________________
99
આગમસાર
jainology
ત્રીસમું અધ્યયન તપનું સ્વરૂપ આ અધ્યયનમાં તપના સ્વરૂપનું અને તેના ભેદાનભેદોનું વર્ણન છે.
જેવી રીતે મહાસરોવરમાં પાણી આવવાના માર્ગ બંધ કરી દેવાથી અને પાણીને બહાર કાઢતાં રહેવાથી તેમજ સૂર્યના તાપથી ક્રમશઃ પાણી સુકાઈ જતાં તેનું પાણી ખાલી કરી શકાય છે. તેવી રીતે શ્રમણોના સંપૂર્ણ નવા કર્મોનો અટકાવ થાય છે, પછી ઉતરોત્તર તપનું આચરણ કરતા રહેવાથી કરોડો ભવોના સંચિત્ત કરેલા કર્મો પણ ક્ષય થઈ જાય છે. અર્થાત્ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ અને રાત્રિભોજનથી સર્વથા નિવૃત્ત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુક્ત, કષાયોથી મુક્ત, જિતેન્દ્રિય, ત્રણ ગર્વ અને ત્રણ શલ્યથી રહિત મુનિ કર્મ આશ્રવથી પણ રહિત થઈ જાય છે.
અનશન આદિ છ પ્રકારના બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્ત સ્વાધ્યાય, ધ્યાન આદિ છ પ્રકારના આત્યંતર તપનું અધિકાધિક આચરણ કરવાથી મુનિ ક્રમશઃ કર્મોથી મુક્ત બની જાય છે. (૧) નવકારસી, પોરસી, નવી, આયંબિલ, કે ઉપવાસથી લઈને છ માસ સુધીનું તપ અને અન્ય અનેક શ્રેણી, પ્રતર આદિ તપ વગેરે ઇ–રિક અનશન તપ છે. સંથારો કરવો એ આજીવન અનશન છે. તે પણ શરીરના બાહ્ય પરિકર્મયુક્ત અને પરિકર્મ રહિત બંને પ્રકારનો હોય છે.(૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પર્યાયના ભેદથી ઉણોદરી તપના પાંચ પ્રકાર છે. ભૂખથી ઓછું ખાવું, દ્રવ્ય
અભિગ્રહ સંબંધિત છે.(૩) પેટી, અર્ધપેટી આદિ આઠ પ્રકારની ગોચરી અને સાત પ્રકારની પિંડેષણા તેમજ અન્ય અનેક પ્રકારના નિયમ–અભિગ્રહમાંથી કોઈપણ અભિગ્રહ કરીને ભિક્ષા માટે જવું એ ભિક્ષાચર્યા તપ છે. (૪) પાંચ વિનયમાંથી કોઈપણ એક અથવા અનેક વિષયનો ત્યાગ કરવો અથવા અનેક મનગમતા(પ્રિય) ખાદ્ય પદાર્થોનો ત્યાગ કરવો રસપરિત્યાગ તપ છે.(૫) વિરાસન આદિ અનેક કઠિન આસન કરવા, રાત્રિભર એક આસન કરવું, લોચ કરવો, પરીષહ વગેરે સહન કરવા; એ બધા કાયક્લેશ તપ છે.(૬) જંગલ, વૃક્ષ, પર્વત, સ્મશાન વગેરે એકાન્ત સ્થાનમાં આત્મલીન થઈને રહેવું, તેમજ કષાય, યોગ અને ઇન્દ્રિય-વિષયોનો ત્યાગ કરવો પ્રતિસલીનતા તપ છે.(૭) દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી યથાયોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરવો, પ્રાયશ્ચિત્ત તપ છે.(૮) ઊભા થવું, આસન આપવું, હાથ જોડીને મસ્તક નમાવવું આદિ ગુરુ ભક્તિ અને ભાવ સુશ્રુષા કરવી વિનય તપ છે.(૯) આચાર્ય, વિર, રોગી, નવદીક્ષિત આદિ દશવિધ શ્રમણોની યથાશક્તિ સેવા કરવી વૈયાવચ્ચ તપ છે. (૧૦) સ્વાધ્યાય-૧. નવાં-નવાં સૂત્રો અને શાસ્ત્રોના મૂળ અને અર્થની વાચના લેવી, તેમને કંઠસ્થ કરવા, ૨. શંકાઓને પૂછીને સમાધાન કરવું ૩. શીખેલા જ્ઞાનનું પુનરાવર્તન કરવું. ૪. અનુપ્રેક્ષા કરવી, પ. ધર્મનો ઉપદેશ આપવો વગેરે સ્વાધ્યાય તપ છે. (૧૧) આત્મસ્વરૂપનું એકત્વ, અન્યત્વ, અશરણ આદિ ભાવનાઓનું, લોકના સ્વરૂપનું, એકાગ્રચિત્તથી આત્માનુલક્ષી સુક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન કરતાં-કરતાં તેમાં લીન થઈ જવું, તે ધ્યાન તપ છે. તે ધ્યાનમાં પ્રથમ અવસ્થા ધર્મધ્યાનરૂપ છે અને એકાગ્રતામાં આગળ વધીને, સાધક અતિ સૂક્ષ્મ ધ્યાન અવસ્થારૂપ શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરે છે. (૧૨) વ્યુત્સર્ગ–મન, વચન, કાયાની વૃત્તિઓનો નિર્ધારિત સમય માટે પૂર્ણ રૂપથી (પૂરેપૂરી રીતે) ત્યાગ કરવો યોગ–બુત્સર્ગ છે. તેને પ્રચલિત ભાષામાં કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) કહેવામાં આવે છે. એવી રીતે કષાયોનું, કર્મોનું, ગણ–સમૂહનું વ્યત્સર્જન કરીને એકાકીપણે રહેવું, વગેરે બધા ય વ્યત્સર્ગ તપ છે. તેના દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. સમૂહમાં રહેવા છતાં એકત્વ ભાવના ભાવવી તે ભાવથી એકાકીપણું. આ બાહ્ય અને આત્યંતર તપને જે મુનિ યથાશક્તિ ધારણ કરી, તેમાં ઉતરોત્તર વૃદ્ધિ કરતાં સમ્યક આરાધન કરે તે શીધ્ર સંસારથી મુક્ત થાય છે.
