________________
jainology
87
આગમસાર ઉતરઃ (૬) અન્ય રાજાઓનું દમન કરી તેને નમાવવામાં કોઈ લાભ નથી. લાખો સુભટોને જીતવા કરતાં સ્વયંનું આત્મદમન શ્રેષ્ઠ છે. તેથી અનાદિના દુર્ગુણોની સાથે સંગ્રામ કરવો જોઇએ. બાહ્ય યુદ્ધથી કોઈ લાભ નથી, આત્મવિજયથી જ સુખ થાય છે. ઈન્દ્રઃ યજ્ઞ કરાવી, બ્રામણોને ભોજન તથા દાન કરી, ભોગો ને ભોગવી પછી દીક્ષા લો. ઉતર: (૭) પ્રતિમાસ દસ લાખ ગાયોનું દાન કરવા કરતાં એક દિવસની સંયમ સાધના શ્રેષ્ઠતમ છે.
નેજ ધર્મ કરો. અથવા તો ગુહસ્થ જીવન કઠીન છે. તેનાથી પલાયન કરીને સંયમનો સરળ માર્ગ ન લેવો જોઇએ, પરંતુ એ ઘોર ગૃહસ્થાશ્રમમાં રહીને જ વ્રતોનું આરાધન કરવું જોઇએ. ઉતર (૮) કેવલ ઘોર જીવન અને કઠિનાઈઓ યુક્ત જીવનથી મોક્ષ પ્રાપ્ત નથી થતો પરંતુ સમ્યમ્ જ્ઞાન અને વિવેજ્યુક્ત સંયમનું આચરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. માસખમણને પારણે કુશાગ્ર જેટલો આહાર કરે તો પણ તે અજ્ઞાની, શુદ્ધ સંયમીની સમક્ષ અમાવાસ્યા તુલ્ય પણ નથી. ઇન્દ્રઃ સોના, ચાંદીથી ભંડારો ભરીને પછી દીક્ષા લો. ઉતરઃ (૯) ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. સોના-ચાંદીના પહાડ થઈ જાય તો પણ સંતોષ અને ત્યાગ વિના તેની પૂર્ણતા થતી નથી. તેથી આ ઇચ્છાપૂર્તિના લક્ષને છોડી તપ-સંયમનું આચરણ કરવું શ્રેયસ્કર છે. ઇન્દ્રઃ વિધમાન ભોગોને છોડીને,અવિધમાન ભોગો માટે અભિલાશી થયા છો, તો ક્યાંક પસ્તાવાનો વારો ન આવે. ઉતરઃ (૧૦) સંયમી સાધક ભવિષ્યના કામભોગો મેળવવાની આશા અપેક્ષાએ વર્તમાન ભોગોનો ત્યાગ નથી કરતા પરંતુ ભોગોને શલ્ય સમજી સંસાર પ્રપંચથી મુક્ત થવા માટે એનો ત્યાગ કરે છે. તે એમ માને છે કે આ ભોગોની ચાહના માત્ર જ દુર્ગતિ અપાવવાવાળી છે. કામભોગ આશીવિષ સમાન છે તેથી તેની પ્રાપ્તિનું લક્ષ ભિક્ષને હોત નથી. તેથી સંકલ્પ વિકલ્પથી દ:ખી થવાની તેઓને કોઈ સંભાવના નથી. અલ્પ સાંસારિક સુખોનો ત્યાગ કરી અધિક સંસારી સુખની ચાહના કરનારાઓને પશ્ચાત્તાપ કરવો પડે છે. આ શક્રેન્દ્રના અંતિમ પ્રશ્નનો ઉત્તર છે.
ક્રોધ, માન, માયા અને લોભ બધા દુર્ગતિના દલાલ છે. તે આ લોક અને પરલોક બંને ને બગાડનારા છે.
પરીક્ષામાં નમિ રાજર્ષિને ઉત્તીર્ણ થયેલા જાણીને શક્રેન્દ્ર વાસ્તવિક રૂપમાં પ્રગટ થઈ, વંદન, સ્તુતિ કરીને ચાલ્યા ગયા. નમિ રાજર્ષિ સંયમ ધારણ કરી દઢતાથી આરાધના કરે છે. વિચક્ષણ પંડિત પુરુષોએ પણ આવાજ વૈરાગ્ય અને સાધનાથી મુક્તિમાર્ગમાં પુરુષાર્થ રત થવું જોઇએ.
