________________
આગમસાર–પૂર્વાર્ધ
(૫) ઉક્ત અવગુણોને દૂર કરી ગુણોને ધારણ કરનાર અને નમ્રવૃતિ, અચપલ, અમાયાવી, અકુતૂહલી, ક્લેશ કદાગ્રહથી દૂર રહેનાર, કુલીન, લજ્જાવાન, બુદ્ધિમાન મુનિ સુવિનીત કહેવાય છે. (૬) ગુરુકુળવાસમાં રહીને શિષ્ય ઉક્ત ગુણયુક્ત બનવું જોઈએ. પ્રિયંકર અને પ્રિયવક્તા શિષ્ય, શ્રતનું વિશાળ અધ્યયન કરી બહુશ્રુત બને છે. (૭) બહુશ્રુત જ્ઞાન સંપન્ન મુનિ સંઘમાં અતિશય શોભાયમાન હોય છે. તેને માટે વિવિધ ઉપમાઓ આ અધ્યયનમાં કહેવામાં આવી. છે. જે આ પ્રમાણે છે.૧. બહુશ્રુત મુનિ શંખમાં રાખવામાં આવેલ દૂધ સમાન સંઘમાં શોભાયમાન હોય છે, ૨. ઉત્તમ જાતિના અશ્વ સમાન મુનિઓમાં શ્રેષ્ઠ હોય છે, ૩. પરાક્રમી યોદ્ધા સમાન અજેય હોય છે, ૪.હાથણીઓથી ઘેરાયેલા હાથી સમાન અપરાજિત હોય છે, ૫. તીણ શિંગડા અને પુષ્ટ સ્કંધવાળા બળદ પોતાના યૂથમાં સુશોભિત હોય છે તેમ તે સાધુ સમુદાયમાં પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને જ્ઞાનથી પુષ્ટ થઈ સુશોભિત હોય છે, દ. આ રીતે તે મુનિ પશુઓમાં નિર્ભય સિંહ સમાન હોય છે, ૭. અબાધિત બળમાં વાસુદેવ સમાન હોય છે, ૮, ઐશ્વર્યમાં ચક્રવર્તી સમાન હોય છે, ૯. દેવતાઓમાં શક્રેન્દ્ર સમાન હોય છે, ૧૦. અજ્ઞાન અંધકાર નાશ કરવામાં સૂર્ય સમાન હોય છે, ૧૧. તારાઓમાં પ્રધાન પરિપૂર્ણ ચંદ્ર સમાન હોય છે, ૧૨. પરિપૂર્ણ કોઠારો-ભંડારોની સમાન જ્ઞાન-ધનથી સમૃદ્ધ હોય છે, ૧૩. શ્રેષ્ઠ જેબૂ સુદર્શન વૃક્ષ સમાન હોય છે, ૧૪. નદીમાં સીતા નદી સમાન વિશાળ હોય છે, ૧૫. પર્વતમાં મેરુ પર્વતની સમાન ઉચ્ચ હોય છે, ૧૬. સમુદ્રમાં સ્વયંભૂરમણ સમુદ્ર સમાન વિશાળ અને ગંભીર હોય છે.
આવા શ્રેષ્ઠ અને ઉત્તમગુણવાળા બહુશ્રુત ભગવંત શ્રુત પ્રદાનકર્તા અને સમાધાનકર્તા હોય છે. તથા ચર્ચાવાર્તામાં અજેય હોય છે તેથી મોક્ષના ઇચ્છુક સંયમ પથિક પ્રત્યેક સાધકે શ્રુત સંપન બનવું જોઈએ અને તે શ્રુતથી સ્વ–પરનું કલ્યાણ કરવું જોઇએ.
બારમું અધ્યયન હરિકેશી મુનિ (૧) શુદ્ર જાતિમાં જન્મ પ્રાપ્ત ર્યા પછી પણ કોઈક જીવ જ્ઞાન અને તપ-સંયમ ઉપાર્જન કરી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. (૨) ચાંડાલ કુલોત્પન હરિકેશ બલ' નામના અણગારના સંયમ તપોબળથી પ્રભાવિત થઈ યજ્ઞ કરનાર પુરોહિત, અધ્યાપક અને બાળક,- સત્ય ધર્મ, ભાવયજ્ઞ અને ભાવ સ્નાનનું સ્વરૂપ સમજ્યા. (૩) યક્ષ પણ મુનિથી પ્રભાવિત થઈ સમયે-સમયે તેમની સેવામાં ઉપસ્થિત થતો હતો. તેના નિમિત્તે ભદ્રા રાજકુમારી અને બ્રાહ્મણો મુનિથી પ્રભાવિત થયા.
યજ્ઞ શાળામાં જાતિવાદને આગળ કરી મુનિને ભિક્ષા આપવાનો ઇન્કાર કર્યો, તદુપરાંત મુનિ સાથે અભદ્ર વ્યવહાર પણ કરવામાં આવ્યો.
