________________
jainology
આગમસાર
બાવીસમું અધ્યયન અરિષ્ટનેમિ પ્રાસંગિક – બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિ પોતાના વિવાહ પ્રસંગે જાન લઈને જતાં માર્ગમાં પશુઓના કરુણ પોકાર સાંભળી તુરંત જ પાછા વળ્યા. એક વર્ષ સુધી દાન આપી સંયમ સ્વીકાર ક્ય. યથાસમયે અરિષ્ટનેમિ ભગવાનના ભાઈ રથનેમિ અને સતી રાજેમતીએ પણ સંયમ અંગીકાર ર્યો. એકવાર વરસાદમાં ભીંજાઈ જતાં સતી રાજમતી એક ગુફામાં વસ્ત્ર સૂકવવા ગયાં. તે જ ગુફામાં ધ્યાનસ્થ રહેલા રથનેમિની દષ્ટિ રાજમતિ ઉપર પડતાં સંયમમાં વિચલિત થયા. રાજુમતિને ખ્યાલ આવતાં વિવેક અને વીરતાપૂર્વક રથનેમીને સંયમમાં સ્થિર ર્યા. અંતે બન્ને કર્મક્ષય કરી મુક્ત થયા. (૧) કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિના પિત્રાઈ મોટાભાઈ હતા. તેઓએ ભગવાનના વિવાહમાં સક્રિય ભાગ લીધો હતો. (૨) ભગવાન અરિષ્ટનેમિનું શરીર ૧૦૦૮ લક્ષણોયુક્ત ઉત્તમ સંઘયણ અને સંસ્થાનથી સંપન હતું. (૩) જીવો પ્રત્યેના અનુકંપાના ભાવથી તેઓએ વિવાહનો ત્યાગ ર્યો હતો. (૪) કણ વાસદેવે અરિહંત અરિષ્ટનેમિને દીક્ષા ગ્રહણ કરતી વખતે શ્રેષ્ઠ આરાધના કરવાના શભાશીષ આપ્યા. (૫) ભોગાસક્ત વ્યક્તિ પણ મનુષ્યભવને દુર્લભ કહી મનુષ્ય સંબંધી ભોગોમાં આનંદ માને છે. જ્યારે મોક્ષાર્થી સાધક “ભોગો તો પ્રત્યેક ભવમાં પ્રાપ્ત થનારા છે તેમ જાણી મનુષ્ય ભવની દુર્લભતાને મોક્ષ પ્રાપ્તિના હેતુભૂત સમજે છે. કારણકે ભોગોની સુલભતા તો અન્ય ગતિમાં પણ થાય છે પરંતુ સંયમ અને મોક્ષની આરાધના ફક્ત મનુષ્યભવમાં જ થાય છે. તેથી દુર્લભ મનુષ્ય ભવનો ઉપયોગ જ્ઞાની આત્મા મુક્તિ સાધનમાં જ કરે અને બાકી બધા કાર્યોને તેઓ મનુષ્યભવના દુરુપયોગ રૂપ સમજે. (૬) સ્વ-પરની એકાંત હિત ભાવનાથી કહેવાયેલા કટુ વચન પણ સુભાષિત વચન હોય છે. (રાજેમતિએ ભોગોને, વમેલાને ચાટવા સમાન કહ્યા અને વમનનુ આહાર તો કાગડા, કુતરા કરે. એમ કહયું.) (૭) શબ્દોને પ્રભાવશાળી બનાવી ઉચ્ચારણ કરવું તે ક્રોધ અને અભિમાનથી ભિન્ન છે. (૮) કષાયનો ત્યાગ કરી, ઇન્દ્રિયોને વશમાં રાખી ગુપ્તિઓથી યુક્ત થઈને, દઢતાથી સંયમના નિયમોનું પાલન કરવાથી જીવ આત્મકલ્યાણ સાધી શકે છે. આ જ ગુણોના આસેવન અને ધારણથી રથનેમિ મુનિ અને રાજમતી સતીએ આત્મ કલ્યાણ સાધ્યું હતું.
