________________
આગમચાર-પૂર્વાર્ધ
(૪) પાપ શાસ્ત્રો અર્થાતુ જ્યોતિષ, મંત્ર-તંત્ર, ઔષધ-ભેષજ નો પ્રયોગ ન બતાવનારા, રોગ આવવા છતાં કોઈ વૈદ્ય આદિનું શરણ ન લેનારા, ચિકિત્સાનો પરિત્યાગ કરનારા ભિક્ષુ કહેવાય છે. (૫) રાજા આદિ ક્ષત્રિયો તથા શિલ્પીઓ કે અન્ય ગૃહસ્થો સાથે ઐહિક પ્રયોજન સંપર્ક–પરિચય ન કરે તે ભિક્ષુ છે. (૬) આહાર આદિ ન દેવા પર અપ્રસન્ન ન થાય, દેનારા ઉપર પ્રસન્ન થઈ આશીર્વચન ન કહે, નિરસ એટલે સામાન્ય આહાર મળતાં નિંદા ન કરે, સામાન્ય ઘરોમાં ભિક્ષાર્થે જાય, તે ભિક્ષુ કહેવાય છે. (૭) ભયાનક શબ્દોથી અને ભયસ્થાનોથી ભયભીત ન બને તે ભિક્ષુ છે. (૮) જીવોના દુઃખોને જાણી તેને આત્મવત્ સમજનારા, આગમ જ્ઞાનમાં કોવિદ, પરીષહ વિજેતા, ઉપશાંત, મંદ કષાયી, કોઈને અપમાનિત કે ખેદિત ન કરનારા, અલ્પભોજી, ઘરને છોડી એકત્વભાવમાં લીન રહી વિચરણ કરે તો તે ભિક્ષુ છે.
સોળમું અધ્યયન બ્રહ્મચર્ય સમાધિ બ્રહ્મચર્ય વ્રતની સુરક્ષા માટે અને આત્મસમાધિ ભાવોને કેળવવા માટે નીચે બતાવેલ સાવધાની રાખવી જરૂરી છે.
(૧) સ્ત્રી આદિ સાથે એક મકાનમાં ન રહેવું. (૨) રાગવૃદ્ધિ કરવાવાળી સ્ત્રી-સંબંધી વાર્તા ન કરવી તેમજ ન સાંભળવી. (૩) સ્ત્રીઓ સાથે વારંવાર વાર્તા તેમજ અધિક સંપર્ક ન કરવો. (૪) સ્ત્રીઓના અંગોપાંગ એકીટશે ન જોવા. (૫) સ્ત્રીના રુદન, હાસ્ય, ગીત, કંદન આદિ શબ્દ શ્રવણમાં આસક્ત ન થવું.
(૬) પૂર્વાશ્રમનું સ્ત્રી સંબંધી વિષયોનું સ્મરણ, ચિંતન, મનન ન કરવું. (૭) શીઘ્ર વાસનાની વૃદ્ધિ કરાવનારા ઉત્તેજક, પૌષ્ટિક ખાદ્યપદાર્થ, રસાયણ– ઔષધિઓનું સેવન ન કરવું. દૂધ, ઘી આદિ વિગયોનો અમર્યાદિત તથા નિરંતર ઉપયોગ ન કરવો. (૮) ઠાંસી ઠાંસીને ન ખાવું. ૯) શરીરની વસ્ત્ર આદિથી શૃંગાર શોભા ન કરવી, વિભૂષાવૃત્તિનો ત્યાગ કરવો. (૧૦) શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ પાંચે મનોજ્ઞ વિષયોની આસક્તિનો ત્યાગ કરવો. પાંચે ઈન્દ્રિયનો નિગ્રહ કરવો.
આ પ્રમાણે બ્રહ્મચર્ય-સંયમના બાધક સ્થાનોનો ત્યાગ કરવો. પૂર્ણ સમાધિ ભાવયુક્ત દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરનારા નિને દેવ દાનવ પણ નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યના પાલનથી જીવ સંયમની આરાધના કરી મુક્ત બની જાય છે.
