________________
jainology |
આગમસાર
એક વખત પાર્શ્વનાથ ભગવાન તે નગરીમાં પધાર્યા. માતા-પિતાની આજ્ઞા લઈ તે ભૂતા પોતાના ધાર્મિક રથમાં બેસી ભગવાનના દર્શન–વંદન કરવા ગઈ. ઉપદેશ સાંભળી ખૂબ ખુશ થઈ. તેને નિગ્રન્થ પ્રવચન ઉપર ખૂબ શ્રદ્ધા થઈ. માતા-પિતાની આજ્ઞા લઈ સંયમ લેવા તત્પર બની.
81
એક હજાર પુરુષ ઉપાડી શકે તેવી શિબિકામાં બેસાડી ભગવાન સન્મુખ તેને લાવવામાં આવી. ભગવાનને શિષ્યાના રૂપમાં ભિક્ષા સ્વીકારવાની માતા–પિતાએ વિનંતિ કરી. ભગવાને દીક્ષા આપી અને પુષ્પચૂલા આર્યાને સુપ્રત કરી. ભૂતા પુષ્પચૂલા આર્યાની પાસે
સંયમ તપથી આત્માને ભાવિત કરતી થકી વિચરવા લાગી.
કાલાંતરે તે ભૂતા આર્યા શરીરની સેવા–સુશ્રુષામાં લાગી ગઈ. શુચિધર્મનું આચરણ કરવા લાગી. અર્થાત્ વારંવાર હાથ, પગ, મુખ, શરીર, મસ્તક, કાંખ, ધોવા લાગી. બેસવા, સૂવા, ઊભા રહેવાની જગ્યા ઉપર પહેલા પાણી છાંટવા લાગી. ગુરુણી દ્વારા આ બધી પ્રવૃત્તિનો નિષેધ કરવા છતાં તે અન્ય એકાંત મકાનમાં રહી આ પ્રવૃત્તિ કરવા લાગી. અનેક પ્રકારની તપશ્ચર્યા કરવા છતાં આલોચના–પ્રતિક્રમણ ન કરવાથી વિરાધક થઈ પ્રથમ દેવલોકના 'શ્રી અવતંસક' વિમાનમાં 'શ્રી દેવી'ના રૂપમાં ઉત્પન્ન થઈ. કોઈ સમયે ભગવાન મહાવીર સમક્ષ આવી શ્રી દેવીએ અનેક પ્રકારની નાટય વિધિ દ્વારા ઋદ્ધિનું પ્રદર્શન ર્ક્યુ. ત્યાંની એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુક્ત થશે.
ભૂતાની સમાન જ નવે સ્ત્રીઓનું વર્ણન જાણવું. ફક્ત નામ જ જુદા છે. બધી જ શરીર બકુશ થઈ પ્રથમ દેવલોકમાં ગઈ. ત્યાં એક પલ્યોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે.
આ વર્ગના વર્ણનથી જાણવામાં આવે છે કે લોકમાં લક્ષ્મી, સરસ્વતી આદિ દેવીઓની પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે પ્રથમ દેવલોકની દેવીઓ પ્રત્યે એક પ્રકારની ભક્તિનું પ્રદર્શન છે. તેમને પ્રસન્ન કરી લોકો કંઈક મેળવવાની અપેક્ષા રાખે છે. ત્રીજા વર્ગમાં મણિભદ્ર–પૂર્ણભદ્ર દેવનું વર્ણન આવે છે. તેઓની પણ જિનમંદિરોમાં પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે. આ બધી ભૌતિક સુખની અપેક્ષાથી પ્રવૃત્તિ કરવામાં આવે છે. વીતરાગ ધર્મ તો લૌકિક આશાથી પર રહીને આત્મ-સાધના કરવાનો છે. તેની સાધના કરવા–વાળા સાધકને પાંચ પદોમાં સ્થિત આત્માઓ જ નમસ્કરણીય છે. તે સિવાય બીજા કોઈને પણ વંદન કરવા તે લૌકિક, વ્યાવહારિક અને પરંપરાગત આચાર માનવો જોઇએ પરંતુ તેમાં ધર્મની કલ્પના ન કરવી જોઇએ.
કેટલાક ભદ્ર સ્વભાવી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ આવા લૌકિક આશાયુક્ત વિનય ભક્તિના આચરણને ધર્મ માને છે, આ તેમની વ્યક્તિગત અજ્ઞાનદશાની ભૂલ છે. જો તેઓ પોતાની પ્રવૃતિનું પરિવર્તન ન કરી શકે તો પણ સમજણનું પરિવર્તન અવશ્ય કરવું જોઇએ અર્થાત સાંસારિક પ્રવૃતિને લૌકિક આચરણ સમજે અને પ્રભુ આજ્ઞાની પ્રવૃતિને ધર્માચરણ સમજે તેમજ ધર્મના નામે આરંભ–સમારંભ આડંબરની પ્રવૃત્તિ નો ત્યાગ કરે.
