________________
jainology |
77
આગમસાર
કોણિકનો જન્મઃ– એકદા રાણી ચેલણાએ સિંહનું સ્વપ્ન જોયું. જાગૃત થઈ તેણીએ રાજાને સ્વપ્નનું નિવેદન ર્ક્યુ. રાજાએ સ્વપ્ન પાઠકોને પૂછીને જાણ્યું કે કોઈ તેજસ્વી જીવ ગર્ભમાં આવ્યો છે. ગર્ભકાળના ત્રણ મહિના વીત્યા બાદ ચેલણાને ગર્ભના પ્રભાવે શ્રેણિક રાજાના કલેજાનું માંસ ખાવાનો દોહદ(સંકલ્પ) થયો. અભયકુમારનાં બુદ્ધિના બળે દોહદ પૂર્ણ કરવામાં આવ્યો.
આ દુષ્કૃત્યથી ચિંતિત થઈ રાણીએ ગર્ભ નષ્ટ કરવાના અનેક પ્રયત્નો ાં કિન્તુ બધાજ નિષ્ફળ ગયા. ગર્ભકાળના નવ મહિના પૂર્ણ થતાં જ પુત્રનો જન્મ થયો. રાણીએ દાસી દ્વારા તેને ઉકરડા ઉપર નખાવી દીધો. ત્યાં કુકડાએ બાળકની આંગળીને કરડી ખાધી. તેથી આંગળીમાંથી લોહી અને પરુ વહેવા લાગ્યા. શ્રેણિકને આ ઘટનાની જાણકારી મળતાં તત્કાળ તે બાળક પાસે ગયા. રાજા સ્વયં બાળકને લઈ આવ્યા અને રાણીને આક્રોશભર્યા શબ્દોથી ઉપાલંભ દેતાં બાળકની સાર—સંભાળ લેવાનો આદેશ ર્યો. બારમે દિવસે તે રાજકુમારનું નામ કુણિક (કોણિક) રાખવામાં આવ્યું. યુવાવસ્થામાં કુણિકકુમારના પદ્માવતી આદિ આઠ રાજકન્યાઓની સાથે લગ્ન થયા.ચેલણારાણીને વિહલ્લકુમાર નામનો પુત્ર પણ હતો. એકદા શ્રેણિકરાજાએ પ્રસન્ન થઈ સેચનક હાથી અને અઢાર સરો હાર વિહલ્લકુમારને ભેટ આપ્યા.
શ્રેણિકના અશુભ કર્મોદય :– કાલી આદિ રાણીઓ દ્વારા કાલકુમાર આદિ દસ પુત્રો ઉત્પન્ન થયા. એક વખત કુણિકે કાલકુમાર આદિ દસ ભાઈઓ સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે 'શ્રેણિકને બાંધી જેલમાં પૂરી દો અને રાજ્યના અગિયાર ભાગ કરી આપણે બધા રાજ્યશ્રીનો ઉપભોગ કરીએ.' કાલકુમાર આદિએ તેનો સ્વીકાર ર્યો. તક જોઈને શ્રેણિકને કારાગૃહમાં બંધનગ્રસ્ત ર્યા અને કોણિક સ્વયં રાજા બની ગયો.
