________________
92
આગમસાર–પૂર્વાર્ધ શરીર પુનઃ સંયુક્ત થઈ જાય છે. આ પ્રકારે અહીં બતાવ્યું છે કે સંયમના કષ્ટથી અનંત અધિક નરકમાં દુઃખો છે. તેને જીવ પરવશતાથી અને અનિચ્છાએ સહન કરીને આવ્યો છે.] (૧૫) મુનિ જીવનમાં રોગનો ઉપચાર ન કરવો તે પણ એક સિદ્ધાંત છે. તેના માટે મૃગ-પશુનું દષ્ટાંત આપી સમજાવ્યું છે કે પશુને રોગ આવતાં આહારનો ત્યાગ કરી વિશ્રામ કરે છે અને સ્વસ્થ થયા પછી જ આહાર ગ્રહણ કરે છે. મુનિ પણ રોગ આવતાં મૃગની. જેમ સંયમ આરાધના કરે. (૧૬) મુનિ લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન-મરણ, નિન્દા-પ્રશંસા, માન– અપમાનમાં સદા એક સમાન ભાવ રાખે, હાસ્ય-શોકથી દૂર રહે, ચંદન વૃક્ષની સમાન ખરાબ કરનારનું પણ ભલું જ કરે, તેના પ્રતિ શુભ હિતકારી અધ્યવસાય રાખે. (૧૭) અંતિમ ગાથામાં કહેવામાં આવ્યું છે કે, ધન દુઃખોની વૃદ્ધિ કરાવનાર છે. મમત્વ બંધન મહાભયને પ્રાપ્ત કરાવનારુ છે. ધર્માચરણ-વ્રત, મહાવ્રત ધારણ કરવાથી અનુત્તર સુખોની પ્રાપ્તિ થાય છે.
વીસમું અધ્યયન : અનાથી મુનિ પ્રાસંગિક - એક વખત મહારાજા શ્રેણિક ફરતાં-ફરતાં ઉદ્યાનમાં આવ્યા. ત્યાં અનાથિમુનિને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા જોયા. મુનિના રૂપ, સૌમ્યતા તથા વૈરાગ્યને જોઈ આશ્ચર્ય થયું. તે યોગ્ય શિષ્ટાચાર જાળવી વંદન કરી બેઠા અને પૂછ્યું કે- “આપે દીક્ષા શા માટે લીધી?' મુનિએ પ્રત્યુત્તરમાં કહ્યું હું અનાથ હતો.' રાજાએ કહ્યું- “તમારો નાથ હું બનું છું રાજ્યમાં પધારો.' ત્યારે મુનિએ અનાથતાનું વર્ણન કર્યું. કે મારે માતા-પિતા, ભાઈ–બહેન પત્નિ પરિવાર અને પ્રભૂત ધન ભંડાર હતો, છતાં મારી રોગ જનિત મહાન વેદનાને કોઈ મટાડી શક્યા નહિ કે તેમાં ભાગ પડાવી શક્યા નહિ, ઉપાયો બધા નિષ્ફળ થતાં મેં દીક્ષા લીધી. સર્વ હકીકત અને ઉપદેશ સાંભળી શ્રેણિક રાજા બોધ પામ્યા અને ધર્માનુરાગી બન્યા. ઉપદેશનો સાર આ પ્રમાણે છે(૧) પુષ્કળ ધન, માતા-પિતા, ભાઈ–બહેન અને પત્ની હોવા છતાં પણ આ જીવની રોગથી કે મૃત્યુથી કોઈ રક્ષા કરી શકતા નથી. તેથી રાજા હોય કે શેઠ, બધા અનાથ છે; કારણ કે હજારો દેવ, હજારો સ્ત્રીઓ, હજારો રાજા, કરોડોનો પરિવાર, ચૌદ રત્ન, નવનિધાન; આ બધું જ હોવા છતાં ચક્રવર્તી એકલો, અસહાય બની મૃત્યુ આવતાં નરકમાં ચાલ્યો જાય છે. અર્થાત્ આ બધા જ પદાર્થ મૃત્યુ અને દુઃખોથી બચાવી શકતા નથી. આ રીતે જેનું કોઈ રક્ષક નથી તે સર્વ અનાથ છે. (૨) સંયમ ધર્મ સ્વીકાર કરનાર માણસ સનાથ હોય છે. ધર્મ તેને