________________
jainology |
આગમસાર
(૩) સર્વસ્વ છોડી એક દિવસ અવશ્ય જવું તો પડશે જ, આ જીવન વીજળી સમાન ચંચળ છે; છતાં પ્રાપ્ત થયેલ રાજ્ય આદિમાં પ્રાણી આસક્ત થઈ પરલોકનો વિચાર કરતો નથી, તે અજ્ઞાન દશા છે. (૪) સગા—સંબંધીનો સાથ પણ જ્યાં સુધી માણસ જીવતો છે ત્યાં સુધી જ છે. મૃત્યુ બાદ કેવલ શુભઅશુભ કર્મજ સાથે આવે છે. પરિવારના સભ્યો પણ મૃત્યુ પછી ઘરમાં રાખતા નથી. (૫) સંસારમાં અનેક એકાંતવાદી ધર્મ છે. એકાંત હોવાથી તેનું કથન યુક્તિ સંગત નથી હોતું, તેથી સમ્યક્ તત્ત્વોની શ્રદ્ધા સાથે સમ્યક્ ધર્મમાં સ્થિર રહેવું જોઇએ. ટૂંકમાં સાર એ છે કે—કોઈપણ સિદ્ધાન્તવાળા હોય પણ જો પાપકાર્યમાં અનુરક્ત રહે તો દુર્ગતિને પ્રાપ્ત કરે છે અને જે પાપનો ત્યાગ કરી અહિંસક, દયામય, આર્યધર્મનું આચરણ કરે છે તે દિવ્યગતિને પ્રાપ્ત કરે છે. (૬) લોકમાં દેખાતા વિભિન્ન એકાન્તવાદી સિદ્ધાન્ત મિથ્યા છે અને નિરર્થક છે; તેવું જાણી સ્યાદ્વાદમય સમ્યક્ નિષ્પાપ માર્ગનું અનુસરણ કરવું જોઇએ.
91
(૭) દસ ચક્રવર્તી રાજાઓએ પણ સંપૂર્ણ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરી સંયમ–તપની આરાધનાથી મુક્તિ મેળવી. બે ચક્રવર્તીએ (આઠમા સુભૂમ અને બારમા બ્રહમદત ) સાંસારિક સુખમાં આસક્ત બની સંયમ અંગીકાર ન ક્યોં તો તેઓ આસક્ત દશામાં જ મૃત્યુ પામી નરકમાં ગયા.
(૮) દશાર્ણભદ્ર રાજા, નમિ રાજા, કરકંડુ, દુર્મુખ, નગતિ રાજા, ઉદાયન રાજા, શ્વેત રાજા, વિજય, મહાબલ ઇત્યાદિ મોટા મોટા રાજાઓએ સંયમ ધારણ કરી આત્મ કલ્યાણ ર્ક્યુ.
આ પ્રમાણે જાણીને શૂરવીર મોક્ષાર્થી સાધકે મોક્ષ માર્ગમાં દઢતાપૂર્વક પરાક્રમ કરવું જોઇએ.
ઓગણીસમું અધ્યયન ઃ મૃગાપુત્ર
પ્રાસંગિક : સંત દર્શનથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં નરક આદિ ભવોને જોઈને ભોગોથી વિરક્ત થાય છે. દીક્ષાની અનુમતિ માંગતા માતા–પિતા સાથે થયેલ રોચક સંવાદનું વર્ણન તથા નરકગતિના દુ:ખોનું ભયાનક વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવ્યું છે. સંયમની દુષ્કરતા બતાવતાં મહાવ્રતોનું અને અનેક આચારોનું વર્ણન સ્પષ્ટ કરવામાં આવ્યું છે. છેલ્લે મૃગાપુત્ર આજ્ઞા પ્રાપ્ત કરી, સંયમ સ્વીકારી એકલા જ વિચરણ કરી સંયમ–તપની ઉત્કૃષ્ટ આરાધના કરી, એક માસનું અનશન કરી, સર્વકર્મોનો ક્ષય કરી મુક્ત થયા.
(૧) જાતિ સ્મરણ જ્ઞાન અધ્યવસાયોની શુદ્ધિ યુક્ત અનુપ્રેક્ષાથી અને જ્ઞાનાવરણીય તેમજ મોહનીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનથી ઉત્કૃષ્ટ પૂર્વના નિરંતર સંશીઅવસ્થાના ૯૦૦ ભવોનું, તેમજ તે ભવોના આચરણનું અને સંયમ વિધિઓનું જ્ઞાન થઈ શકે છે. તેથી સ્વતઃ જીવને ધર્મબોધ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે.
મૃગાપુત્ર દીક્ષાની અનુમતિ માંગતા ઃ
(૨) કામભોગ કિંપાક ફળ સમાન ભોગવવામાં(સેવન કરતાં સમયે)સુંદર અને મિષ્ટ લાગે છે પણ તેનું પરિણામ કટુ છે અર્થાત્ દુ:ખદાયી છે.
