________________
76
આગમસાર–પૂર્વાર્ધ (૧૪) જીતાચાર અથવા લોક વ્યવહાર અને ધાર્મિક આચારનું સ્થાન જુદું જુદું હોય છે. ગૃહસ્થ શ્રમણોપાસકના જીવનમાં યાદૈવિક જીવનમાં કેટલાક વ્યવહારો મર્યાદિત સીમા સુધીના હોય છે. પણ તેમના ધાર્મિક આચાર તે વ્યવહારથી જુદા વ્રત-પ્રત્યાખ્યાન, દયા, દાન, શીલ સંતોષ, સંવર અને નિર્જરા વગેરે ધર્મરૂપ હોય છે. કોઈપણ ધર્માચરણમાં જીતાચાર યા લોક વ્યવહારને પ્રવિષ્ટ કરાવી તેની પરંપરા બનાવી દેવી અનુચિત્ત છે. તેવી જ રીતે જીતાચારને જ ધર્માચાર બનાવી દેવો તે પણ અયોગ્ય છે. તથા જીતાચાર કે લોક વ્યવહારની વિવેકબુદ્ધિ રહિત, એકાંત ઉપેક્ષા કરવી પણ યોગ્ય નથી. તેમાં વિવેક બુદ્ધિ રાખવાની હોય છે. સામાજિક જીવનમાંથી. સ્વતંત્ર થઈ, નિવૃત્ત સાધનામય જીવનકાળમાં ગૃહસ્થના જીતાચાર આદિનો પૂર્ણ ત્યાગ કરી દેવો અનઉપયુક્ત નથી અર્થાત્ ઉપયુક્ત જ કહેવાય છે. આ કારણે જ અનિવૃત ગૃહસ્થ જીવનમાં મુખ્ય ૬ આગાર હોય છે. અને નિવૃત્ત સાધનાકાળમાં શ્રાવકને તે ૬ આગારનો પણ ત્યાગ થઈ જાય છે. તાત્પર્ય એ છે કે અનિવૃત્ત શ્રાવકના જીવનમાં જીતાચારની એકાંત ઉપેક્ષા નથી કરી શકાતી. જ્ઞાતાસૂત્રના આદર્શ શ્રમણોપાસક અહંન્નકને શ્રધ્ધામાંથી પિશાચ રૂપ દેવ પણ વિચલિત કરી ન શક્યા. તેમણે પણ યાત્રાના પ્રારંભમાં નાવની પૂજા-અર્ચા તથા મંગલ મનાવવાની પ્રવૃત્તિ કરી હતી.
સમ્યગુદષ્ટિ ચરમ શરીરી દેવેન્દ્રો પણ તીર્થકરોના દાહ સંસ્કાર; ભસ્મ, અસ્થિ આદિ સંબંધી કેટલીય પ્રવૃત્તિ કરે છે. ઉત્કૃષ્ટ આરાધનાથી દેવ થયેલા સૂર્યાબ સમ્યગ્દષ્ટિ હોવા છતાં વિમાનના નાના-મોટા અનેક સ્થાનની પૂજા કરી હતી. જે પ્રસ્તુત
પણે વર્ણવવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીતાચારને જીતાચાર જ માનવો. તેને ધર્માચરણ ન માનતાં આવશ્યક્તા અનુસાર સ્વીકાર કરવું, જીતાચાર પોત-પોતાની સીમા સુધી જ મર્યાદિત હોય છે. (૧૫) શ્રમણોએ કોઈપણ પ્રકારના નાટક, વાંજીત્ર આદિ દર્શનીય દશ્યોને જોવાનો સંકલ્પ પણ ન કરવો. આ પ્રમાણેનો નિષેધ આચારાંગ સૂત્રમાં છે તથા તેનું પ્રાયશ્ચિત નિશીથ સૂત્રમાં વર્ણવ્યું છે.
સાધુએ વિવેકથી આચારનું પાલન કરવું જોઇએ. તેમ છતાં કોઈ વ્યક્તિ આગ્રહ ભાવે સાધુની આજ્ઞા સ્વીકારવાનો વિકલ્પ ન રાખે તો તેવા આગ્રહી ભાવવાળા સાથે તિરસ્કાર વૃત્તિ કે દંડનીતિ ન અપનાવતાં ઉપેક્ષા ભાવ રાખી તટસ્થ રહેવું હિતાવહ છે. જેમ કે સૂર્યાભે ગૌતમ આદિ અણગારની સમક્ષ પોતાની ત્રદ્ધિ બતાવવાનું વિચાર્યું, પ્રભુએ સ્વીકૃતિ ન દેતાં મૌન ધાર્યું, નિષેધ કે તિરસ્કાર ન ર્યો તેમજ અસ વ્યવહાર પણ ન . સ્વીકૃતિ વિના જ સૂર્યાભે પોતાના નિર્ણય અનુસાર નાટક દેખાવ્યા જ. આવા પ્રસંગો ઉપસ્થિત થતાં યોગ્ય લાગે તો ઉપદેશ આપવો, શ્રાવક–સાધુના આચારો જણાવી સૂચન કરવું; છતાં ય નિરર્થક લાગે તો ઉપેક્ષા રાખવી; પણ જોહુકમી, તિરસ્કાર, બહિષ્કાર કે દુર્વ્યવહાર વગેરે ન જ કરવા અને તેવા વ્યવહારોની પ્રેરણા કે અનુમોદના પણ ન કરવી.ધર્મ આત્માના પરિણામો ઉપર આધાર રાખે છે. બીજા ઉપર બળજબરી કરી પોતાને ધર્મી દેખાડવા યોગ્ય નથી.
