________________
80
આગમચાર-પૂર્વાર્ધ નાટક બતાવી પોતાની શક્તિ તથા ઋદ્ધિનું પ્રદર્શન કરી, પુનઃ વૈક્રિય લબ્ધિને સંકોચી પોતાના સ્થાને ચાલી ગઈ. ગૌતમ સ્વામી દ્વારા પૂછાતાં ભગવાને તેનો પૂર્વભવ કયો અને દષ્ટાંત આપી સમજાવ્યું છે કે જેવી રીતે એક વિશાળ ભવનમાંથી હજારો વ્યક્તિઓ બહાર જાય છે અને ફરીને તેમાં પ્રવેશ કરે છે તે પ્રમાણે આખુંય રૂ૫ સમૂહ તેના શરીરમાં સમાવિષ્ટ થઈ જાય છે. તે દેવી ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી બ્રાહ્મણના ઘરે સોમા નામની પુત્રી તરીકે ઉત્પન થશે. યૌવન અવસ્થામાં પ્રવેશતાં ભાણેજ રાષ્ટ્રકૂટ સાથે તેના માતા-પિતા લગ્ન કરાવશે. ત્યાં એક એક વર્ષમાં એક યુગલ પુત્રને જન્મ આપશે. કુલ સોળ વર્ષમાં બત્રીસ બાળકોને જન્મ આપશે. આટલા બાળકોની પરિચર્યા કરતાં તે પરેશાન થઈ જશે. તેમાંથી કેટલાક નાચશે, કૂદશે, રડશે, હસશે, એકબીજાને મારશે, એક બીજાનું ભોજન ખૂંચવી લેશે. તે બાળકો સોમાના શરીર ઉપર જ વમન કરશે તો કોઈ મળમૂત્ર કરશે. આ પ્રમાણે પુત્રોથી દુઃખિત થઈને વિચારશે કે "આ કરતાં વંધ્યા રહેવું શ્રેષ્ઠ છે." ગોચરીએ પધારેલા કોઈ સાધ્વીજી પાસે પોતાનું દુઃખ વર્ણવશે અને ધર્મ શ્રવણ કરી દીક્ષા અંગીકાર કરવા ઇચ્છશે પરંતુ પતિનો અધિક આગ્રહ થવાથી તે શ્રમણોપાસિકા બનશે. કાળાંતરે સંયમ ગ્રહી અગિયાર અંગો ભણી, શુદ્ધ આરાધના કરી, એક માસનો સંથારો કરી, કાળધર્મ પામી પ્રથમ દેવલોકમાં ઈન્દ્રના સામાનિક દેવપણે ઉત્પન થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, સંયમની આરાધના કરી, સંપૂર્ણ કર્મક્ષય કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થશે. શિક્ષા સારઃ- મનુષ્ય અપ્રાપ્ત ભૌતિક ચીજોની યાચના કરી દુઃખી થાય છે. આ ભૌતિક સામગ્રીમાં ક્યાંય સુખ નથી. સંસારમાં કોઈ વિશાળ પરિવારથી દુઃખી છે તો કોઈ પરિવાર ન હોવાથી દુઃખી છે. કોઈ સંપત્તિના અભાવમાં દુઃખી છે તો કોઈ અઢળક સંપત્તિના કારણે શાંતિ મેળવી શકતા નથી. સહજ પ્રાપ્ત થયેલા સંયોગોમાં સંતોષ રાખી, પ્રસન્ન રહેવાથી સુખ–શાંતિ અને આત્માનંદની પ્રાપ્તિ થાય છે. અંતે તો ધર્મ અને ત્યાગ જ સંસારના પ્રપંચથી મુક્ત કરી શકે છે. એવું જાણી પ્રત્યેક સુખેચ્છએ ધર્મ, ત્યાગ અને સંયમ માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ. ઇચ્છાઓ ઉપર કાબૂ મેળવી આત્મકલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવો જોઈએ. એજ આગમ જ્ઞાન અને શ્રદ્ધાનો સાર છે. જે શ્રદ્ધાળુ લોકો સાધુ-સાધ્વીજીઓ પાસેથી પોતાની સાંસારિક ઉલઝનોને દૂર કરવાની અપેક્ષા રાખે છે, તે માટે યંત્ર-મંત્ર,
ઔષધ-ભેષજની આશા રાખે છે તેમણે ઉપરોકત અધ્યયનથી શિક્ષા લેવી જોઈએ કે આવી પ્રવૃત્તિઓ સાધ્વાચારથી વિપરીત છે. વિતરાગ ભગવાનના સાધુ-સાધ્વીજી કેવળ આત્મ કલ્યાણના માર્ગનો, સંયમ ધર્મ અને તપ ત્યાગનો જ ઉપદેશ આપી શકે. અન્ય લૌકિક પ્રવૃત્તિમાં તેઓ ભાગ લઈ શકતા નથી.
પંચમ અધ્યયન પૂર્ણભદ્રઃ આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મણિપદિકા નામની નગરી હતી. ત્યાં પૂર્ણભદ્ર નામનો શેઠ રહેતો હતો. તેમણે બહુશ્રુત સ્થવિર ભગવંતો પાસેથી ધર્મોપદેશ સાંભળી સંયમ અંગીકાર ક્ય. અગિયાર અંગો કંઠસ્થ ક્ય. ઉપવાસથી માંડી માસખમણ સુધીની અનેક તપશ્ચર્યાઓ કરી, કર્મની નિર્જરા કરતા થકા અનેક વર્ષો સુધી સંયમ પાલન કર્યું. એક માસના અનશનની આરાધના કરી સૌધર્મ દેવલોકમાં પૂર્ણભદ્ર નામનો દેવ થયો. કોઈ એક સમયે તે દેવે ભગવાન મહાવીર સમક્ષ બત્રીસ પ્રકારના નાટક દ્વારા પોતાની ઋદ્ધિનું પ્રદર્શન . ગૌતમ સ્વામીના પૂછવાથી ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. તદુપરાંત દેવલોકનું બે સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ, સંયમ અંગીકાર કરી, સર્વ કર્મનો ક્ષય કરી મુક્ત થશે. છઠ્ઠા અધ્યયનનું સંપૂર્ણ વર્ણન પૂર્ણભદ્ર સમાન સમજવું. મણિપદિકા નગરી, મણિભદ્ર શેઠ, દીક્ષા–અધ્યયન-તપ-દેવલોકની. સ્થિતિ–મહાવિદેહમાં જન્મ અને અંતે મોક્ષ. બધું જ વર્ણન પાંચમાં અધ્યયન સમાન જાણવું. એજ પ્રમાણે મા-દત્ત, ૮મા–શિવ, મા–બલ અને ૧૦મા–અનાદૃતનું વર્ણન પાંચમા અધ્યયન સમાન જ છે. આ વર્ગમાં ૪ જીવ સંયમના વિરાધક થયા. શેષ છ આરાધક થઈ દેવગતિમાં ગયા. દશમાથી નવ જીવ એકાવતારી છે અર્થાત્ એક ભવ મનુષ્યનો કરી મોક્ષે જશે. બહુપુત્રિકા દેવી ત્રણભવ કરી મોક્ષે જશે. સાર – સંયમ વ્રતની વિરાધના કરવાવાળા પણ જો શ્રદ્ધામાં સ્થિર હોય તો વિરાધક થવા છતાં સંસાર ભ્રમણ એટલે કે જન્મમરણ વધારતા નથી. પણ નિમ્ન કક્ષાના દેવ અથવા દેવી સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તેથી જ આ ઉપરથી સમજવાનું એ છે કે સંયમમાં પૂર્ણ શુદ્ધ આરાધના ન કરતા સાધકોએ પોતાની શ્રદ્ધા પ્રરૂપણા આગમ અનુસાર શુદ્ધ રાખે. યથાસંભવ બાર પ્રકારના તપમાં અને જ્ઞાન ધ્યાનમાં લીન રહે. કષાય ભાવોથી મુક્ત રહે, કોઇના પ્રત્યે વેર વિરોધભાવ ન રાખે, તેમજ ડંખભાવ ન રાખે તો તે સંયમમાં નબળા હોવા છતાં પણ પોતાના આત્માની અધોગતિથી સુરક્ષા કરી, ભવભ્રમણ ઓછા કરી એક દિવસ જરૂર મુક્ત થશે.
ચતુર્થ વર્ગ – પુષ્પચૂલિકા આ વર્ગમાં દસ સ્ત્રીઓનું વર્ણન છે જેમણે પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં "પુષ્પચૂલા" નામની સાધ્વી પ્રમુખની પાસે અધ્યયન કરી, સંયમ–તપનું પાલન ક્યું હતું. એટલે આ વર્ગનું "પુષ્પચૂલા" નામ રાખવામાં આવ્યું છે. તે દસે સ્ત્રીઓ સંયમનું પાલન કરી ક્રમશઃ નીચે પ્રમાણે દેવીઓ બની. (૧) શ્રી દેવી (૨) હી દેવી (૩) ધૃતિ દેવી (૪) કીર્તિદેવી (૫) બુદ્ધિ દેવી (૬) લક્ષ્મી દેવી (૭) ઈલા દેવી (૮) સુરા દેવી (૯) રસ દેવી (૧૦) ગંધ દેવી. શ્રી દેવી – રાજગૃહી નગરીમાં સુદર્શન નામનો ધનાઢ્ય સગૃહસ્થ રહેતો હતો. તેને પ્રિયા' નામની પત્ની હતી અને ભૂતા' નામની સુપુત્રી હતી. ભૂતા વૃદ્ધ અને જીર્ણ શરીરવાળી દેખાતી હતી. તેના દરેક અંગોપાંગ શિથિલ હતા જેથી તેને કોઈ વર મળતો ન હતો.