ભદ્રાએ બાળકોને ઉપાલંભ આપતાં કહ્યું કે તમે આ મુનિની અવહેલના કરો છો તે પર્વતને નખથી ખોદવા સમાન, લોખંડને દાંતથી ચાવવા સમાન અને અગ્નિને પગથી કચડવા સમાન મૂર્ખતા કરી રહ્યા છો. ભિક્ષાકાળમાં ભિક્ષુનું અપમાન કરવું, પતંગિયાઓના અગ્નિમાં પડવા અને ભસ્મ થવા બરાબર છે.
ત્યારબાદ યક્ષનો વિકરાળ ઉપદ્રવ થવાથી પુરોહિત અને પુરોહિત પત્ની ભદ્રાએ મુનિનો અનુનય વિનય કરી યક્ષને શાંત ર્યો. ઉપદ્રવ દૂર થયા બાદ તેઓએ મુનિને આદરપૂર્વક આહાર આપ્યો. (૪) હરિકેશમુનિને ભિક્ષા દેતાં યજ્ઞશાળામાં પંચદિવ્ય વૃષ્ટિ થઈ. જેથી લોકમાં સ્પષ્ટ પ્રતીતિ થઈ કે જાતિની અપેક્ષા અધિક મહત્વ તપ,સંયમ અને શીલનું છે. ત્યાં દ્રવ્ય યજ્ઞકર્તાઓની અપેક્ષાએ મુનિનો ભાવયજ્ઞ વિશેષ પ્રભાવક રહ્યો. (૫) ત્યારબાદ મુનિએ ઉપદેશ આપ્યો. અગ્નિ અને પાણી દ્વારા બાહ્ય શુદ્ધિ થાય છે, નહિ કે આત્માની. તેઓની જિજ્ઞાસાનું સમાધાન કરતા મુનીએ સમજાવ્યું કે છકાયના જીવોની કિંચિત્ પણ હિંસા ન કરવી, તેમજ કરવાની પ્રેરણા પણ ન આપવી, જૂઠ અને અદત્તનો ત્યાગ કરી, સ્ત્રી તથા પરિગ્રહથી અને ક્રોધાદિ કષાયથી નિવૃત્ત થવું તે જ સાચો મહાયજ્ઞ છે. (૬) આ ભાવયજ્ઞમાં આત્મા જ્યોતિ સ્થાને છે, તપ અગ્નિ છે, મન,વચન અને કાયા ઘી નાખવાનો ચાટવો છે, શરીર કડાઈ છે અને કર્મ કાષ્ઠ છે. સંયમ યોગ, સ્વાધ્યાય,ધ્યાન આદિ શાંતિ પાઠ છે. આ ઋષિઓનો પ્રશસ્ત યજ્ઞ છે. અકલુષિત અને પ્રશસ્ત લેશ્યાવાળો સંયમ જ ધર્મજલનો હોજ છે, બ્રહ્મચર્ય શાંતિ તીર્થ છે; પ્રશસ્ત અધ્યવસાય નિર્મળ જળ છે, જેમાં સ્નાન કરી મુનિ શીતલતા- કર્મમલ રહિત અવસ્થા રૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. એ જ ઋષિઓનું પ્રશસ્ત મહાજ્ઞાન છે.
તેરમું અધ્યયન ચિત્ત સંભૂતિ કથાઃ ચિત્ત સંભૂતિ એ પૂર્વમાં પાંચ ભવ સાથે ર્યા હતાં. શુદ્ર કુળમાં જન્મ થવાથી વારંવાર અપમાનીત થયા અને અંતમા દીક્ષા
લીધા પછી પણ જ્યારે તેમને કુળના કારણે અપમાનીત થવું પડ્યું, ત્યારે સંભૂતિએ ક્રોધમાં તેજો વેશ્યાનો ઉપયોગ કર્યો.
ચક્રવર્તી તેમની ક્ષમા માંગવા આવે છે, ચક્રવર્તી ની રુધ્ધિ જોઈ સંભૂતિ, એ રુધ્ધિ માટે નિયાણું કરે છે. (૧) નિદાનના બળે સંભૂતિ મુનિએ ચક્રવર્તી પદની પ્રાપ્તિ કરી પરંતુ હવે તે ધર્મનું આચરણ કરી શકતા નથી. (૨) પૂર્વ ભવોના સાથી બંધુ ચિત્તમુનિના પરિચયથી તેણે બોધને પ્રાપ્ત કર્યું ત્યારે પોતાને હાથીની જેમ કીચડમાં ફસાયેલો જાણ્યા છતાં નિયાણાને કારણે કામ–ભોગનો ત્યાગ કરી શક્યા નહિં અને શ્રાવક વ્રતોને પણ ધારણ કરી શક્યા નહિં જેથી મૃત્યુ પામી નરકમાં ગયા. (૩) કર્મોના શુભાશુભ ફળ પ્રત્યેક આત્માની સાથે જ રહે છે. કર્મ ઉદયમાં આવ્યા વિના છૂટી શકતા નથી.