________________
75
jainology
આગમસાર (૮) પાપકર્મોનો ઉદય થતાં પોતાના પણ પરાયા થઈ જાય છે. તેથી સંસારમાં કોઈની પણ સાથે મોહ રાખવો નહિ. નિમ્પ્રયોજન
અહિત કે પ્રાણઘાત કરનાર ઉપર પણ દ્વેષ કરવો નહિ. સમભાવ રાખવામાં કંઈ અહિત થતું નથી. આ પ્રકારે વર્તવાથી જ પ્રદેશીએ ધર્મ આરાધના કરી દેવભવની પ્રાપ્તિ કરી. તેમજ સંસાર બ્રમણથી મુક્ત થવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું. એક કવિના શબ્દોમાં કહીએ તો – જહર દિયા મહારાણીને, રાજા પરદેશી પી ગયા,– વિઘટન પાપકા ક્યિા, રોષ કો નિવારા હૈ
વિપદાઓ કે માધ્યમ સે, કર્મોકા કિનારા હૈ– ડરના ભી ક્યા કષ્ટોસે, મહાપુરુષોકા નારા હૈ (૯) આત્મા આદિ અરૂપી તત્વોને શ્રદ્ધાથી સમજી સ્વીકારવા જોઇએ. સૂક્ષ્મતમ તત્વો માટે પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ ન રાખવો
જોઈએ. તર્ક અગોચર વિષયોનો પણ શ્રદ્ધાથી સ્વીકાર કરવો જોઈએ. પરંપરાગત રૂઢીઓને પણ સાચી સમજણ મેળવ્યા પછી છોડી દેવી જોઈએ. પછી ગમે તેવી પરંપરા હોય, સિદ્ધાંતનું રૂપ લઈ ચૂક્યા હોય, આચારનો કે ઇતિહાસનો વિષય હોય તો પણ જો તે અસત્ય,કલ્પિત, અનઆગમિક, અસંગત હોય તો તે પરંપરાનો દુરાગ્રહ ન રાખવો. બલ્ક સત્ય બુદ્ધિથી નિર્ણય લીધા બાદ પરિવર્તન કરવામાં જરા પણ હિચકિચાટ ન થવો જોઇએ. આ પ્રેરણા કેશી સ્વામીએ પ્રદેશી રાજાને લોહ વણિકના
દિષ્ટાંત દ્વારા આપી હતી. અને પ્રદેશીએ તેનો સ્વીકાર પણ ર્યો હતો. (૧૦) પ્રદેશી રાજા અને ચિત્ત સારથીના ધાર્મિક શ્રમણોપાસક જીવનના વર્ણનમાં મુનિ દર્શન, સેવા ભક્તિ, વ્યાખ્યાન શ્રવણ, પાંચ
અભિગમ,વંદન વિધિ,ક્ષેત્ર સ્પર્શના કરવાની વિનંતિ, સાધુની ભાષામાં સ્વીકૃતિ, શ્રાવક વ્રત ધારવા, પૌષધ સ્વીકાર, શ્રમણ નિગ્રંથો સાથેનો વ્યવહાર, દૂર ક્ષેત્રમાં વિચરતા શ્રમણોને વંદના, ઉદ્યાનમાં પધારવા છતાં પ્રથમ ઘરમાંજ વંદન વિધિ, અનશન ગ્રહણ આદિ ધાર્મિક કૃત્યોનું વર્ણન કરવામાં આવ્યું છે. જે શ્રાવકોના શ્રેષ્ઠ આચારો છે. સાથે જ જનસેવાની. ભાવનામય રાજયની આવકનો ચોથો ભાગ દાનશાળા માટે વાપરવા રૂપ આચરણને ધાર્મિક જીવનનું મહત્વશીલ અંગ
બતાવ્યું છે. (૧૧) સૂર્યાભ વિમાનની સુધર્મા સભામાં જે સિદ્ધાયતન આદિનું વર્ણન છે તેમાં ૧૦૮ જિન પ્રતિમાઓનું વર્ણન છે તેને સૂર્યાભદેવે
જન્મ સમયે પૂજી છે. પણ સુધર્મા સભાની બહાર સૂપના વર્ણનની સાથે જે ચાર જિન પ્રતિમાઓનું કથન મૂળ પાઠમાં ઉપલબ્ધ છે તે શંકાસ્પદ છે. કારણ કે શાશ્વત દેવલોકના સ્થાનોમાં ૧૦૮ નામ વિનાની મૂર્તિઓ અંદરના ભાગમાં છે. તો પછી દરવાજાની બહારના અસંગત સ્થાનમાં, તે પણ સ્તૂપ તરફ મુખવાળી તેમજ વર્તમાન ચોવીસીના ઋષભ અને વર્ધમાન નામ વાળી છે અને ઐરાવતના પ્રથમ અને અંતિમ તીર્થકરનું નામ પણ તેમાં જોયું છે. શાશ્વત પ્રતિમાઓમાં ચોથા આરાના ચાર તીર્થકરોનાં નામ હોવા ખરેખર સંદેહ પૂર્ણ છે.તેથી તેની કાલ્પનિકતા અને પ્રક્ષિપ્તતા પ્રગટ થાય છે. આ ચાર પ્રતિમાઓના માપ સૂત્રમાં કયા અનુસાર વર્તમાન ઋષભ અને વર્ધમાન તીર્થકારના માપથી ભિન્ન છે. કારણ કે શાશ્વત સ્થાનની પ્રતિમાઓ ભિન્ન ભિન્ન અવગાહનાવાળી ન હોય. તો ઋષભ અને વર્ધમાનની અવગાહનાનો મેળ ક્યાં બેસે ? ઋષભદેવની ૫૦૦ ધનુષ્યની અગવાહના છે જ્યારે મહાવીર સ્વામીની સાત હાથની. આથી ફલિત થાય છે કે તે સૂપની
પાસેની ચારે પ્રતિમાઓનું વર્ણન કાલ્પનિક છે. (૧૨) તીર્થકર ભગવંતો ને અને શ્રમણોને પરોક્ષ વંદન, નમોત્થણના પાઠથી કરવામાં આવે છે તે વંદન ભલેને દેવ–મનુષ્ય કરે, દેવ
સભા, રાજ સભા, પૌષધશાળા કે ઘરમાં બેઠા કરે. તેમજ તેઓને પ્રત્યક્ષ વંદન તિકબુતોના પાઠથી કરાય છે, ચાહે શ્રાવક હોય કે દેવ. સિદ્ધોને વંદન સદાય નમોત્થણના પાઠથી જ કરવામાં આવે છે. કારણ કે તેઓ હંમેશા પરોક્ષજ હોય છે. આ નિર્ણય પ્રસ્તુત સૂત્રના પ્રસંગોથી કે અન્ય સૂત્રમાં આવેલા પ્રસંગોથી તેમ સિદ્ધ થાય છે. મોક્ષ પ્રાપ્ત તીર્થકારોને સિદ્ધપદથી
વિંદન કરવામાં આવે છે. ઈચ્છામિ ખમાસણો' ના પાઠથી ઉત્કૃષ્ટ વંદન ફક્ત પ્રતિક્રમણ વેળાએ જ કરવામાં આવે છે. અન્ય સમયમાં અથવા અન્યત્ર આ ઉત્કૃષ્ટવિધિથી વંદન ક્યાંય કરવામાં આવ્યા નથી. નમોત્થણં તથા તિખુતોના પાઠથી વંદન બતાવ્યા છે. શ્રમણોને જે નમોત્થણંથી વંદન કરવામાં આવે છે તેમાં તીર્થકોના સંપૂર્ણ ગુણોનું ઉચ્ચારણ ન કરતાં નીચે પ્રમાણે સંક્ષિપ્તમાં બોલવામાં આવે છે “ નમોહ્યુ કેસિસ્સ કુમાર સમણસ્સ મમ ધમ્માયરિસ્સ ધમ્મોવએસગલ્સ અને વિશિષ્ટ જ્ઞાની ગુરુ હોય તો.
વંદામિણે ભંતે! તિત્વગય ઈહગએ, પાસઉમે ભગવંત તિર્થીગયે ઈદગયું તિકટુ વંદઈ નમંસઈ.” એટલું અધિક બોલવું જોઈએ. ઉપકારી શ્રમણોપાસકને પણ પરોક્ષ વંદન નમોત્થણના શબ્દથી કરાયા છે ઔપપાતિક સૂત્રમાં 'નમોત્થણે અંબાસ્સ પરિવાયગલ્સ (સમણોવાસગલ્સ) અરૂં ધમ્માયરિયસ્ય ધમોવએસગલ્સ.'
પપાતિક સૂત્રમાં ત્રણ વખત નમોત્થણે કહેવાનું કથન છે. પ્રસ્તુત રાજપ્રશ્નીય સૂત્રમાં તથા જ્ઞાતા સૂત્રમાં બે વખત નમોત્થણ કહેવાનો પ્રસંગ છે. બે વખત સૂર્યાભે સિદ્ધ અને અરિહંત ભગવાન મહાવીર સ્વામીને. ચિત્તસારથી, પ્રદેશ રાજા તથા ધર્મરૂચિ અણગારે સિદ્ધ અને ગુરુને નમોત્થણના પાઠથી પરોક્ષ વંદન કર્યા. ત્રણ વખત નમોત્થણ કહેનારા અંબડના શિષ્યોએ સિદ્ધને, ભગવાન મહાવીરને અને ગુરુ અબડને પરોક્ષ વંદન ક્ય છે. (૧૩) કથારૂપ અધ્યયનોના સ્વાધ્યાય કરતાં ધ્યાન રાખવું જરૂરી છે કે તેમાંથી ગ્રહણ કરવા યોગ્ય, છોડવા યોગ્ય, જાણવા યોગ્ય, મધ્યસ્થ ભાવ રાખવા યોગ્ય એમ જુદા જુદા ઘણા વિષયો હોય છે. તે માટે સતત વિવેકબુદ્ધિથી નિર્ણય કરવો જોઇએ. રાજાઓની દિવ્ય ઋદ્ધિનું વર્ણન પણ હોય છે, રાણીઓ(સ્ત્રીઓ)ની ભોગ સામગ્રીનું વર્ણન પણ હોય છે. ધર્માચરણ, શ્રાવકાચાર તથા શ્રમણાચારનું વર્ણન પણ હોય છે, તેમજ કુસિદ્ધાંત, કુતકનું તેમજ મહા અધર્મી આત્માઓની ક્રૂર પ્રવત્તિનું વર્ણન પણ હોય છે, અને જીતાચાર, લોકાચારનું વર્ણન પણ હોય છે. આવા વર્ણનોથી ચિંતનપૂર્વક આચરણીય તત્વોનો નિર્ણય લેવો જોઈએ. કથામાં વર્ણિત વ્યક્તિઓમાંથી કોઈની પણ ઉપર રાગ-દ્વેષ, નિંદા અને કર્મબંધના વિચારો આવવા જોઇએ નહીં. તટસ્થ પણે રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. કારણ કે ઘટના પ્રસંગો ભૂતકાળમાં થઈ ગયા છે. હવે તેના વિષયમાં સંકલ્પ, વિકલ્પ કરવા નિરર્થક છે; અને તેમ કરતાં નાહક કર્મબંધના ભાગીદાર થવાય છે.