________________
95
jainology
આગમસાર (૪) જે અલોલુપી નિર્દોષ ભિક્ષાજવી, અકિંચન(સંયમ ઉપકરણ સિવાય કંઈ જ રાખતા નથી) અને ગૃહસ્થોનો પરિચય તથા આસક્તિ રહિત છે; તે બ્રાહ્મણ છે. (૫) વેદ પશુવધનું વિધાન કરનારા છે; યજ્ઞ હિંસાકારી પાપ કૃત્યો યુક્ત સ્પષ્ટ દેખાય છે, તેથી તે દુર્ગતિમાં જતાં દુઃશીલ પ્રાણીઓની રક્ષા કરી શકતા નથી. (૬) કેવલ માથું મૂંડાવવાથી શ્રમણ નથી થવાતું, ‘ૐ’ નો જાપ કરવા માત્રથી બ્રાહ્મણ નથી કહેવાતા, પરંતુ સમભાવ ધારણ કરવાથી શ્રમણ અને બ્રહ્મચર્ય પાલન કરવાથી બ્રાહ્મણ કહેવાય છે. તેમજ જ્ઞાન અધ્યયન કરવાથી મુનિ અને તપશ્ચર્યા કરવાથી તપસ્વી થવાય
દિવાલ ઉપર ભીની માટીનો ગોળો ફેંકવામાં આવે તો ચીટકી જાય છે અને સુકી માટીના ગોળાને ફેંકવાથી તે દિવાલને ચોટતો નથી. તે જ પ્રકારે વિષય લાલસાયુક્ત જીવો સંસારમાં વળગ્યા રહે છે, સંસારમાં ફસાઈ જાય છે. અને વિરક્ત અનાસક્ત જીવો સંસારથી મુક્ત બની જાય છે.
છવીસમું અધ્યયન : સમાચારી (૧) ભિક્ષુએ ઉપાશ્રયની બહાર જતી વખતે “આવર્સીહિ' શબ્દનું ઉચ્ચારણ કરવું જોઇએ. જેનો અર્થ થાય છે કે હું સંયમના આવશ્યક પ્રયોજનથી જ બહાર જઉ છું.(૨) ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે “નિસ્સહિ” શબ્દનું ઉચ્ચારણ કરવું અર્થાત્ હું મારા કાર્યથી નિવૃત્ત થઈને આવી ગયો છું.(૩-૪) પોતાનું કે અન્યનું દરેક કાર્ય ગુરુની આજ્ઞા લઈને જ કરવું જોઇએ. (૫) આહારાદિની પ્રાપ્તિ થયા બાદ અન્યને નિમંત્રણ આપવું. (૬) જ્ઞાનાદિ ગ્રહણ કરતી વખતે પણ ગુવદિને એ પ્રમાણે કહેવું કે આપની ઇચ્છા હોય તો મને શાસ્ત્રજ્ઞાન આપો.(૭) ભૂલ થઈ હોય, તેનું જ્ઞાન થવા પર “
મિચ્છામિ દુકકડું બોલવું. (૮) ગુરુના વચનોને સાંભળ્યા બાદ તહત્તિ' શબ્દનું ઉચ્ચારણ કરવું અને તેનો સ્વીકાર કરવો.(૯) ગુરુની સેવાને માટે સદાય તત્પર રહેવું. (૧૦) શ્રુત અધ્યયન અર્થે કોઈપણ આચાર્ય આદિની સમીપે રહી અધ્યયન કરવું; આ દસવિધ સમાચારી કહી છે.(૧૧) ભિક્ષુએ રાત્રિના ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો જોઈએ. જ્યારે દિશા લાલ થાય ત્યારે પ્રતિક્રમણ કરવું જોઇએ. સૂર્યોદય થયા બાદ પ્રતિલેખન કરી ગુરુની આજ્ઞા લઈ, અન્ય કોઈ સેવા કાર્ય ન હોય તો પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. પ્રથમ પ્રહરના અંતમાં પાત્ર પ્રતિલેખન કરવું. બીજા પ્રહરમાં ધ્યાન અર્થાત્ અનુપ્રેક્ષા કરવી. ત્રીજા પ્રહરમાં ભિક્ષાદિ શારીરિક આવશ્યક કર્તવ્યોથી નિવૃત્ત થવું. ચતુર્થ પ્રહરમાં પાત્ર પ્રતિલેખન કરી તેને બાંધી મૂકી દેવા અને અન્ય ઉપકરણોની પ્રતિલેખના કરી સ્વાધ્યાયમાં લીન થવું.
