાગો અર્થ :- આકાશમાંથી દેવોએ આ સાંભળી ફરી પુષ્પ વૃષ્ટિ કરી. તથા સર્વ દેવોએ એક સાથે શ્રી બાહુબલિને નમસ્કાર કર્યા. ભરતેશ્વર પણ આગ્રહ કરી કહેવા લાગ્યા કે હે બાહુબલિ! તમે નૃપ-નાથ એટલે સર્વ રાજાઓના નાથ એવા ચક્રવર્તી નરેન્દ્ર થયા. ૪પાા.
હું તો હાર્યો રે સૌની સમક્ષ આ પરિભવ-દૂષિત રાજ્ય,
ન રુચે કરવું રે, ચક્રી તમે ખરા, ખમજો મુજ અપરાથ. જાગો. અર્થ :- હં તો સૌ પ્રજાજનની સમક્ષ હાર્યો. આ રાજ્ય આવું પરિભવ એટલે અપમાનકારી અને દૂષિત અર્થાત્ દોષ-દૂષણવાળું છે. આ રાજ્ય કરવું મને રુચતું નથી. તમે ખરા ચક્રવર્તી છો. માટે મારા કરેલા અપરાધની ક્ષમા કરજો. I૪૬ો.
પડતાં ઝીલ્યો રે કરુણા કરી તમે, નહિ તો મૃત્યુ જ થાત,
ચક્રાદિ ના રે રક્ષા કરી શકત, દ૬ ઑવન સાક્ષાત્. જાગો અર્થ - તમે મને કરુણા કરી આકાશમાંથી પડતા ઝીલ્યો. નહિં તો મારું મૃત્યુ જ થાત. આ ચક્રાદિ કાંઈ રક્ષા કરી શકતા નહીં. મને તમે ફરી સાક્ષાત્ નવજીવન આપ્યું છે. ૪ળા