ત્યાર પછી કોણિક ચેલણામાતાના ચરણ સ્પર્શ કરવા ગયો. માતાને અપ્રસન્ન જોઈ તેનું કારણ પૂછતાં કોણિકના જન્મની વિસ્તૃત ઘટના બતાવતાં માતાએ કહ્યું કે 'પિતાને તારી ઉપર અપાર સ્નેહ હતો. તેઓએ તને ઉકરડા ઉપરથી ઉઠાવી તારી પાકેલી આંગળીનું લોહી–પરુ ચૂસી તારી વેદના શાંત કરી હતી. હે પુત્ર! આવા પરમ ઉપકારી પિતાને બંધનગ્રસ્ત કરવાનું તારા માટે યોગ્ય નથી." માતા દ્વારા પોતાનો પૂર્વ વૃતાંત સાંભળી કોણિકને પોતાની ભૂલનો ખેદ થયો. પિતાને બંધનમુક્ત કરવા સ્વયં કુહાડી લઈને દોડયો. કુહાડી લઈને આવતો જોઈ શ્રેણિકે વિચાર્યું કે કોણિક મને મારવા માટે જ આવી રહ્યો છે. પુત્રના હાથે મરવા કરતાં જાતે જ મરી જવું જોઇએ એવું વિચારી વીટીંમાં રહેલું તાલપુટ(સાઈનાઈડ) ઝેર મુખમાં નાંખી પ્રાણ ત્યાગ ર્યો.
આ ઘટના બાદ કુણિક ખૂબ શોકાકુલ થયો અને અંતે મનને શાંત કરવા રાજગૃહી નગરી છોડી ચંપાનગરીમાં પરિવાર સહિત રહેવા ગયો. તેણે રાજ્યના અગિયાર ભાગ ર્યા. કાલકુમાર આદિ દસ ભાઈ અને કુણિક રાજા રાજ્યશ્રીને ભોગવવા લાગ્યા.
હાર હાથી માટે નરસંહાર :- કોણિકના સગા ભાઈ વિહલ્લકુમાર પોતાની રાણીઓના પરિવાર સહિત હાર અને હાથી દ્વારા અનેક પ્રકારે સુખોપભોગ કરતાં આનંદનો અનુભવ કરતાં ચંપાનગરીમાં રહેતા હતા.
એક વખત મહારાણી પદ્માવતીએ પોતાના પતિ કુણિકને કહ્યું કે હાર અને હાથી તો તમારી પાસે હોવા જોઇએ. રાણીના અતિઆગ્રહથી કુણિકે ભાઈ પાસે હાર અને હાથી માંગ્યા. વિહલ્લકુમારે તેનાં બદલામાં અર્ધ રાજય માંગ્યું. કોણિકે તેનો અસ્વીકાર ર્યો અને હાર હાથી આપવા માટે વારંવાર આગ્રહ ચાલુ રાખ્યો. આવી પરિસ્થિતિ સર્જાતા વિહલ્લકુમારે પોતાના નાના(માતાનાપિતા) ચેડા રાજાની પાસે વૈશાલી નગરીએ જવાનું વિચાર્યું અને તક શોધી નીકળી પડ્યા. નાનાની પાસે પહોંચી તમામ પરિસ્થિતિથી વાકેફ ર્યા.
મહારાજા ચેડા અઢાર ગણરાજાઓના પ્રમુખ હતા. બધા રાજાઓને બોલાવી મંત્રણા કરી નિર્ણય લીધો કે શરણાગતની રક્ષા કરવી. કોણિકે હાર–હાથીનો આગ્રહ ન છોડયો, પરિણામે બન્ને પક્ષમાં યુદ્ધની તૈયારી થવા લાગી. મહારાજા ચેડા ભગવાન મહાવીરના પરમ ઉપાસક હતા. તેમણે શ્રાવકના બાર વ્રત અંગીકાર ર્યા હતા. તેમનું બાણ અમોઘ હતું, ક્યારેય નિષ્ફળ ન જતું. કાલકુમાર આદિ દસે ભાઈ કોણિકની સાથે યુદ્ધમાં આવ્યા. યુદ્ધનો પ્રારંભ થયો. દસ દિવસમાં દસે ભાઈ સેનાપતિ બન્યા અને ચેડા રાજાના અમોઘ બાણથી માર્યા ગયા. તે ઉપરાંત યુદ્ધમાં અન્ય લાખો મનુષ્ય મૃત્યુ પામ્યા.