(૩) આ શરીર અનિત્ય, અશુચિમય, અશાશ્વત અને ક્લેશનું ભાજન છે. તેને પહેલાં કે પછી અવશ્ય છોડવું જ પડશે. પાણીના પરપોટાની સમાન આ જીવન ક્ષણભંગુર છે.
(૪) સંસારમાં જન્મ, જરા, રોગ અને મરણ એ ચાર મહા દુઃખ છે. બાકી તો આખોય સંસાર દુ:ખમય છે.
(૫) સંસારરૂપી અટવીમાં ધર્મરૂપી ભાતું લીધા વિના પ્રવાસ કરનારા જીવ રોગ આદિ દુઃખોથી પીડિત થાય છે.
માતા–પિતા સંયમની દુષ્કરતા બતાવતા :–
(૬) સમસ્ત પ્રાણિઓ પ્રત્યે કે વેરવિરોધ રાખનારાઓ પ્રત્યે પણ સમતાભાવ ધારણ કરવારૂપ અહિંસાનું પૂર્ણ પાલન કરવું દુષ્કર છે
(૭) સદા અપ્રમત્ત ભાવે, હિતકારી અને સત્ય ભાષા ઉપયોગપૂર્વક બોલવી દુષ્કર છે.
(૮) પૂર્ણ રૂપે અદત્તને ત્યાગી નિર્વધ અને એષણીય આહાર આદિ ગ્રહણ કરવા કઠિન છે.
(૯) સમસ્ત કામભોગોનો ત્યાગ કરવો અને વિવિધ સંગ્રહ પરિગ્રહનો તેમજ તેના મમત્વનો પરિત્યાગ કરવો અતિ દુષ્કર છે.
(૧૦) રાત્રિ ભોજનનો ત્યાગ કરવો અને ખાદ્ય પદાર્થ કે ઔષધ ભેષજનો સંગ્રહ ન કરવો દુષ્કર છે.
(૧૧) બાવીસ પરીષહ સહેવા, લોચ કરવો તથા વિહાર કરવો અતિ કષ્ટમય છે.
(૧૨) જીવનભર જાગૃતિ પૂર્વક આ બધા જ સંયમ ગુણોને ધારણ કરવા એટલે.... કે તે−૧. લોખંડનો મોટો બોજ કાયમ ઉપાડી રાખવા સમાન છે.ર. ગંગાનદીના પ્રતિસ્રોતમાં ચાલવા સમાન છે.૩. ભુજાઓથી સમુદ્ર પાર કરવા સમાન છે.૪. રેતીના કવલ ચાવવા સમાન છે.૫. તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા સમાન છે.૬. મીણના દાંતે લોખંડના ચણા ચાવવા સમાન છે.
૭. પ્રદીપ્ત અગ્નિશિખાને પીવા સમાન છે.૮. કપડાની થેલીને હવાથી ભરવા સમાન છે.૯. મેરુપર્વતને ત્રાજવાથી તોળવા સમાન છે અર્થાત્ ઉપરના બધા જ કાર્યો દુષ્કર છે. તેની સમાન સંયમ પાળવો પણ અત્યંત દુષ્કર છે. મૃગાપુત્ર ઉતરમાં કહે છે ઃ– (૧૩) અગ્નિની ઉષ્ણતા કરતાં પણ નરકની ગરમી અનંત ગુણી છે. અહીંની ઠંડીથી નરકની ઠંડી અનંતગુણી છે. જ્યાં નારકીને વારંવાર ભૂંજવામાં આવે છે, કરવતથી કાપવામાં કે ટુકડા કરવામાં આવે છે. મુગરોથી માર મારવામાં આવે છે. તીક્ષ્ણ કાંટાઓમાં ઢસેડવામાં આવે છે. ઘાણીમાં પીલવામાં આવે છે, છેદન– ભેદન કરવામાં આવે છે. બળપૂર્વક ઉષ્ણ જાજ્વલ્યમાન ૨થમાં જોતરવામાં આવે છે, તૃષા લાગતાં તીક્ષ્ણ ધારવાળી વૈતરણી નદીમાં નાખવામાં આવે છે. ઉકાળેલ લોઢું, સીસું, તાંબુ પીવડાવવામાં આવે છે. (૧૪) ‘તમને માંસ પ્રિય હતું', એમ કહી અગ્નિ સમાન પોતાના જ માંસને લાલચોળ કરી પકવી ખવડાવવામાં આવે છે. ‘તમને વિવિધ મદિરા ભાવતા હતા’ એમ કહી ચરબી અને લોહી ગરમ કરી પીવડાવે છે. નરકમાં કેટલીક વેદના પરમાધામી દેવકૃત હોય છે. વૈક્રિય શરીર અને દીર્ઘ આયુષ્ય હોવાથી નારકી જીવો મરતા નથી. રાઈ જેટલા ટુકડા કરવામાં આવે છતાં પારાની સમાન તેમનું