ત્રેવીસમું અધ્યયન : કેશી–ગૌતમ સંવાદ પ્રાસંગિક - ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી અને પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના અવધિજ્ઞાની શ્રમણ કેશી સ્વામી પોતાના શિષ્ય પરિવારની સાથે શ્રાવતિ નગરીમાં પધાર્યા. બન્ને અલગ-અલગ ઉદ્યાનમાં ઉતર્યા હતા. ગમનાગમન, ભિક્ષાચરી આદિ વખતે તે–તે શ્રમણોનું પરસ્પર સંમેલન અને પરિચય થાય છે. કંઈક આચાર આદિની ભિન્નતા હોવાથી શિષ્યોમાં ચર્ચા થાય છે. શિષ્યોની જિજ્ઞાસાઓના સમાધાન માટે ઉચિત્ત અવસર જોઈ અને પ્રમુખ શ્રમણ (કેશી-ગૌતમ) એકત્રિત થઈ પ્રશ્નોત્તર, વાર્તાલાપની ગોઠવણ કરે છે. ગૌતમ સ્વામી કેશી શ્રમણ પાસે શિષ્ય પરિવાર સહિત જાય છે. પરસ્પર સમ્યક વિનયવ્યવહાર આસન આદાન-પ્રદાન કરે છે ત્યાં અન્ય અનેક દર્શક શ્રોતા તથા અનેક જાતિના દેવો પણ આવે છે. કેશી સ્વામી “ મહાભાગ' સંબોધન દ્વારા ગૌતમ સ્વામીને પ્રશ્ન પૂછે છે; જ્યારે ગૌતમ સ્વામી ભંતે' સંબોધનપૂર્વક કેશી સ્વામીને અનુમતિ અને
ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં સમર્પિત થઈ જાય છે. પનદીક્ષિત થઈ જાય છે.(નોંધ : પ્રદેશી રાજા વાળા કેશીસ્વામી ચાર જ્ઞાનના ધારક હતા,તેથી આ કેશીસ્વામી ત્રેવીસમાં ભગવાનની શિષ્ય સંપદાના. હોવા છતાં બીજા છે એમ જણાય છે.સરખા નામ વાળા બે અલગ વ્યકિત હોવા જોઇએ.) જ્ઞાનગોષ્ઠી સારાંશ:(૧) પાર્શ્વનાથ ભગવાનના સાધુઓનો સચેલકધર્મ(મૂલ્ય અને મર્યાદા માં ઇચ્છિત વસ્ત્રો ધારણ કરવા રૂપ) હોય છે અને ભગવાન મહાવીરના સાધુઓનો અચેલક ધર્મ (અલ્પ મૂલ્ય અને મર્યાદિત વસ્ત્ર ધારણ કરવા રૂ૫)હોય છે. (૨) આ જ પ્રમાણે બંનેમાં ચાતુર્યામ ધર્મ અને પંચમહાવ્રત ધર્મરૂપ અંતર હોય છે. તે અંતર ફક્ત વ્યવહાર રૂપ કે સંખ્યા સંબંધી જ છે, તત્વ સંબંધી નથી. આ બંને તફાવતોનું કારણ એ છે કે મધ્યમ બાવીસ તીર્થકરના સમયે કાલ પ્રભાવે મનુષ્ય સરલ અને પ્રજ્ઞા સંપન અધિક હોય છે. પ્રથમ તીર્થકરના શાસન કાળના મનુષ્ય સરલ અને જડ અધિક હોય છે. અંતિમ તીર્થંકરના શાસન કાળના મનુષ્ય ઉક્ત ગુણસંપન અતિ અલ્પ હોય છે પરંતુ વક્ર જડની સંખ્યા અધિક હોય છે. (૩) સંયમયાત્રા અને ઓળખાણ(સ્વયંને સાધુતાની પ્રતીતિ અને અન્યને પરિચય) માટે કોઈપણ લિંગ(વેષ)નું પ્રયોજન હોય છે, જે વ્યવસ્થા અને આજ્ઞા અનુસાર તેમજ ગઢ હેત પૂર્વક હોય છે. નિશ્ચયમાં તો મોક્ષના મુખ્ય સાધન સમ્યગજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર છે. તેની આરાધનામાં કોઈપણ તીર્થંકરના શાસનમાં કે કોઈ પણ ભેદે મોક્ષ જનારામાં ભિન્નતા હોતી નથી. (૪) આત્મા, ચાર કષાય અને પાંચ ઇન્દ્રિય; આ દસને જીતવામાં જ પૂર્ણ વિજય છે, અર્થાત્ આત્મપરિણતિને જિનાજ્ઞામાં સમર્પિત કરી દેવી. જ્ઞાનાત્મા દ્વારા કષાયાત્માને શિક્ષિત કરી નિયંત્રિત કરવો, સમભાવથી રહેવું, વૈરાગ્ય ભાવો દ્વારા ઈન્દ્રિયોની ચંચળતાને શાંત કરવી, ઇચ્છાઓનો નિગ્રહ કરવો; આ સર્વ ઉપાયો આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જરૂરી છે. (૫) રાગ, દ્વેષ અને સ્નેહ સંસારમાં બંધનરૂપ છે, જાળ રૂપ છે, તેનું છેદન કરવું જોઇએ. અર્થાત્ મોક્ષસાધકે તે પરિણામોથી મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. જ્ઞાન અને વિવેક દ્વારા રાગ, દ્વેષ અને સ્નેહ પરિણામોથી મુક્ત થઈ શકાય છે. (૬) તૃષ્ણા–ઇચ્છાઓ અને લાલસાઓ એ હૃદયમાં રહેનારી વિષ વેલડીઓ છે. તેથી મોક્ષાર્થીએ સમિતિ દ્વારા ગુપ્તિ તરફ અગ્રેસર થવું જોઇએ. આ લોક–પરલોકની સંપૂર્ણ લાલસાઓથી ક્રમશઃ મુક્ત થવું જોઈએ. પ્રશંસા, પ્રતિષ્ઠા, સન્માનની ઇચ્છા પણ મુનિએ જીવનમાંથી સમૂળ ઉખેડી ફેંકી દેવી જોઇએ તો જ વિષ ભક્ષણથી બચી જઈ, મુક્તિ સંભવ છે.