માતાઓની મુક્તિ - તે જ સમયે ભગવાન મહાવીર સ્વામી વિચરતાં વિચરતાં ચંપા નગરીમાં પધાર્યા. કાલકુમાર આદિ દસે કુમારની માતાઓ ભગવાનના દર્શનાર્થે ગઈ. ઉપદેશ સાંભળ્યા પછી એક પછી એક દસેય રાણીઓએ પ્રશ્ન ર્યો કે – 'મારો પુત્ર યુદ્ધ કરવા ગયો છે, હે ભગવન્! હું તેને જીવિત જોઈ શકીશ કે નહિ?
-
પુત્ર
પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે 'તમારો ચેડા રાજા દ્વારા માર્યો ગયો છે માટે તમે તેમને જીવતાં જોઈ નહિ શકો.' ત્યાર પછી વૈરાગ્ય ભાવથી ભાવિત થઈ દસે રાણીઓએ દીક્ષા અંગીકાર કરી અને તે જ ભવમાં સંપૂર્ણ કર્મક્ષય કરી શિવપદને પ્રાપ્ત ર્યું. કાલકુમારાદિનું ભવિષ્યઃ– ગૌતમ ગણધરે પ્રશ્ન પૂછ્યો – હે ભગવંત! કાલકુમાર મૃત્યુ પામી ક્યાં ઉત્પન્ન થયા? ઉત્તરમાં ભગવાને જણાવ્યું કે કાલકુમાર યુદ્ધમાં મૃત્યુ પામી ચોથી નરકમાં ઉત્પન્ન થયા છે. ત્યાં દસ સાગરોપમની સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં સંયમ સ્વીકારી સંપૂર્ણ કર્મક્ષય કરી મુક્તિ પામશે. આ પ્રકારે દસે ભાઈઓ યુદ્ધમાં કાળ કરી ચોથી નરકમાં ગયા અને પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ, સંયમ અંગીકાર કરી, સંપૂર્ણ કર્મનો ક્ષય કરી સિદ્ધ થશે.
સાર ઃ
(૧) માણસ ધારે છે કંઈ અને થાય છે કંઈક, માટે જ અનૈતિક અને અનાવશ્યક ચિંતન ક્યારેય પણ કરવું ન જોઇએ. (૨) માતાના ચરણ સ્પર્શ કરવા જવાના નિમિત્તે કોણિકની ચિંતન દશામાં પરિવર્તન આવી ગયું. (૩) અભયકુમારે પોતાની બુદ્ધિ કૌશલ્યથી અસંભવ કાર્યને સંભવ કરી બતાવ્યું. (૪) અતિ લોભનું પરિણામ શૂન્યમાં આવે । – ન હાર મિલા ન હાથી ઔર ભાઈ મરે દસ સાથી. (૫) સ્ત્રીઓનો તુચ્છ હઠાગ્રહ માણસને મહાન ખાડામાં નાખી દે છે તેથી મનુષ્યે તેવા સમયમાં ગંભીરતાપૂર્વક હાનિ—લાભ તથા ભવિષ્યનો વિચાર કરી સ્વતંત્ર નિર્ણય લેવો જોઇએ. (૬) યુદ્ધમાં આત્મપરિણામોની ક્રૂરતા થાય છે તેથી તે અવસ્થામાં મરવાવાળા પ્રાયઃ નરકગતિમાં જાય છે. (૭) ચેલણારાણીએ મન વિના પણ પતિની આજ્ઞાથી કોણિકનું લાલનપાલન ર્યું. (૮) 'પૂજ્ય પિતાસે લડતા લોભી ભાઈ કી હત્યા કરતા. લોભ પાપકા બાપ ન કરતા પરવાહ અત્યાચાર કી." કવિતાની આ કડીઓનું ઉક્ત ઘટનામાં સાકાર રૂપ જોઈ શકાય છે. તેથી સૂજ્ઞજનોએ લોભ સંજ્ઞાનો નિગ્રહ કરવો જોઇએ.