ઉપાંગ (નિરયાવલિકા વર્ગ પંચક) સૂત્ર પરિચય – આ આગમ બાર અંગસૂત્રોથી ભિન્ન અંગ બાહ્ય કાલિક સૂત્ર છે. આ સૂત્રનું નામ 'ઉપાંગ સૂત્ર છે, જે તેની પ્રારંભિક ભૂમિકાના મૂળ પાઠથી જ સ્પષ્ટ સિદ્ધ થાય છે. યથા (સમણેણં જાવ સંપતાણ ઉવંગાણે પંચ વાગ્યા પનતા, તંજહા નિરયાવલિયાઓ જાવ વણિહદસાઓ,) છતાં પણ કાળક્રમથી તેનું નામ 'નિરયાવલિકા' પ્રસિદ્ધ થયું છે. તદુપરાંત એક સૂત્રના પાંચ વર્ગને પાંચ સૂત્ર તરીકે સ્વીકારી લેવામાં આવ્યા છે. હકીકતમાં આ "ઉપાંગસૂત્ર" નામનું આગમ છે. તેના રચયિતા પૂર્વધર બહુશ્રુત છે, તે નિઃસંદેહ છે. કારણકે નંદીસૂત્રની આગમ સૂચિમાં પણ તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આ ઉપાંગસૂત્ર' નું એક જ શ્રુતસ્કંધ છે. તેના પાંચ વર્ગ છે. પાંચે વર્ગના કુલ બાવન અધ્યયન છે. પાંચે વર્ગના નામનું સ્પષ્ટીકરણ કરતાં પ્રારંભની ઉત્થાનિકામાં તેના જે નામો કહ્યા છે તે વર્ગના નામને જ સૂત્ર કહેવામાં આવ્યા છે. પરંપરાએ લિપિકાળમાં આ કથનનો પ્રભાવ આ સૂત્રના અંતિમ પ્રશસ્તિ વાક્યમાં અને નંદીસૂત્રમાં પણ પડ્યો છે. તો પણ આ પાંચ
ગમ માન્ય અને સર્વમાન્ય તત્વ છે. વર્ગ કોઈ એક સૂત્રના હોય છે. તેથી ઉપાંગસૂત્ર નામનું આ એક જ આગમ છે. નિરયાવલિકા આદિ તેના પાંચ વર્ગ છે, તે ધ્રુવ સત્ય છે. પ્રામાણિક ઉદાહરણ માટે આ સૂત્રના પ્રારંભિક મૂળપાઠને જુઓ. તે અંતગડસૂત્રના પ્રારંભિક પાઠ સમાન જ છે. જે રીતે અંતગડદશામાં પૃચ્છા કરી આઠ વર્ગ કહ્યા છે તે જ રીતે આ સૂત્રના પ્રારંભમાં ઉપાંગસૂત્રની પૃચ્છા કરી તેના પાંચ વર્ગ કહ્યા છે. સાર–નિરયાવલિકા વર્ગ પંચક એક સૂત્ર છે. તેનું વાસ્તવિક નામ "ઉપાંગસૂત્ર છે. અંતગડસૂત્રના આઠ વર્ગ અને નેવુ અધ્યયનની સમાન જ નિરયાવલિકા આદિ તેના પાંચ વર્ગ તથા બાવન અધ્યયન છે. આ સૂત્ર કથા અને ઘટના પ્રધાન છે. કથાઓના માધ્યમે આલોક–પરલોક, નરક–સ્વર્ગ, કર્મ સિદ્ધાંત, સાંસારિક મનોદશા અને દુર્ગતિ, વૈરાગ્ય અને મુક્તિ, રાજનીતિ અને તત્કાલીન ઐતિહાસિક તત્વોને સમજાવવામાં આવ્યા છે.
પ્રથમ વર્ગ – નિરયાવલિકા કોણિક:આ વર્ગમાં દસ અધ્યયન છે; જેમાં દસ જીવોનું નરકમાં જવાનું વર્ણન છે. તેથી આ વર્ગનું નામનિરયાવલિકા છે. કથા વર્ણન - પ્રાચીન કાળમાં રાજગૃહી નામની નગરી હતી. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. શ્રેણિક રાજાને ચેલણા, નંદા આદિ તેર તથા કાલિ આદિ દસ એમ અનેક રાણીઓ હતી. ચેલણા રાણીને કોણિક, વેહલ્લ આદિ પુત્ર હતા. નન્દાને અભયકુમાર નામનો પુત્ર હતો, તેમજ કાલી આદિ દસ રાણીઓને કાલકુમાર આદિ દસ પુત્ર હતા.