________________
આગમસાર-પૂર્વાર્ધ (૪૨) વેશ અનુસાર આચાર વિધિનું ઈમાનદારી પૂર્વક પાલન કરવાથી અથવા અચલકતા ધારણ કરવાથી – ૧. સાધક હળવાપણું પ્રાપ્ત કરે છે. ૨. સ્પષ્ટ અને વિશ્વસ્ત લિંગવાળો બને છે. ૩. અપ્રમત્ત ભાવોની વૃદ્ધિ થાય છે. ૪. તે સાધક જિતેન્દ્રિય, સમિતિવંત તેમજ વિપુલ તપવાળો થઈ જાય છે. ૫. બધા પ્રાણીઓ માટે વિશ્વસનીય બની જાય છે. (૪૩) સાધુઓની સેવા શુશ્રુષા કરવાથી – તીર્થકર નામકર્મ બંધ રૂપ પુણ્ય ઉપાર્જન થાય છે. (૪૪) વિનય આદિ સર્વ ગુણોથી સંપન્ન થઈ જવાથી – ૧. જીવ ઉત્તરોત્તર મુક્તિગમનની નજીક થઈ જાય છે અને ૨. શારીરિક માનસિક દુઃખોનો ભાગીદાર બનતો નથી. એટલે અનેક દુઃખોથી છૂટી જાય છે. (૪૫) વીતરાગ ભાવોમાં રમણતા કરવાથી – ૧. જીવ સ્નેહ અને તુષ્માના અનબંધનોથી મુક્ત થઈ જાય છે અને ૨. મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દ રૂપ આદિનો સંયોગ થવા છતાં સદા વિરક્ત ભાવો સાથે નિઃસ્પૃહ બની રહે છે. (૪૬) ક્ષમા ધારણ કરવાથી – સાધક કષ્ટ, ઉપસર્ગ કે પરીષહો ઉપસ્થિત થાય ત્યારે દુઃખી બનતો નથી. પરંતુ પરીષહ વિજેતા બનીને પ્રસન્ન રહે છે. (૪૭) નિર્લોભી બનીને રહેવાથી – ૧. પ્રાણી અકિંચન, નિષ્પરિગ્રહી અને સાચો ફકીર બની જાય છે. ૨. એવા સાચા સાધક પાસે અર્થ લોલપી લોકો કંઈ પણ ઇચ્છા કે આશા રાખતા નથી. (૪૮) સરળતા ધારણ કરવાથી – ૧. ભાષામાં અને કાયામાં તથા ભાવોમાં સરળતા એકરૂપ બની જાય છે. ૨. એવી વ્યક્તિનું જીવન વિવાદ રહિત બની જાય છે. ૩. અને તે ધર્મનો સાચો આરાધક બને છે. (૪૯) મૃદુતા, લઘુતા, નમ્રતા, કોમળતાના સ્વભાવને ધારણ કરવાથી – ૧. જીવ ઉદ્ધત ભાવ અથવા ઉદંડ સ્વભાવવાળો બનતો. નથી. ૨. અને તે વ્યક્તિ આઠ પ્રકારના મદ(ઘમંડ) ના સ્થાનોનો વિનાશ કરી દે છે.[આઠ મદ પ્રત્યક્ષ – ત્રણ ગર્વ અપ્રત્યક્ષ હોય છે] (૫૦) અંતરાત્મામાં સચ્ચાઈ ધારણ કરવાથી ૧. જીવ ભાવોની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. ૨. અરિહંત ભાષિત ધર્મનો અને પરલોકનો આરાધક બને છે. (૫૧) પ્રમાણિકતા પૂર્વક કાર્ય કરવાથી ૧. જીવ અપૂર્વ કાર્ય કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ૨. તથા તેની કથની અને કરણી એક થઈ જાય છે. (૫૨) મન, વચન અને કાયાની સચ્ચાઈ ધારણ કરવાથી – જીવ પોતાની બધી પ્રવૃત્તિઓને વિશુદ્ધ કરે છે. (૫૩) મનને ગોપવવાથી અર્થાત્ અશુભ મનને રોકીને તેને શુભરૂપમાં પરિણત કરતા રહેવાથી – ૧. જીવ ચિત્તની એકાગ્રતા વાળો બને છે. ૨. અશુભ સંકલ્પોથી મનની રક્ષા કરી, સંયમની આરાધના કરે છે. (૫૪) વચનને ગોપવવાથી અર્થાત્ મૌનવ્રત ધારણ કરવાથી – ૧. જીવ વિચાર શૂન્યતાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સંકલ્પ-વિકલ્પોથી મુક્ત બનવામાં અગ્રેસર બને છે. ૨. અને તેને આધ્યાત્મ યોગ તેમજ શુભ ધ્યાનની પ્રાપ્તિ થાય છે. (૫૫)કાયાના ગોપનાથી અર્થાત્ અંગોપાંગના ગોપનથી ૧.