દુઃખમાં પણ સુખી રહેવાની પ્રેરણા કરે છે. મૃત્યુ સમયે પણ મહોત્સવ જેવા આનંદનો અનુભવ કરાવે છે અને અંતમાં દુર્ગતિમાં જવા દેતો નથી. તેથી આવો સંયમધર્મ યુક્ત આત્મા સનાથ બને છે. માટે હે રાજન! હવે તો હું સનાથ થઈ ગયો છું. (૩) કેટલીક વ્યક્તિઓ સંયમ સ્વીકાર કરવા છતાં પણ અનાથ હોય છે. તે બીજા પ્રકારની અનાથતા છે. એટલે કે સંયમધારણ ક્ય પછી પણ કેટલાક સાધક આત્માને દુર્ગતિથી બચાવી શકતા નથી. જેમ કે– ૧. જે મહાવ્રતોનું સમ્યફ પ્રકારે પાલન કરતો નથી. ૨. મન, ઇન્દ્રિય અને કષાયનો નિગ્રહ કરતો નથી. ૩. રસોમાં આસક્ત રહે છે. ૪. ચાલવા, બોલવા, ગવેષણા કરવામાં પણ સંયમની. મર્યાદાઓ છે, તેનું ધ્યાન રાખીને પાલન કરતો નથી અર્થાત્ સમિતિ, ગુપ્તિનું સમ્યક્ પ્રકારે પાલન કરતો નથી. ૫. જે લોકોને ભૂત-ભવિષ્યના નિમિત્ત કહે છે; રેખા, લક્ષણ, સ્વપ્ન આદિનું ફળ બતાવે છે; વિદ્યામંત્રથી ચમત્કાર બતાવે છે; સાવધ અનુષ્ઠાનોમાં અને ગૃહકાર્યોમાં ભાગ લે છે. ૬. જે ઔદેશિક ખાદ્ય પદાર્થ આદિ લે છે અથવા એષણીય–અનેષણીય જે મળે તે લે છે.
આ રીતે જે સ્વીકૃત ઉત્તમ સંયમની વિરાધના કરે છે, તે પણ અનાથ છે. એટલે કે જેનો સંયમ દૂષિત બની જાય છે તે દુર્ગતિથી બચી શકતો નથી. તેથી સાધુ થવા છતાં તે અનાથ છે.
સૂત્રમાં આવા સાધુની નગ્નતા, મુંડન આદિ વૃતિઓને મોક્ષમાર્ગની સાધનામાં મહત્વહીન નિરર્થક બતાવી છે. કાચના ટુકડાની સમાન ખોટી બતાવી છે. એવા સંયમય્યત સાધકોને બન્ને લોકમાં સંક્લેશ પ્રાપ્ત કરનારા અને કર્મક્ષય નહીં કરનારા બતાવ્યા છે.
જે રીતે વિષ પીવું, ઉર્દુ શસ્ત્ર ગ્રહણ કરવું અને અવિધિથી યક્ષને (દેવને) સાધવો દુઃખદાયી નીવડે છે; તે જ રીતે સંયમની વિધિથી વિપરીત આચરણ તે સાધકનું હિત કરી શકતું નથી.
આ પ્રમાણે ધર્મનો સ્વીકાર કરવો તે પહેલી સનાથતા છે અને સંયમ ગ્રહણ ર્યા પછી જિનાજ્ઞાનું પ્રામાણિકપણે યથાર્થ પાલન કરવું બીજી સનાથલા છે. બન્ને પ્રકારની સનાથતા ધારણ ક્ય પછી જ જીવન સફળ અને આરાધક બને છે.
એકવીસમું અધ્યયન સમુદ્રપાલમુનિ પ્રાસંગિક - જૈન દર્શનના જાણકાર(પારંગત) પાલિત શ્રાવકને સમુદ્રપાળ નામનો પુત્ર હતો. એક વખત સમુદ્રપાલે પોતાના ભવનમાં બેઠા-બેઠા ચોરને મૃત્યુદંડ માટે લઈ જતાં જોયો. તેના અશુભ કર્મોનાં કડવા ફળોનું ચિંતન કરતાં-કરતાં તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને સંયમ સ્વીકાર્યો. અંતમાં કર્મ ક્ષય કરી નિર્વાણ પામ્યા.
WWWWWWWWWWWWW ૪ww૮ ૪૪૪WWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW