________________
આગમસાર–પૂર્વાર્ધ
86
આઠમું અધ્યયન ઃ દુર્ગતિથી મુક્તિ
(૧) સંપૂર્ણ સ્નેહનો ત્યાગ કરનારા સાધક બધા દોષો અને દુઃખોથી મુક્ત થઈ જાય છે, પછી તે સ્નેહ ઇન્દ્રિયના વિષયનો હોય કે ધન–પરિવારનો હોય અથવા તો યશ—કીર્તિ કે શરીરનો હોય, પણ તે સ્નેહ ત્યાજ્ય છે.
(૨) શ્લેષ્મમાં માખી જે રીતે ફસાઈ જાય છે તે રીતે ભોગાસક્ત પ્રાણી સંસારમાં ફસાઈ જાય છે
(૩) કેટલાક સાધક પોતાની જાતને સંન્યાસી માને છે પરંતુ પ્રાણીવધને નથી જાણતા, તે દુર્ગતિ પ્રાપ્ત કરે છે, કારણ કે પ્રાણીવધની અનુમોદના કરવાવાળો પણ કદાપિ મુક્ત થઈ શકતો નથી, તો સ્વયં અજ્ઞાનવશ વધ કરનારા માટે મુક્તિનો પ્રશ્ન જ રહેતો નથી. (૪) તેથી સંપૂર્ણ જગતના ચરઅચર પ્રાણિઓને મન,વચન,કાયાથી હણવા નહિ, હણાવવા નહિ અને હણનારની અનુમોદના પણ કરવી નહિ.
(૫) સંપૂર્ણ અહિંસા પાલન હેતુ ભિક્ષુ એષણા સમિતિયુક્ત આહાર ગ્રહણ કરે અર્થાત્ કોઈપણ પ્રકારે પ્રાણીવધ થાય તેવી ભિક્ષા ગ્રહણ ન કરે.
(૬) નિર્દોષ ભિક્ષામાં પણ આસક્ત ન બને પરંતુ જીવન નિર્વાહને માટે નીરસ, શીતલ, સારહીન, રૂક્ષ પદાર્થોનું સેવન કરે. (૭) લક્ષણ, સ્વપ્ન આદિ ફળ બતાવનારા પાપ શાસ્ત્રોનો પ્રયોગ ન કરે.
(૮) સંસારમાં જેમ–જેમ લાભ મળતો જાય છે તેમ—તેમ લોભ વધતો જાય છે. જેમ કે બે માસા સુવર્ણની પ્રાપ્તિની ઇચ્છાવાળા કપિલની લાલસા રાજ્ય મેળવવા સુધી પહોંચી ગઈ હતી. તેથી ઇચ્છાઓનું નિયંત્રણ કરવું જોઇએ.(અહીં કપિલ કેવળીની કથા છે.) (૯) ઉદરને હંમેશાં બિલાડીનો ભય રહે છે, તેવી રીતે છદ્મસ્થ સાધકને હંમેશાં સ્ત્રીનો ભય રહે છે; તેથી ભિક્ષુઓએ સ્ત્રીસંપર્ક અને તેનો અતિ પરિચય વર્જવો જોઇએ.
નવમું અધ્યયન : નમિ રાજર્ષિ
:
પૂર્વકથા ઃ મયણરેહા પર મોહિત થયેલો મણીરથ, તેને મેળવવા કપટથી ભાઈ જુગબાહુની ગરદન પર તલવારનો ઘા કરી, વૈધને તેડવાના ઢોંગથી ત્યાંથી નાસી જાય છે. જયાં સાપના કરડવાથી મૃત્યુ પામી નરકે જાય છે. મયણરેહા પતિનો અંત સમય જાણી તેને ધરમના શરણા આપે છે, ભાઈ પરનો રોષ કાઢી નાખી ધર્મ શરણું લેતાં મરીને જુગબાહુ દેવ ગતિ પામે છે. મણીરથના મૃત્યુથી અજાણ, ભયભીત મયણરેહા મણીરથથી બચવા જંગલમાં નાસી જાય છે. ત્યાં તેને પુત્રનો જન્મ થાય છે. અશુચી નિવારવા તળાવ કિનારે જતાં, ગુસ્સે થયેલો હાથી તેને આકાશમાં ઊપર ઉછાળે છે. ત્યાંથી પસાર થઈ રહેલા વિધાધરનું ધ્યાન જતાં તે તેને જીલી લે
છે.
આ બાજુ રાજા મણીરથનું મૃત્યુ થતાં મયણરેહાનો મોટો દીકરો ચંદ્રધ્વજ રાજા બને છે.નાના દિકરાને જંગલમાં ઝાડની ડાળીએ ઝુલતો, નિરાધાર જાણી પાસેના રાજય મિથીલાનો રાજા (નમિનો પૂર્વભવનો ભાઈ) તેને પોતાની સાથે લઈ જાય છે. રાજા નિસંતાન હોવાથી પુત્રને દેવનો દીધેલો જાણી આનંદિત થઈ જાય છે. નમિકુમાર નામ રાખે છે.
