________________
આગમસાર–પૂર્વાર્ધ
100
અવલોકન ન કરવું તેમજ સ્ત્રી વિશે ચિંતન ન કરવું.(૭) વિભૂષિત દેવાંગનાઓ પણ બ્રહ્મચર્યમાં લીન બનેલા મુનિઓને ચલિત કરવામાં સમર્થ ન હોય, એવા સાધક માટે પણ ભગવાને સ્ત્રી આદિથી રહિત સ્થાનમાં રહેવું જ એકાંત હિતકારી કહ્યું છે.
(૮) ‘કિંપાક ફળ’ સ્વાદમાં, વર્ણમાં, ખાવામાં અતિ મનભાવક હોય છે પરંતુ તેનું પરિણામ વિષમય હોય છે. તેવી જ રીતે કામભોગોનું પરિણામ મહા દુ:ખદાયી હોય છે.(૯) સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષો પર પક્ષીઓ આવજા કરતાં રહે છે. તે જ રીતે પૌષ્ટિક ભોજન કરનારના મનમાં વિકાર વાસનાના સંકલ્પો આવતા રહે છે.
(૧૦) જેમ ઘણાં વૃક્ષોવાળા (લાકડાંવાળા) જંગલમાં લાગેલી આગને શાંત કરવી મુશ્કેલ છે એવી જ રીતે અતિ ભોજન કરનારના ચિત્તમાં અસાધ્ય કામાગ્નિ ઉત્પન્ન થાય છે તે બ્રહ્મચારીઓ માટે જરા પણ હિતકારી નથી.
(૧૧) જે રીતે બિલાડીના આવાસ પાસે ઉંદરોનું રહેવું ક્યારેય ઉચિત્ત નથી તેવી જ રીતે સ્ત્રીના નિવાસ સ્થાનમાં સાધુને સાથે રહેવું, ગમનાગમન કરવું, હંમેશાં અનુચિત્ત હોય છે.
(૧૨) પાંચ ઇન્દ્રિયોમાં આસક્ત બનેલો આ જીવ અનેક પ્રકારના પાપોનું આચરણ કરતો હોય છે. તે વિષયોને સંતોષવામાં મુગ્ધ બનીને રાત–દિવસ દુઃખી અને અશાન્ત રહે છે. જૂઠ, કપટ, ચોરી આદિ કરે છે અને અનેક પ્રકારના કર્મ બાંધીને સંસાર વધારે છે. (૧૩) પ્રસ્તુત અધ્યયનમાં પાંચ ઇન્દ્રિયો અને કામભોગની આસક્તિથી જીવન નાશ કરનાર પ્રાણીઓનું ઉદાહરણ આપીને, તે ઉદાહરણ દ્વારા વિષયોથી વિરક્ત થવાની પ્રેરણા આપવામાં આવી છે.
(૧૪) શ્રોતેન્દ્રિયમાં હરણ, ચક્ષુઇન્દ્રિયમાં પતંગીયું, ઘ્રાણેન્દ્રિયમાં સર્પ, ૨સનેન્દ્રિયમાં મચ્છ, સ્પર્શેન્દ્રિયમાં પાડો અને કામભોગમાં હાથી, પોતાના પ્રાણ ગુમાવી દે છે.
(૧૫) મોક્ષાર્થી સાધક જલ કમલવત્’ આ બધા વિષયોમાં વિરક્ત રહીને સંસારથી અલિપ્ત રહે છે.
(૧૬) વિરક્ત, જ્ઞાની, અને સતત સાવધાન સાધકને માટે આ ઇન્દ્રિયોના વિષય જરા પણ દુ:ખ આપનાર થતા નથી, અર્થાત્ તે (સાધક આત્મા) તેમાં લપેટાતો જ નથી. કારણ કે સદા તેના તરફ વીતરાગ ભાવો જેવી દષ્ટિ રાખે છે.
(૧૭) આમ દુઃખ આ વિષયોમાં નથી, પરંતુ આત્માના રાગ–દ્વેષ જન્ય પરિણામોમાં અને આસક્તિમાં તથા અજ્ઞાનમાં જ દુઃખ ભરેલું છે. જ્ઞાની અને વિરક્ત આત્માઓને માટે આ બધા વિષયો જરા પણ પીડાકારી થતા નથી. આ ઇન્દ્રિયોના વિષયો તો સ્વતઃ હંમેશા તે વિરક્ત આત્માથી દૂર ભાગે છે.