ચોથા પ્રહરના અંતમાં રાત્રિને માટે શયનભૂમિનું અને મળ-મૂત્ર પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરવું. સૂર્યાસ્તથી માંડી લાલ દિશા રહે તે સમય દરમ્યાન પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ સમાપ્ત થતાં દિશાવલોકન કરી સ્વાધ્યાયનો સમય થતાં પ્રથમ પ્રહર સુધી સ્વાધ્યાય કરવો. દ્વિતીય પ્રહરના પ્રારંભમાં ધ્યાન ર્યા બાદ વિધિપૂર્વક શયન કરવું. તૃતીય પ્રહરના અંતમાં નિદ્રા અને શયનથી
ન આદિ કરી સ્વસ્થ થઈ જવું. ફરી ચતુર્થ પ્રહરમાં સ્વાધ્યાય કરવો. આ ભિક્ષુની સંક્ષિપ્ત દિનચર્ચા કહી છે (૧૨) પ્રતિલેખના મુહપત્તીથી પ્રારંભ કરી અંત સુધી યતનાથી એવં વિધિપૂર્વક કરવી જોઇએ. (૧૩) ૧. ભૂખને શાંત કરવા માટે ૨. વૈયાવચ્ચ કરવા માટે ૩. નેત્ર જ્યોતિ અને ગમનાગમનની શક્તિ માટે ૪. સંયમ વિધિઓનું પાલન થાય માટે ૫. જીવન નિર્વાહ માટે ૬. ધર્મચિંતન, અધ્યયન કે સ્વાધ્યાય ધ્યાન આદિને માટે ભિક્ષુ આહાર કરે. (૧૦) ૧. રોગાતક થવાથી સાધુએ આહાર છોડી દેવો જોઇએ. ૨. ઉપસર્ગ ઉપસ્થિત થવાથી ૩. બ્રહ્મચર્યની સમાધિ જાળવવા માટે ૪. ત્ર-સ્થાવર જીવોની રક્ષા માટે અર્થાતુ વર્ષા, વાવાઝોડું, ધુમ્મસના કારણે અને વિકસેન્દ્રિય પ્રાણીઓની અત્યધિક ઉત્પત્તિ થવાથી (ગોચરીએ જતાં વિરાધના થવાથી) ૫. કર્મ નિર્જરાર્થે તપશ્ચર્યા કરવા માટે અને ૬. મૃત્યુ સમય નજીક જાણી સંથારો કરવા માટે, આ જ કારણે મુનિઓએ આહારનો ત્યાગ કરવો જોઇએ.
સત્તાવીસમું અધ્યયન : ગર્ગાચાર્ય પ્રાસંગિક:- સ્થિવર ગર્ગાચાર્યના અશુભ કર્મોદયે બધા શિષ્ય તેમને માટે અસમાધિ ઉત્પન્ન કરાવનારા થયા. તેમની આજ્ઞા પાલન અને ચિત્ત આરાધના કરવામાં એક પણ શિષ્ય સફળ ન થયો. તેથી નિરાશ થઈ ગર્ગાચાર્ય શિષ્યોને ત્યજી એકલા રહીને સંયમની આરાધના કરવા લાગ્યા અને પરમ શાંતિનો અનુભવ કરતાં સંયમ–તપની આરાધના કરી કલ્યાણ સાધ્યું.
ગળીયો બળદ (માલિકની આજ્ઞા અનુસાર ન ચાલનાર) અને ગાડીવાન બંને પરસ્પર દુઃખી થાય છે. તે જ રીતે અવિનીત. શિષ્ય અને ગુરુ બંને દુઃખી થાય છે. તેના માયા, જૂઠ, કલહ આદિ પ્રવૃત્તિઓથી સંયમનો નાશ થાય છે. તેથી અશુભ કર્મ અથવા
અનાદેય નામકર્મનો તીવ્ર(જોરદાર) ઉદય જાણી એવા સમયમાં યોગ્ય અવસર જાણી એકાકી વિહાર કરી આત્મ કલ્યાણ કરવું જ હિતકર થાય છે.
અવિનીત સાધુ કોઈ ઘમંડી હોય છે, કોઈ દીર્ઘ ક્રોધી હોય છે, કોઈ ભિક્ષાદિ પ્રવૃત્તિમાં આળસુ હોય છેતો કોઈ વડીલોની શિક્ષા-પ્રેરણા સાંભળવા જ નથી ઇચ્છતા, બલ્ક કુતર્ક કરી સદા પ્રતિકૂળ વર્તન કરે છે. મોક્ષાર્થી મુનિએ આવા કુલક્ષણવાળા સાથીઓનો પણ ત્યાગ કરવો જોઇએ.
અઠ્ઠાવીસમું અધ્યયન: મોક્ષમાર્ગ (૧) સમ્યગુ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ ધર્મ એ જ મોક્ષમાર્ગ છે; મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ છે. (૨) જીવાદિ નવપદાર્થ અને છ દ્રવ્યોને જાણી સર્વજ્ઞના કથન અનુસાર શ્રદ્ધા કરવી; એ જ સમ્યગ જ્ઞાન અને સમ્યગુ દર્શન છે. (૩) જિનવાણી દ્વારા દેશ વિરતિ કે સર્વવિરતિનું જે સ્વરૂપ પ્રરૂપિત છે, તેને સારી રીતે સમજી શુદ્ધરૂપે પાલન કરવું, તે સમ્યક ચારિત્ર છે.