એકત્રીસમું અધ્યયન ચરણવિધિ આ અધ્યયનમાં એકથી લઈને તેત્રીસ બોલ સુધી આચારના વિષયો પરનું વર્ણન છે. જેમાં કેટલાક ય(જાણવા જેવા) છે. કેટલાક ઉપાય(આદરવા જેવા) છે અને કેટલાક હેય(છોડવા લાયક) છે.
સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, શ્રમણ ધર્મ, પડિમા, આદિ ઉપાદેય છે. કષાય, દંડ, અસંયમ, બંધન, શલ્ય, ગર્વ, સંજ્ઞા, ભય, મદ આદિ હેય છે. છ કાય, ભૂતગ્રામ, પરમાધામી, સૂત્રકૃતાંગ સૂત્ર, જ્ઞાતાસૂત્ર, દશાશ્રુત સ્કંધ વગેરે સૂત્રોના અધ્યયન જોય છે. અંતમાં, ગુરુ રત્નાધિકની તેત્રીસ આસાતનાઓનું વર્ણન છે.
બત્રીસમું અધ્યયન : પ્રમાદથી સુરક્ષા આ અધ્યયનમાં મૈથુનભાવ અને પાંચ ઇન્દ્રિયોના વિષયના સંદર્ભમાં વિસ્તાર પૂર્વક વર્ણન કરીને, પ્રમાદાચરણ વિશે સમજાવીને, એનાથી આત્માને સાવધાન અને સુરક્ષિત રહેવાની પ્રેરણા આપવામાં આવી છે અને સુરક્ષિત રહેવાની વિધિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. (૧) સંપૂર્ણ જ્ઞાનને પ્રગટ કરવાથી તથા અજ્ઞાન અને મોહનો ત્યાગ કરવાથી તેમજ રાગ દ્વેષનો ક્ષય કરવાથી એકાન્ત સુખના સ્થાનરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે. (૨) એ માટે – ૧. વૃધ અને ગુરુજનોની સેવા ૨. બાલ જીવોની સોબતનો ત્યાગ ૩. સ્વાધ્યાય ૪. એકાન્તનું સેવન ૫. સૂત્રાર્થ ચિંતન ૬. પરિમિત આહાર છે. યોગ્ય સાથી ૮. જનાકુલતા રહિત સ્થાન; આ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. (૩) કદાચ કર્મયોગે યોગ્ય સહાયક સાથી ન મળે તો આત્માર્થી મુનિ સમસ્ત પાપોનું નિવારણ કરતાં બ્રહ્મચર્યની સાધનામાં વિશિષ્ટ સાવધાન રહેતાં એકલા જ વિચરણ કરે.(૪) લોભ, તૃષ્ણા અને મોહના ત્યાગથી દુ:ખોનો શીધ્ર નાશ સંભવ છે. (પ) રાગ, દ્વેષ અને મોહ એ કમોના મૂળ છે અને કર્મ એ દુ:ખ-સંસારના મૂળ છે. (૬) બ્રહ્મચર્યના સાધક આરાધક મુનિઓએ રસોનું, વિગયોનું અધિક પ્રમાણમાં સેવન ન કરવું, પેટ ભરીને ક્યારેય ન ખાવું, સ્ત્રી આદિના સંપર્ક રહિત, અને તેના નિવાસ રહિત, એકાત્ત સ્થાનમાં રહેવું, સ્ત્રીના હાસ્ય, વિલાસ, રૂપ, લાવણ્ય વગેરેનું શ્રવણ કે