કાયિક સ્થિરતાને પ્રાપ્ત કરે છે. તેમજ પાપના આશ્રવોનો નિરોધ કરે છે (૫૬) મનને આગમકથિત ભાવોમાં સારી રીતે જોડવાથી – ૧. જીવ એકાગ્રતા અને જ્ઞાનની વિશિષ્ટ ક્ષમતા પ્રાપ્ત કરે છે. ૨. તથા તે સમકિતની વિશુદ્ધિ કરે છે અને મિથ્યાત્વનો ક્ષય કરે છે. (૫૭) વાણીને સ્વાધ્યાયમાં સારી રીતે જોડવાથી – ૧. ભાષાથી સંબંધિત સમકિતના વિષયની વિશુદ્ધિ થાય છે. ૨. તેને સુલભ બોધિની પ્રાપ્તિ થાય છે અને દુર્લભ બોધિનો ક્ષય થાય છે. (૫૮) સંયમના યોગોમાં કાયાને સારી રીતે જોડવાથી – ૧. ચારિત્રની વિશુદ્ધિ થાય છે અને ૨. સર્વ દુઃખોથી મુક્તિ પ્રાપ્ત થાય છે. (૫૯)આગમજ્ઞાન–સંપન્ન થવાથી – ૧. વિશાળ તત્ત્વોનો જ્ઞાતા બની જાય છે. ૨. સૂત્ર જ્ઞાનથી સંપન્ન જીવ, દોરો પરોવેલ સોયની. જેમ સંસારમાં સુરક્ષિત રહે છે. અર્થાત્ ક્યાંય પણ ખોવાઈ જતો કે ભૂલો પડતો નથી. ૨. સિદ્ધાંતોમાં કોવિદ બનેલો તે જ્ઞાની લોકોમાં પ્રમાણિક અને આધારભૂત પુરુષ માનવામાં આવે છે. (so) જિન પ્રવચનમાં ગાઢ શ્રદ્ધા સંપન થવાથી – ૧. પ્રાણી મિથ્યાત્વનો વિચ્છેદ કરી દે છે. અને ૨. ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેનો સમકિત રૂપી દીપક ક્યારેય બુજાતો નથી તથા તે ૩. જ્ઞાન-દર્શનની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતો થકો અણુત્તર જ્ઞાન-દર્શન પ્રાપ્ત કરે છે. (૧) ચારિત્રથી સુસંપન્ન બનવાથી – જીવ શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી, અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. (૨-૬) પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી– ૧. જીવ મનોજ્ઞ-અમનોજ્ઞ ઇન્દ્રિય-વિષયો ઉપસ્થિત થવા છતાં રાગ-દ્વેષ અને કર્મ બંધ કરતો નથી. (૬૭–૭૦) ચારે કષાયો પર વિજય પ્રાપ્ત કરી લેવાથી– ૧. સાધક ક્રમશઃ ક્ષમા, નમ્રતા, સરલતા અને નિર્લોભીપણાના ગુણથી સંપન્ન બની જાય છે. ૨. અને તજજન્ય કર્મ બંધ નહિ કરતાં પૂર્વ કર્મોનો ક્ષય કરે છે. (૭૧-૭૩) રાગ-દ્વેષ અને મિથ્યાત્વ પાપ પર વિજય પ્રાપ્ત કરવાથી અર્થાત્ તેવા પરિણામોનો ક્ષય કરી દેવાથી– ૧. સાધક રત્નત્રયની આરાધનામાં ઉપસ્થિત થાય છે. ૨. પછી મોહ કર્મ આદિનો ક્ષય કરી સર્વજ્ઞ સર્વદર્શી બને છે. ૩. તેને કેવળ બે સમયની સ્થિતિવાળા શાતા વેદનીય કર્મનો જ બંધ થાય છે. ૪. અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહેવા પર તે કેવળી ત્રણે યોગ અને શ્વાસોશ્વાસનો નિરોધ કરે છે. ૫. જેથી તેના આત્મપ્રદેશ શરીરની બે તૃતીયાંશ અવગાહનામાં સ્થિર થઈ જાય છે, અર્થાત્ પછી આત્મ પ્રદેશોનું શરીરમાં ભ્રમણ બંધ થઈ જાય છે. ૬. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરીને અને શરીરનો ત્યાગ કરીને, તે જીવ શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. સમ્યક પરાક્રમ નામના આ અધ્યયનમાં દર્શિત સર્વ સ્થાનોમાં સાધકોએ યથાશક્તિ, યથાસમય, સમ્યકપણે પરાક્રમ કરતાં જ રહેવું જોઈએ. એમ કરવાથી જ સંયમમાં ઉપસ્થિત થનારા તે સાધકો આત્મકલ્યાણ સાધીને સદાને માટે કૃતકૃત્ય બની જાય