પંચમ વર્ગ – વૃષ્ણિક દશા
આ વર્ગમાં અંધક વિષ્ણુના કુળના યાદવોનું વર્ણન છે; એટલે આ વર્ગનું નામ વૃષ્ણિદશા રાખવામાં આવ્યું છે. આ વર્ગમાં બાર અધ્યયન છે.
નિષધકુમાર:– કૃષ્ણ વાસુદેવના ભાઈ બળદેવ રાજાની રેવતી નામની રાણી હતી. તેણે એક પુત્રને જન્મ આપ્યો તેનું નામ નિષધકુમાર રાખવામાં આવ્યું. યૌવનાવસ્થામાં પ્રવેશ કરતાં પચાસ કન્યાઓ સાથે તેના લગ્ન થયા. ભવ્ય પ્રાસાદમાં મનુષ્ય સંબંધી સુખો ભોગવતાં વિચરવા લાગ્યા.
એક વખત અરિહંત અરિષ્ટનેમિ દ્વારિકા નગરીમાં પધાર્યા. કૃષ્ણ રાજાની આજ્ઞાથી સામુદાનિક ભેરી વગાડવામાં આવી. કૃષ્ણ વાસુદેવ તથા પ્રજાજનો ભગવાનના દર્શનાર્થે ગયા. નિષધકુમાર પણ ગયા. ઉપદેશ શ્રવણ કરી ભગવાન પાસે શ્રાવકના બાર વ્રત અંગીકાર ર્ક્યુ. પરિષદ પાછી ગઈ. અરિષ્ટનેમિ ભગવાનના પ્રથમ ગણધર વરદત્ત અણગાર દ્વારા નિષધકુમારનો પૂર્વભવ પૂછવામાં આવતાં ભગવાને તેનું વર્ણન કર્યું.
નિષધકુમારનો પૂર્વભવઃ– આ ભરતક્ષેત્રમાં રોહતક નામનું નગર હતું. ત્યાં મહાબલ નામનો રાજા હતો. તેને વીરાંગદ નામનો પુત્ર હતો. બત્રીસ શ્રેષ્ઠ રાજ કન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ થયું. ઉત્તમ પ્રાસાદમાં માનુષિક સુખો ભોગવતાં વિચરવા લાગ્યા.
કોઈ એક સમયે સિદ્ધાર્થ નામના આચાર્ય તે નગરીમાં પધાર્યા. વીરાંગદે ઉપદેશ સાંભળી સંયમ અંગીકાર ર્યો. અગિયાર અંગ કંઠસ્થ કરી અનેક પ્રકારની તપશ્ચર્યા દ્વારા આત્મશુદ્ધિ કરવા લાગ્યા. ૪૫ વર્ષ સુધી શુદ્ધ સંયમનું પાલન કરી, બે મહિનાનો સંથારો કરી, આરાધક બની પાંચમા દેવલોકમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી. અહીં નિષધકુમાર તરીકે ઉત્પન્ન થયો છે. અને આજે તેણે શ્રાવકવ્રત સ્વીકાર્યા છે.
નિષધકુમાર શ્રાવકના ગુણોથી સંપન્ન થઈ શ્રમણોપાસક પર્યાય વ્યતીત કરવા લાગ્યા. એક વખત પૌષધમાં ધર્મજાગરણ કરતાં દ્વારિકા નગરીમાં ભગવાનની વંદના પર્યુપાસના કરવાનો સંકલ્પ ર્યો. ભગવાન અરિષ્ટનેમિ તેમના મનોગત ભાવને જાણી ત્યાં પધાર્યા. નિષધકુમાર ઉપદેશ સાંભળી સંયમી બન્યા. અગિયાર અંગ કંઠસ્થ ર્યા. વિવિધ તપશ્ચર્યા કરતાં નવ વર્ષનો સંયમ પાળી, એકવીસ દિવસનો સંથારો કરી, કાળ ધર્મ પામી સવાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીસ સાગરોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. યૌવન અવસ્થામાં સંયમ ગ્રહણ કરી સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
શેષ અગિયાર અધ્યયનમાં ૧૧૨ાજકુમારોનું વર્ણન ઉપર પ્રમાણે જ આવે છે. સંયમગ્રહણ અને અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ આદિ નિષધકુમારની જેમ જ સમજી લેવું.
ઉપાંગસૂત્રના પાંચ વર્ગ અને બાવન અધ્યયનોમાં પ્રથમ વર્ગના દસ જીવોનું નરકમાં જવાનું વર્ણન છે. શેષ ચાર વર્ગના ૪૨ આત્માઓનું સ્વર્ગમાં જવાનું વર્ણન છે તેથી જ પ્રથમ વર્ગનું નામ નિરયાવલિકા હોવું સુસંગત છે. આખાય સૂત્રનું નામ નિરયાવલિકા હોવું તે યોગ્ય નથી. આગમ પ્રમાણથી સંપૂર્ણ સૂત્રનું નામ 'ઉપાંગસૂત્ર" સમજવું અને સૂચિત્ત પાંચ નામ વર્ગોના સમજવા.