આ જાણીને મુનિઓ નિરંતર વિરક્તતાના ભાવોમાં વૃદ્ધિ કરીને સંકલ્પ– વિકલ્પોથી આગળ વધીને સંપૂર્ણ તૃષ્ણા ઇચ્છાઓથી . મુક્ત બને છે.
તેત્રીસમું અધ્યયન : અષ્ટ કર્મ
(૧) આ અધ્યયનમાં, મૂળ કર્મ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૭૧ કહેવામાં આવી છે. વેદનીય અને નામ કર્મના બે–બે ભેદ કહીને તેના પુનઃ અનેક ભેદ છે એવું પણ સુચન કર્યું છે– ૧. જ્ઞાનાવરણીયના–૫. ૨. દર્શનાવરણીયના–૯. ૩. વેદનીયના–૨. ૪. મોહનીયના–૨૮. ૫. આયુષ્યના ૪. ૬. નામકર્મના—૨. ૭. ગોત્રકર્મના−૧૬. ૮. અંતરાયના—૫; આ સર્વ મળીને કુલ ૭૧ થાય છે. (૨) એક સમયમાં અનંત કર્મોના પુદ્ગલ આત્મા સાથે લાગે છે. તે બધી દિશાઓ માંથી લાગે છે અને બધા આત્મ પ્રદેશો પર તેનો બંધ સમાન રૂપે હોય છે. (૩) આઠ કર્મોની બંધ સ્થિતિ આ પ્રમાણે છે— જઘન્ય સ્થિતિ
ક્રમ
કર્મ
૧
૨
૩
૪
૫
S
૭
८ અંતરાય
અંતર્મુહૂર્ત
ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ
(૪) મોક્ષાર્થી સાધકે આ કર્મોને જાણીને નવા કર્મ બંધ ન કરવા જોઇએ અને પૂર્વે બાંધેલા કર્મોનો તપ–સંયમથી ક્ષય કરવા માટે પ્રયત્ન કરવો જોઇએ.
જ્ઞાનાવરણીય
દર્શનાવરણીય
વેદનીય
મોહનીય
આયુષ્ય
નામ
ગોત્ર
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત
અંતમુહૂર્ત
આઠ મુહૂર્ત
આઠ મુહૂર્ત
ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ
ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ
ત્રીસ ક્રોડાક્રોડ સાગરોપમ સિતેર ક્રોડાક્રોડ સાગરોપમ
તેત્રીસ સાગરોપમ
વીસ ક્રોડાક્રોડ સાગરોપમ
વીસ ક્રોડાક્રોડ સાગરોપમ
ચોત્રીસમું અધ્યયન : લેશ્યાનું સ્વરૂપ
કૃષ્ણ, નીલ, કાપોત આ ત્રણ લેશ્યા અશુભ છે અને તેજો, પદ્મ અને શુકલ એ ત્રણ લેશ્યાઓ શુભ છે અથવા ત્રણ અધર્મ લેશ્યાઓ છે તે જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. અને ત્રણ ધર્મ લેશ્યાઓ જીવને સદ્ગતિમાં લઈ જનાર છે.
છે
લેશ્યા, દ્રવ્ય અને ભાવ રૂપ બે પ્રકારની હોય છે. ભાવ લેશ્યા તો આત્માના પરિણામ અર્થાત્ અધ્યવસાય રૂપ છે અને તે અરૂપી છે. દ્રવ્ય લેશ્યા પુદ્ગલમય હોવાથી રૂપી છે. તેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ, સ્થાન, સ્થિતિ વગેરેના સ્વરૂપનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. ભાવ લેશ્યાની અપેક્ષાએ અહીં – લક્ષણ, ગતિ, આયુબંધનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) કૃષ્ણ લેશ્યાનાં લક્ષણ :- • પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત, અગુપ્ત, અવિરત, તીવ્ર ભાવોથી આરંભ સમારંભમાં પ્રવૃત્ત, નિર્દય, ક્રૂર, અજિતેન્દ્રિય, આ પ્રકારના પરિણામોવાળા જીવને કૃષ્ણ લેશ્યાવાળો સમજવો જોઇએ.
(૨) નીલ લેશ્યાના લક્ષણ :- - ઈર્ષ્યાળુ, કદાગ્રહી, અજ્ઞાની, માયાવી (કપટી), નિર્લજ્જ, આસક્ત, ધૂર્ત, પ્રમાદી, રસ–લોલુપ, સુખૈશી, અવ્રતી, ક્ષુદ્ર સ્વભાવી, આ પ્રકારના પરિણામોવાળા જીવને નીલ લેશ્યાવાળો સમજવો જોઇએ.