દશમું અધ્યયન : વૈરાગ્યોપદેશ આ અધ્યયનમાં હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કર.” આ વાક્યનું અનેક ગાથાઓના અંતિમ ચરણમાં ઉચ્ચારણ કરવામાં આવ્યું છે.(સમય ગોયમાં મા પમાય.) (૧) મનુષ્ય જીવન વૃક્ષના પરિપક્વ(પીળા પડી ગયેલા) પાંદડાની સમાન અસ્થિર છે. તૃણના અગ્ર ભાગે રહેલ જાકળના બિંદુ સમાન ચંચળ છે. “તેથી હે ગૌતમ! સમય માત્રનો પ્રમાદ ન કરવો.' (૨) ક્ષણભંગુર જીવન હોવા છતાં અનેક સંકટોથી ભરપૂર છે, તેથી અવસર જોઈ ધર્મપુરુષાર્થ કરવામાં ક્ષણ ભરનો પણ પ્રમાદ ન કરવો જોઇએ. “તેથી હે ગૌતમ! સમય માત્રનો પ્રસાદ ન કરવો.' (૩) પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, નરક, દેવ આ અગિયાર સ્થાનોને પાર ક્ય પછી ચિરકાળે પુણ્યયોગે. મનુષ્યભવ પ્રાપ્ત થાય છે. તેમાં પણ કેટલાકને આર્યક્ષેત્ર, ઉત્તમકુલ, પરિપૂર્ણ અંગોપાંગ, સધર્મનું શ્રવણ અને શ્રદ્ધા- પ્રતીતિનું મળવું ઉત્તરોત્તર દુર્લભ છે. (૪) તેનાથી વિપરીત અનાર્ય ક્ષેત્ર, ચોર,ડાકુ,કસાઈ કુળ તથા અંધપણું, બહેરાપણું, લંગડાપણું, લૂલાપણું અને રોગ યુક્ત શરીર પ્રાપ્ત થાય છે. કુતીર્થ(મિથ્યાત્વી) ની સંગતિ અને વિપરીત માન્યતાવાળી બુદ્ધિ એટલે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. (૫) હે દેવાનુપ્રિય! પાંચ ઇન્દ્રિય અને શરીરનું બળ ઘટતું જાય છે તેથી સુંદર અવસરયુક્ત માનવભવ પ્રાપ્ત ર્યા પછી ધર્મ પુરુષાર્થ કરવામાં ક્ષણભર પણ વિલંબ ન કરવો જોઇએ. (૬) અનેક રોગો શરીરને નષ્ટ–ભ્રષ્ટ કરી નાખે છે તેથી આ સંસારમાં જળકમળવત્ રહી સંપૂર્ણ ધન પરિવારના મમત્વના બંધનનો ત્યાગ કરી, સંયમ સ્વીકાર કરવો જોઇએ. (૭) હે ગૌતમ! સંપૂર્ણ સંસાર પ્રવાહને પાર કરી, સંયમ પ્રાપ્ત કરી, હવે અટકો નહિ, પરંતુ શીધ્ર શુદ્ધ ભાવોની શ્રેણિની વૃદ્ધિ કરી, કર્મક્ષય માટે પ્રયત્નશીલ રહો.
આ પ્રકારે મનુષ્ય ભવની દુર્લભતા, ક્ષણભંગુરતા અને દુઃખમય જીવનને સમજી પ્રત્યેક પ્રાણી મોક્ષ પ્રદાયક અપ્રમત્ત ભાવ યુક્ત સંયમમાં ઉપસ્થિત થાય.
અગિયારમું અધ્યયનઃ બહુશ્રુત મહાતમ્ય (૧) વિદ્યાહીન, અભિમાની, સરસ આહારનો લોલુપી, અજિતેન્દ્રિય અને અસંબદ્ધ પ્રલાપી તથા અતિભાષી; એ અવિનીત હોય છે. (૨) ક્રોધી, માની, પ્રમાદી(અનેક અન્ય કાર્યોમાં કે ઇચ્છાપૂર્તિમાં વ્યસ્ત), રોગી અને આળસુ; એ ગુરુ પાસેથી શિક્ષા(જ્ઞાન) લાભ કરી શકતા નથી. (૩) હાસ્ય ન કરનાર, ઇન્દ્રિય અને મન ઉપર કાબૂ રાખનાર, માર્મિક વચન ન બોલનાર, સદાચારી, દુરાચરણનો ત્યાગી, રસલોલુપતા રહિત, ક્રોધ રહિત અને સત્યપરાયણ, આ ગુણવાળા શિક્ષા (અધ્યયન) પ્રાપ્તિને યોગ્ય છે. (૪) જે વારંવાર ક્રોધ કરે છે, ક્રોધને ચિરકાળ સુધી ટકાવી રાખે છે, મિત્રોને ઠુકરાવે છે, શ્રુતનું ઘમંડ કરે છે, અતિઅલ્પ ભૂલ થતાં તેનો તિરસ્કાર કરે છે, મિત્રની પીઠ પાછળ નિંદા કરે છે, જે દ્રોહી છે, અસંવિભાગ અને અપ્રીતિકર સ્વભાવવાળો છે તે અવિનીત કહેવાય છે. તે મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી.