________________
101
jainology
આગમસાર (૩) કાપોત લેશયાનાં લક્ષણ – વક્ર, વક્રઆચરણવાળો, કપટી, સરલતા રહિત, દોષોને છુપાવનારો, મિથ્યાદષ્ટી, અનાર્ય, હંસોડ, દુષ્ટવાદી, ચોર, મત્સર ભાવ વાળો; આ પ્રકારના પરિણામોવાળા જીવને કાપોત લેશ્યા વાળો સમજવો જોઈએ. (૪) જો લેશ્યાનાં લક્ષણ :- નમ્રવૃત્તિ, ચપળતા રહિત, માયા રહિત, કુતૂહલ રહિત, વિનયયુક્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સમાધિવાન, પ્રિયધર્મી, દ્રઢધર્મી, પાપભીરુ, મોક્ષાર્થી; આ પ્રકારના પરિણામોવાળા જીવને તેજો વેશ્યાવાળો સમજવો જોઇએ. (૫) પધ લેશ્યાનાં લક્ષણ :- ક્રોધ, માન, માયા, લોભ અત્યંત અલ્પ હોય, પ્રશાંત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, તપસ્વી, અલ્પભાષી, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે આ પ્રકારના પરિણામવાળા જીવને પદ્મ લેશ્યાવાળો સમજવો જોઇએ. (૬) શુકલ લેગ્યાનાં લક્ષણ :- આર્ત-રૌદ્ર ધ્યાનને છોડીને ધર્મ અને શુક્લ ધ્યાનમાં લીન, પ્રશાન્ત ચિત્ત, ઇન્દ્રિયોનું દમન કરનાર, સમિતિવાન, ગુપ્તિવાન, ઉપશાંત, જિતેન્દ્રિય વગેરે આ પ્રકારના ગુણોથી યુક્ત સરાગી હોય કે વીતરાગી તે પરિણામો- વાળા જીવને શુક્લ લેશ્યાવાળો સમજવો જોઈએ. (૭) અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણીકાલના જેટલા સમય હોય છે તેટલા અસંખ્યાત સ્થાન(દરજ્જા) લેશ્યાઓના હોય છે. (૮) લેશ્યાઓની સ્થિતિ:જીવ લેશ્યા વિવરણ જઘન્ય સ્થિતિ
ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વજીવ કૃષ્ણલેશ્યા
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોળ સર્વજીવ નીલલેશ્યા
અંતર્મુહૂર્ત
પલ્યો અસં૦ ભાગ અધિક દસ સાગરોળ સર્વજીવ કાપોતલેશ્યા
અંતર્મુહૂર્ત
પલ્યો) અસંવ ભાગ અધિક ત્રણ સાગરોળ સર્વજીવ તેજોલેશ્યા
અંતર્મુહૂર્ત
પલ્યો અસંવ ભાગ અધિક બે સાગરોળ સર્વજીવ પાલેશ્યા
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અધિક દસ સાગરો.. સર્વજીવ શુક્લલેશ્યા
અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોળ નારકી કાપોતલેશ્યા ૧૦ હજાર વર્ષ પલ્યો અસં૦ ભાગ અધિક ત્રણ સાગરો નારકી નીલલેશ્યા પલ્યોછેઅસં૦ ભાગ પલ્યોઅસંવ ભાગ અધિક દસ સાગરોળ
અધિક ત્રણ સાગરોળ નારકી કૃષ્ણલેશ્યા પલ્યો)અસંવે ભાગ
અંતર્મુહૂર્ત અધિક ૩૩ સાગરોળ અધિક દસ સાગરોળ દેવતા કૃષ્ણલેશ્યા (૧) ૧૦ હજાર વર્ષ
પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા નીલલેશ્યા પલ્યો૦ અio ભાગ
પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા કાપોતલેશ્યા પલ્યો) અસંવે ભાગ
પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ દેવતા તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ
પલ્યો. અસં. ભાગ અધિક બે સાગરોપમ ભવનપતિ તેજોલેશ્યા ૧૦ હજાર વર્ષ
સાધિક એક સાગરોપમ વાણવ્યંતર તેજલેશ્યા ૧૦ હજાર વર્ષ
૧ પલ્યોપમ જ્યોતિષી તેજલેશ્યા પલ્યો.નો આઠમો ભાગ
૧ પલ્યોપમ અને એક લાખ વર્ષ વૈમાનિક તેજલેશ્યા ૧ પલ્યોપમ
૨ સાગરોપમ અધિક વૈમાનિક પાલેશ્યા ૨ સાગરોપમ અધિક
૧૦ સાગરોપમ વૈમાનિક શુક્લલેશ્યા ૧૦ સાગરોપમ સાધિક
૩૩ સાગરોપમ અંતર્મુહૂર્ત અધિક તિર્યંચ લેશ્યા અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત મનુષ્ય પ લેશ્યા અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત મનુષ્ય શુક્લલેશ્યા અંતર્મુહૂર્ત
દેશોન કોડ પૂર્વ વર્ષ નોધ(૧): દેવતાઓમાં કૃષ્ણલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી નીલલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે. તેનાથી નીલલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે, ત્યારપછી કાપોતલેશ્યાની જઘન્ય સ્થિતિ સમયાધિક હોય છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતગણી હોય છે. તેમ છતાં બધી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કહેવાય છે. ચાર્ટમાં આપેલી આ સર્વ સ્થિતિ દ્રવ્યલેશ્યાની મુખ્યતાએ સમજવી. (૯) કોઈપણ લેશ્યા પ્રારંભ થાય તેના પ્રથમ આદિ સમયમાં જીવ મરતો નથી. અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત થયા પછી અને અસંખ્ય સમયનું અંતર્મુહૂર્ત લેશ્યાનું બાકી રહે ત્યારે જીવ મરીને પરલોકમાં જાય છે. તેથી જે લેગ્યામાં મરીને જાય છે તે જ લેગ્યામાં પરભવમાં જન્મે છે. (૧૦) મુમુક્ષુ આત્માઓએ વેશ્યાઓના સ્વરૂપ(લક્ષણ)ને જાણી અપ્રશસ્ત લેશ્યાઓનું વર્જન કરી, તેવા પરિણામોથી દૂર થઈ, પ્રશસ્ત લેશ્યાના લક્ષણ રૂપ ભાવોમાં, પરિણામોમાં આત્માને સ્થાપિત કરી સ્થિત રાખવા.
પાંત્રીસમું અધ્યયન: મુનિ ધર્મ (૧) ગૃહવાસનો ત્યાગ કરી સંયમનો સ્વીકાર કરનાર મુનિએ હિંસા આદિનો તથા ઇચ્છા અને લોભનો ત્યાગ કરવો જોઈએ. (૨) મનોહર ઘરમાં રહેવાની ઇચ્છા પણ ન કરવી જોઇએ. (૩) કોઈપણ પ્રકારના મકાનોના નિર્માણ કાર્યમાં અંશતઃ પણ ભાગ ન લેવો જોઇએ. કારણ કે તે કાર્ય ત્ર-સ્થાવર અનેક જીવોના સંહારરૂપ બને છે. તેની અનુમોદના અને પ્રેરણા આપવી એ પણ મહાન પાપ કર્મોને પેદા કરનાર છે એટલે મહાન કર્મબંધ કરાવનાર થાય છે.