વિધ્યાધર પિતામુનિને વાંદવા જઈ રહયો હોય છે, જયાં મયણરેહાનો પતિ જુગબાહુ દેવગતિથી આવે છે, મયણરેહાનો ઉપકાર માને છે.
દેવ મયણ૨ેહાને નમિકુમાર પાસે લઈ જાય છે. પુત્રને ક્ષેમકુશળ જાણી ત્યાંથી તે ચાલી જાય છે અને દીક્ષા અંગીકાર કરે છે. મોટો થતાં નમિ રાજા બને છે. તે પ્રજા પાલક હોવાથી અત્યંત પ્રિય થઈ જાય છે.એકદા બે પાડોશી રાજા વચ્ચે યુધ્ધ થાય છે, ત્યારે મહાસતી મયણરેહા વચ્ચે પડી બેઉ ભાઈની ઓળખ કરાવે છે. મોટો ભાઈ ચંદ્રધ્વજ બેઉ રાજય નમિને સોંપી,પોતે દીક્ષા લે છે.
નમિને એકદા દાહ–જવર રોગ થતાં રાણીઓ ચંદન ઘસે છે. કંકણનો અવાજ સહન ન થતાં નમિ પ્રધાનને કહે છે.પ્રધાન એક કંકણ પહેરી ચંદન ઘસવાનું કહે છે, જેથી અવાજ બંદ થઈ જાય છે. નમિને એકત્વ ભાવના ભાવતાં જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તે દીક્ષા માટે તૈયાર થાય છે. તેના વૈરાગ્યની પરીક્ષા કરવા શકેન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈ આવે છે.
મહાસતી મદનરેખાના પુત્ર નમિકુમાર જ્યારે સંયમ અંગીકાર કરવા ઉત્સુક બન્યા ત્યારે તેમના વૈરાગ્યની પરીક્ષા બ્રાહ્મણ રૂપધારી સ્વયં શકેન્દ્રએ કરી . નમિ રાજર્ષિએ ઇન્દ્રને યથાર્થ ઉત્તર આપી સંતુષ્ટ ર્યા. ઇન્દ્રનાં પ્રશ્નો અને નમિરાજર્ષિના ઉતરો : ઇન્દ્રનો પ્રશ્ન ઃ આજે મિથીલા નગરીનાં રાજમહેલમાં અને ઘરોમાં કોલાહલ અને વિલાપ,આક્રંદ કેમ સંભળાઈ રહયો છે ? ઉતર ઃ (૧) સુવિસ્તૃત વૃક્ષ પડી જવાથી પક્ષીઓ આક્રંદ કરે છે, તેવી રીતે નગરીના લોકો પોતાના સ્વાર્થને રડે છે. ઇન્દ્રનો પ્રશ્ન ઃ વાયુથી પ્રજવલિત અગ્ની આપના ભવન અને અંતેપુરને બાળી રહી છે,તેને કેમ નથી જોતાં ?
ઉતર : (૨) જ્યાં મારું કંઈ જ નથી, તે નગરી કે ભવનોના બળવાથી મને કંઈ નુકશાન થતું નથી. પુત્ર, પત્ની અને પૈસાના ત્યાગીને
માટે કશું જ પ્રિય હોતું નથી. તેમજ અપ્રિય પણ હોતું નથી. સંપૂર્ણ બંધનમુક્ત તપસ્વી ભિક્ષુને વિપુલ સુખ મળે છે.
ઇન્દ્ર ઃ કિલો,ગઢ,ખાઈ ખોદાવી, દરવાજાથી નગરને પહેલાં સુરક્ષિત કરાવો પછી દીક્ષા લો .
ઉતર : (૩) શ્રદ્ધા, તપ, સંયમ, સમિતિ, ક્ષમાદિ ધર્મ, ગુપ્તિ, ધૈર્ય આદિ આત્મ સુરક્ષાના સાચા સાધનો છે. ઇન્દ્ર : ઘરો અને ભવનોનાં નિર્માણ કરાવી પછી દીક્ષા લો .
ઉતર ઃ (૪) સંસાર ભ્રમણના માર્ગમાં ક્યાંય પણ પોતાનું ઘર બનાવવાની આવશ્યકતા નથી. શાશ્વત મોક્ષ સ્થાનને પ્રાપ્ત કરી ત્યાંજ શાશ્વત નિવાસસ્થાન બનાવવું શ્રેયસ્કર છે.
ઇન્દ્ર ચોર અને લુટારાઓને દંડી નગરને સુરક્ષિત કરો .
ઉતર : (૫) રાજનીતિ દૂષિત છે. તેમાં ન્યાયમાર્ગને જાણવા છતાં પણ અન્યાય થવાની સંભાવના રહે છે. જ્યાં સાચા ઠંડાઈ જાય અને જૂઠા આબાદ રહી જાય.
ઇન્દ્ર જે રાજાઓ તમને નથી નમતા, તેમને નમાવીને, પછી દીક્ષા લો .