________________
આગમસાર–પૂર્વાર્ધ
96
(૪) ઉપવાસ આદિ બાહ્યતપ અને સ્વાધ્યાય આદિ આવ્યંતર તપમાં યથાશક્તિ વૃદ્ધિ કરતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. શરીરના મમત્વને દૂર કરી કર્મક્ષય કરવામાં સંપૂર્ણ આત્મશક્તિને કાર્યાન્વિત કરવી. દેહ પાતયામિ કાર્ય સાધયામિ અથવા દેહ દુઃખ મહાલ ના સિદ્ધાંતને આત્મસાત કરી તપ આરાધના કરવી. ધ્યાન પછી અંતિમ તપ “વ્યત્સર્ગ છે એમાં મન, વચન, કાયા; કષાય, ગણસમૂહ, શરીર તથા આહારનું વ્યુત્સર્જન(ત્યાગ) કરવામાં આવે છે. (૫) જ્ઞાનથી તત્ત્વોને, આશ્રવ-સંવર આદિને જાણવું. દર્શનથી તેના વિષયમાં યથાવત્ શ્રદ્ધા કરવી; ચારિત્રથી નવા કર્મબંધને રોકવા અને તપથી પૂર્વકર્મોનો ક્ષય કરવો; આ પ્રકારે ચારેયના સુમેળપુર્વક મોક્ષની પરિપૂર્ણ સાધના થાય છે. કોઈપણ એકના અભાવમાં સાધનાની સફળતાનો સંભવ નથી. માટે કર્મક્ષયરૂપ મુક્તિ અર્થે મહર્ષિ ચતુર્વિધ મોક્ષમાર્ગમાં પરાક્રમ કરે છે.
ઓગણત્રીસમું અધ્યયનઃ સમ્યક પરાક્રમ (૧) વૈરાગ્ય ભાવોની વૃદ્ધિ કરીને સંસારથી ઉદાસીન બનવાથી– ૧. ઉત્તમ ધર્મ શ્રદ્ધાની પ્રાપ્તિ થાય છે. ૨. તેથી પુનઃવૈરાગ્ય વૃદ્ધિ થાય છે ૩. તીવ્ર કષાય ભાવોની સમાપ્તિ થાય છે ૪. નવા કર્મબંધની અલ્પતા થાય છે ૫. સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ આરાધના કરવાવાળા કોઈ જીવ તે જ ભવમાં તો કોઈ જીવ ત્રીજા ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. (૨) નિવૃત્તિની વૃદ્ધિ અને ત્યાગ વ્રતની વૃદ્ધિ કરવાથી–૧. પદાર્થો પ્રત્યે અનાસક્ત ભાવ પેદા થાય છે.
અનાસક્ત ભાવ પેદા થાય છે. ૨. ઇન્દ્રિયના વિષયોમાં વિરક્ત ભાવ થાય છે. ૩. હિંસાદિ પ્રવૃતિઓનો ત્યાગ થાય છે. ૪. સંસારનો અંત અને મોક્ષની ઉપલબ્ધિ થાય છે. (૩) ધર્મ ઉપર શ્રદ્ધા રાખવાથી ૧. સુખ-સુવિધા પ્રત્યેનો લગાવ ઓછો થઈ જાય છે. ૨. સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. ૩. શારીરિક-માનસિક દુઃખોનો વિચ્છેદ થઈ જાય છે અને ૪. બાધા રહિત સુખની પ્રાપ્તિ થાય છે. (૪) ગુરુ અને સહવર્તી સાધુઓની સેવા કરવાથી–૧. કર્તવ્યનું પાલન થાય છે. ૨. આશાતનાઓથી બચાય છે. ૩. આશાતના ન થવાથી દુર્ગતિનો નિરોધ થાય છે. ૪. તેમના ગુણ, ભક્તિ–બહુમાન કરવાથી સદ્ગતિની પ્રાપ્તિ થાય છે. ૫. વિનયાદિ અનેક ગણોની ઉપલબ્ધિ થાય છે. ૬. અન્ય જીવોને વિનય સેવાનો આદર્શ ઉપલબ્ધ થાય છે. (૫) પોતાના દોષોની આલોચના કરવાથી–મોક્ષમાર્ગમાં વિદ્ધ કરવાવાળા અને અનંત સંસારની વૃદ્ધિ કરવાવાળા માયા, નિદાન અને મિથ્યાત્વરૂપ ત્રણ શલ્યોનો નાશ થાય છે. સરલ ભાવો પ્રાપ્ત થાય છે. (૬) આત્મનિંદા કરવાથી૧. પશ્ચાત્તાપ થઈને વિરક્તિ ભાવોની વૃદ્ધિ થાય છે. ૨. તેનાથી ગુણસ્થાનોની ક્રમશઃ વૃદ્ધિ થઈ મોહનીય કર્મનો ક્ષય થાય છે. (૭) બીજાની સમક્ષ પોતાની ભૂલ પ્રગટ કરવાથી જીવ પોતાના અનાદર, અસત્કાર જન્ય કર્મોની ઉદીરણા કરે છે અને ક્રમશઃ ઘાતી કર્મોનો ક્ષય થાય છે. (૮) સામાયિક કરવાથી–પાપ પ્રવૃત્તિઓ છૂટી જાય છે. (૯) ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરવાથી-સમ્યક્ત્વની વિશુદ્ધિ થાય છે. ટિપ્પણ - અહી કોઈ સમ્યફ-પરાક્રમ માટેના આ પ્રશ્નોત્તરને સમ્યકત્વ પરાક્રમ કહી દે છે અને લખી દે છે. અહિં એ ખાસ સમજવાનું છે કે “પરાક્રમ’ એ સમ્યફ અને અસમ્યક એમ બે પ્રકારનો થઈ શકે તેમાંથી પ્રસ્તુત સમ્યકુ પરાક્રમના બોલોનું ફળ બતાવવામાં આવ્યું છે. પ્રાકૃત શાસ્ત્રમાં સમ્મત્ત શબ્દ અનેક અર્થમાં પ્રયુક્ત થાય છે. માટે પ્રસંગાનુકૂલ અને તર્કસંગત અર્થ કરવો યોગ્ય બને છે. (૧૦) વંદના કરવાથી–૧. નીચ ગોત્રનો ક્ષય અને ઉચ્ચ ગોત્ર કર્મનું ઉપાર્જન થાય છે. ૨. તેની આજ્ઞાને લોકો શિરોધાર્ય કરે તેવું સૌભાગ્ય અને લોકચાહનાને પ્રાપ્ત કરે છે. (૧૧) પ્રતિક્રમણ કરવાથી–૧. લીધેલા વ્રત પ્રત્યાખ્યાનોની શુદ્ધિ થાય છે. ૨. જેનાથી ચારિત્ર શુદ્ધ થાય છે. ૩. સમિતિ–ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચન માતામાં જાગૃતિ રહે છે. ૪. ભાવયુક્ત પ્રતિક્રમણ કરવાથી સંયમમાં વૃદ્ધિ થાય છે. ૫. માનસિક નિર્મળતાની ઉપલબ્ધિ થાય છે. (૧૨) કાયોત્સર્ગ કરવાથી અર્થાતુ મનવચન તથા શરીરને પૂર્ણતઃ વ્યુત્સર્જન કરવાથી–૧. સાધક કર્મના બોજથી હલકો બને છે. ૨. પ્રશસ્ત ધ્યાનમાં લીન થઈ ઉતરોત્તર સુખ પૂર્વક વિચરણ કરે છે. (૧૩) પ્રત્યાખ્યાન કરવાથી-ઇચ્છાઓનો આશ્રયોનો નિરોધ થાય છે, જેથી કર્મબંધ ઓછા થાય છે. (૧૪) સિદ્ધ સ્તુતિ કરવાથી અર્થાત્ નમોત્થણનો પાઠ કરવાથી–૧. જ્ઞાન, દર્શન, ચારિત્ર સંબંધી વિશિષ્ટ બોધિની પ્રાપ્તિ થાય છે. ૨. અને વિશિષ્ટ જ્ઞાન સંપન્ન જીવ આરાધના કરવા યોગ્ય બને છે. (૧૫) પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવાથી–૧.ચારિત્ર નિરતિચાર બને છે. ૨. પાપાચરણોનું સંશોધન થાય છે. ૩. સમ્યગૂ જ્ઞાનની ઉપલબ્ધિ અને ચારિત્રની સમ્યક્ પ્રકારે આરાધના થાય છે. (૧૬) કાળપ્રતિલેખન એટલે અસ્વાધ્યાયના કારણોની યોગ્ય જાણકારી મેળવવાથી– જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષય થાય છે. (૧૭) ક્ષમાયાચના કરવાથી૧. ચિત્ત પ્રસન્ન થાય ૨. બધા જીવો પ્રત્યે મૈત્રી ભાવના પ્રગટે ૩. મનની નિર્મળતા થવાથી તે સર્વત્ર નિર્ભય બની જાય છે. (૧૮) સ્વાધ્યાય કરવાથી–જ્ઞાનાવરણીય કર્મની નિર્જરા થાય છે. (૧૯) વાચનાથી–આચાર્યાદિ પાસેથી મૂળ પાઠ અને અર્થની વાચના લેવાથી ૧. સર્વતોમુખી(ગાઢા,મોટા ચિકણા)કર્મોનો ક્ષય થાય છે. ૨. વાચના લેવાથી શ્રત પ્રત્યે ભક્તિ ભાવની વૃદ્ધિ થાય છે અને સમ્યક્ શાસ્ત્ર વાચના લઈ બહુશ્રુત થવાથી શ્રુતના ઉપેક્ષા દોષ અને આશાતના દોષથી બચી જાય છે. ૩. તે સદા શ્રુતાનુસાર નિર્ણય કરનાર થાય છે તથા ૪. તે જિન શાસનના અવલંબન ભૂત બને છે. ૫. જેનાથી મહાન નિર્જરાનો લાભ અને મુક્તિનો લાભ થાય છે.
જી