સત્તરમું અધ્યયન પાપી શ્રમણ પરિચય જે સંયમ સ્વીકાર ર્યા બાદ સાધનાથી ટ્યુત થઈ વિપરીત આચરણ કરે છે, તેને આ અધ્યયનમાં પાપી શ્રમણ” ની સંજ્ઞાથી સૂચિત્ત કરવામાં આવ્યા છે. (૧) જે શ્રુત અધ્યયનમાં તલ્લીન રહેતા નથી. (૨) નિદ્રાશીલ હોય એટલે ખાઈ, પીને દિવસે પણ સૂઈ રહે. (૩) આચાર્ય–ઉપાધ્યાય કોઈ
થાય કોઈ સચના પ્રેરણા કરે ત્યારે ક્રોધ કરે. તેમનો સમ્યક વિનય, સેવા-ભક્તિ ન કરે ઘમંડી બને. (૪) જીવ રક્ષા અને યતનાનું લક્ષ ન રાખનારા. (૫) ભૂમિનું પ્રતિલેખન ક્યૂ વિના જ્યાં-ત્યાં બેસનારા. જોયા વિના ગમનાગમન કરનારા. (૬) શીધ્ર અને ચપલગતિએ ચાલનારા. (૭) પ્રતિલેખનની વિધિનું પાલન ન કરનારા. (૮) માયાવી, લાલચી, ઘમંડી, વાચાળ, મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ ન કરનારા, અસંવિભાગી અને અપ્રિય સ્વભાવવાળા. (૯) વિવાદ, કલહ અને કદાગ્રહશીલ સ્વભાવવાળા. (૧૦) જ્યાં ત્યાં ફરતા રહેનાર, અસ્થિર આસનવાળા. (૧૧) શયનવિધિનું પાલન ન કરવાવાળા અર્થાત્ ઉતાવળે સૂઈ જનારા. (૧૨) વિગયોનું વારંવાર સેવન કરનારા અને તપશ્ચર્યા ન
રા. (૧૩) સવારથી સાંજ સુધી ખાનારા. (૧૪) અસ્થિર ચિત્ત થઈ ગણ–ગચ્છમાં વારંવાર પરિવર્તન કરનારા. (૧૫) નિમિત બતાવનારા યંત્ર, મંત્ર, તંત્ર તથા વિદ્યા આદિનો પ્રયોગ કરી ગૃહસ્થોને બતાવનારા. (૧૬) સામુદાનિક(અનેક ઘરોની)ભિક્ષા ન કરનારા, નિત્ય એક જ ઘરથી આમંત્રણ સ્વીકારી આહાર–પાણી લેનારા, ગૃહસ્થના આસન શયનનો ઉપયોગ કરનારા.
ઉક્ત આચરણ કરનારા પાપી શ્રમણ કહેવાય છે. તેઓ આ લોકમાં નિન્દા પાત્ર થતાં શિથિલાચારી કહેવાય છે અને આ લોક તથા પરલોકને બગાડે છે. તેનાથી વિપરીત એટલે શુદ્ધ સંયમ પાલન કરનારા અર્થાત્ ઉક્ત દોષોનો પરિત્યાગ કરનારા સુવતી મુનિ આ લોકમાં અમૃતની સમાન પૂજિત બને છે અને પરલોકના આરાધક બને છે.
અઢારમું અધ્યયન: સંયતિ મુનિ પ્રાસંગિક – એકદા સંયતિ રાજા હરણનો શિકાર કરી રહ્યા હતા, હરણ ભયભીત થઈ દોડી રહ્યું હતું. હરણને બાણ વાગ્યું. ઉદ્યાનમાં પ્રશાંત ચિત્ત મુનિની પાસે જઈ હરણ પડી ગયું. સંયતિ રાજા તે હરણને શોધતાં-શોધતાં આવ્યા. મુનિ પાસે મૃગને પેડેલો જોઈ રાજાને થયું–નક્કી આ ઋષિનો મૃગ હશે. હવે તે મને શ્રાપ આપશે તો.? તેઓએ ભયભીત થઈ મુનિ પાસે ક્ષમાની પ્રાર્થના કરી. ત્યારબાદ મુનિનો ઉપદેશ સાંભળી તેઓએ સંયમ ગ્રહણ ક્ય. સંયમમાર્ગમાં વિચરણ કરતાં તેમનો ક્ષત્રિય રાજર્ષિ સાથે સમાગમ થયો. તે ક્ષત્રિય રાજર્ષિએ આત્મીયતા વ્યક્ત કરી અને તેમને ઉદાહરણો દ્વારા તપ–સંયમમાં સદા સ્થિર રહેવાની શિક્ષા–પ્રેરણા કરી (૧) આ જીવને બીજા નિરપરાધી પ્રાણીઓને મારતી વખતે સહેજ પણ વિચાર નથી આવતો પરંતુ જ્યારે પોતાની ઉપર આંશિક આપત્તિની સંભાવના પણ હોય તોપણ ગભરાઈને દીનતાનો સ્વીકાર કરી લે છે. (૨) અનિત્ય એવા આ જીવનમાં સ્વયંનું મૃત્યુ પણ અવશ્ય થવાનું છે, કોઈ અસર નથી રહેવાનું, તેથી હિંસા આદિમાં મગ્ન રહેવાથી કોઈ લાભ નથી.