________________
jainology |
(૨૦) સૂત્રાર્થના વિષયમાં પ્રશ્ન પૂછી સમાધાન પ્રાપ્ત કરવાથી−૧. સૂત્રાર્થ જ્ઞાનની વિશુદ્ધિ થાય છે. ૨. સંશયોનું નિરાકરણ થાય છે; જેથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષય થાય છે.
97
(૨૧) સૂત્રોનું પરાવર્તન કરવાથી−૧. સ્મૃતિની પુષ્ટિ થાય છે. ૨. ભૂલાયેલું જ્ઞાન તાજું થાય છે. ૩. પદાનુસારિણી બુદ્ધિનો વિકાસ થાય છે અર્થાત્ એક પદના ઉચ્ચારણથી આગળના પદ સ્વતઃ યાદ આવી જાય છે.
(૨૨) સૂત્રોના તત્વોની અણુપેહા, મનમાં વિચારણા ચિંતવના કરવાથી−૧. કર્મ શિથિલ બને છે, તેની સ્થિતિ ઘટે છે, ઓછા થાય છે, મંદ થાય છે. ૨. કર્મબંધથી અને સંસારથી શીઘ્ર મુક્તિ થાય છે.
(૨૩) ધર્મોપદેશ દેવાથી– ૧. સાધક પોતાના કર્મોની મહા નિર્જરા કરે છે, ૨. જિન શાસનની પણ ઘણી પ્રભાવના કરે છે, અને તે ૩. આગામી ભવોમાં મહાભાગ્યશાળી થવાના કર્મોનું ઉપાર્જન કરે છે.
=
(૨૪) શ્રુતની સમ્યક આરાધના કરવાથી – ૧. અજ્ઞાનનો નાશ થઈ જાય છે. ૨. તે જ્ઞાની ક્યાંય પણ સંક્લેશ – ચિત્તની અસમાધિને પામતા નથી. (૨૫) મનને એકાગ્ર કરવાથી – ચિત્તની ચંચળતા સમાપ્ત થાય છે.
આગમસાર
(૨૬)સંયમ લેવાથી મુખ્ય આશ્રવ એટલે કર્મ આવવાના રસ્તા બંધ થઈ જાય છે અર્થાત્ હિંસા વગેરે મોટા–મોટા પાપોનો લગભગ પૂર્ણપણે ત્યાગ થઈ જાય છે. (૨૭)વિવિધ (૧૨ પ્રકારની) તપસ્યા કરવાથી – પૂર્વબદ્ધ કર્મ આત્માથી અલગ થઈ જાય છે. (૨૮) અલ્પકર્મી થઈ જવાથી – તે ક્રમશઃ યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. પછી ઝડપથી મુક્ત થઈ જાય છે.
(૨૯) શાંતિપૂર્વક અર્થાત્ ઉતાવળ, ઉદ્વેગ વિના મન, વચન અને કાયાની પ્રવૃત્તિ કરવાથી અથવા સુખની અપેક્ષાથી રહિત થઈ જવાથી – ૧. જીવ ઉત્સુકતા રહિત અને શાંતિપ્રિય સ્વભાવ તેમજ વ્યવહાર વાળો બને છે. ૨. શાંતિ પૂર્વક પ્રવૃત્તિ કરનારા જ વાસ્તવમાં પ્રાણીઓની પૂર્ણ અનુકંપા રાખી શકે છે. એવો તે અનુકંપા પાલક સાધક, ઉત્સુકતા અને ઉતાવળી પ્રવૃત્તિઓ કરતો નથી. જેથી તે શોક મુક્ત રહે છે અને ૫. ચારિત્ર મોહનીય કર્મોનો વિશેષ રૂપે ક્ષય કરે છે.
(૩૦) મન અનાસક્ત થઈ જવાથી – ૧. પ્રાણી બાહ્ય સંસર્ગોથી અને તેનાથી ઉત્પન્ન થનારી પરિણતિઓથી મુક્ત થઈ જાય છે. ૨. એવો સાધક સદા એકત્વભાવમાં જ તલ્લીન બની તેમાં દત્તચિત્ત રહે છે. ૩. અને તે રાત દિવસ (પ્રતિક્ષણ) પ્રતિબંધોથી રહિત થઈને આત્મભાવોમાં રહે છે તેમજ અપ્રમત્ત ભાવોથી યુક્ત રહીને સદા અંતર્મુખી રહે છે.
(૩૧) જનાકુલતાથી અને સ્ત્રી વગેરેથી રહિત એવા એકાંત સ્થાનના સેવનથી – ૧. ચારિત્રની રક્ષા થાય છે. ૨. એવો ચારિત્ર રક્ષક સાધક પૌષ્ટિક આહારનો ત્યાગ કરે છે. ૩. દઢ ચારિત્રવાળો બને છે. ૪. એકાંતમાં જ રમણ કરવાવાળો થાય છે. ૫. અંતઃકરણથી મોક્ષ પથિક બનીને કર્મોની ગ્રંથીને તોડી દે છે.
(૩૨)ઇન્દ્રિયો અને મનને વિષયોથી દૂર રાખવાથી−૧. જીવ નવા—નવા પાપ કર્મ ન કરવામાં જ સંતુષ્ટ રહે છે અર્થાત્ તે પાપાચરણ કરવામાં ઉત્સાહ રહિત થઈ જાય છે. ૨. અને પૂર્વ ઉપાર્જિત કર્મોનો ક્ષય કરીને, સંસાર અટવીને પાર કરી મુક્ત થઈ જાય છે (૩૩) સામૂહિક આહાર પાણીનો ત્યાગ કરવાથી ! – ૧. શ્રમણ પરાવલંબનથી મુક્ત થાય છે. ૨. સ્વાવલંબી બને છે. ૩. તે પોતાના લાભથી સંતુષ્ટ રહેવાનો અભ્યાસી થઈ જાય છે. અને ૪. પરલાભની આશાઓથી મુક્ત થઈ જાય છે. ૫. સંયમ ગ્રહણ કરવો જીવનની પ્રથમ સુખશય્યા છે તો તેમાં સામૂહિક આહારનો ત્યાગ કરવો જીવનની બીજી સુખશય્યા છે, અર્થાત્ સંયમની સાધનાની સાથે સામૂહિક આહારનો ત્યાગ કરીને સાધક બીજી અનુપમ સુખ સમાધી પ્રાપ્ત કરે છે.
(૩૪) સંયમ જીવનમાં શરીરોપયોગી વસ્ત્ર આદિ ઉપકરણોને ઘટાડવા કે ત્યાગ કરવાથી ૧. જીવને તે ઉપધિ સંબંધી લાવવું, રાખવું, સંભાળવું પ્રતિલેખન કરવું તથા સમયે—સમયે તેના સંબંધી અનેક સુધાર, સંસ્કાર આદિ કાર્યો કરવામાંથી મુક્તિ મળે છે. ૨. જેથી પ્રમાદ અને વિરાધના ઘટે છે. ૩. સ્વાધ્યાયની ક્ષતિનો બચાવ થાય છે. ૪. ઉપધિ સંબંધી આકાંક્ષાઓ રહેતી નથી ૫. અને એવા અભ્યાસી જીવને ઉપધિની અનુપલબ્ધિ થવા પર પણ ક્યારેય સંક્લેશ થતો નથી.
(૩૫)આહારનો ત્યાગ કરતા રહેવાથી કે આહારને ઘટાડતા રહેવાથી – ૧. જીવવાના મોહનું ધીમે–ધીમે છેદન થાય છે. ૨. તથા તે જીવ આહારની અનુપલબ્ધિ થવા પર સંક્લેશ પામતો નથી પરંતુ ૩. તેવી પરિસ્થિતિમાં પણ પ્રસન્નચિત્ત રહી શકે છે. ૪. દુઃખાનુભૂતિ કરતો નથી.
=
=
(૩૬) કષાયોના પ્રત્યાખ્યાન માટે પ્રયત્ન કરતા રહેવાથી . – ૧. પ્રાણી વીતરાગ ભાવની સમકક્ષ ભાવોની પ્રાપ્તિ કરે છે. ૨. એવો જીવ સુખ–દુઃખ બંને સ્થિતિમાં સમપરિણામી રહે છે, અર્થાત્ હર્ષ કે શોકથી પોતાના આત્માને અલિપ્ત રાખે છે.
(૩૭)યોગ પ્રવૃત્તિઓને અલ્પતમ કરવાથી કે તેનો ત્યાગ કરવાથી – ૧. જીવ યોગ રહિત, આશ્રવ રહિત થઈને કર્મબંધ રહિત સ્થિતિને પ્રાપ્ત કરે છે. ૨. અને પૂર્વ કર્મોનો ક્ષય કરી દે છે.
(૩૮) શરીરનો પૂર્ણપણે ત્યાગ કરી દેવાથી
૧. પ્રાણી આત્માને સિદ્ધ અવસ્થાના ગુણોથી યુક્ત બનાવી લે છે ૨. લોકાગ્રે પહોંચીને આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. ૩. જન્મ-મરણ અને સંસાર ભ્રમણથી સદાને માટે છૂટી જાય છે. (૩૯)કોઈપણ કાર્યમાં બીજાઓનો સહયોગ લેવાનું છોડી દેવાથી અર્થાત્ સમૂહમાં રહેવા છતાં પણ પોતાનું બધું કાર્ય જાતે કરવા રૂપ એકત્વચર્ચામાં રહેવાથી – ૧. સાધક સદા એકત્વભાવમાં રમણ કરે છે. એકત્વની સાધનાથી અભ્યસ્ત થઈ જાય છે. ૩. અનેક પ્રકારની અશાંતિથી તેમજ કલહ, કષાય, કોલાહલ અને હુંસાતુંસી વગેરે પ્રવૃત્તિઓથી મુક્ત થઈ જાય છે. ૪. તથા તેમને સંયમ, સંવર અને સમાધિની વિશિષ્ટ પ્રકારની પ્રાપ્તિ થાય છે.
–
(૪૦) આજીવન અનશન કરવાથી અર્થાત્ મૃત્યુ સમય નજીક જાણીને સ્વતઃ સંથારો ગ્રહણ કરી લેવાથી – ભવ પરંપરાની અલ્પતા થઈ જાય છે, અર્થાત્ તે પ્રાણી ભવ ભ્રમણ ઘટાડી અતિ અલ્પ ભવોમાં મુક્તિ પ્રાપ્ત કરી લે છે. (૪૧) સંપૂર્ણ દૈહિક પ્રવૃત્તિઓનો નિરોધ કરવાથી અર્થાત્ દેહ રહેવા છતાં પણ દેહાતીત બની જવાથી – તે કેવળજ્ઞાની યોગ નિરોધ અવસ્થાને પ્રાપ્ત કરી, ચાર અઘાતી કર્મ ક્ષય કરી મુક્ત થઈ જાય છે.