________________
આગમસાર–પૂર્વાર્ધ
72
અપ્રતિહત ગતિ છે અર્થાત્ દિવાલ આદિથી જીવની ગતિ અટકતી નથી. તેથી તમે શ્રદ્ધા રાખો કે જીવ શરીરથી ભિન્ન તત્વ છે. રાજા : ભંતે ! એક વખત મેં એક અપરાધીને મારી તત્કાળ લોહ કુંભીમાં પૂરી ઢાંકણને લેપ લગાડી નિશ્ચિંદ્ર ર્યો. કેટલાક દિવસો પછી જોયું તો તેમા કીડાઓ પેદા થઈ ગયાં હતાં. તો બંધ કુંભીમાં તેમનો પ્રવેશ ક્યાંથી થયો ? અંદર તો કોઈ જીવ હતો જ નહિ. કેશી : કોઈ સઘન લોખંડનો ગોળો હોય, તેને અગ્નિમાં નાખી દીધા પછી તે થોડીવારમાં લાલધૂમ થઈ જાય છે ત્યારે સમજવું તેમાં અગ્નિનો પ્રવેશ થયો છે. તે ગોળાને જોવામાં આવશે તો ક્યાંય છિદ્ર નહીં દેખાય તો તેમાં અગ્નિનો પ્રવેશ ક્યાંથી થયો ? તેવી રીતે હે રાજન! જીવ પણ બંધ કુંભીમાં પ્રવેશ કરી શકે છે. તેનું અસ્તિત્વ અગ્નિથી પણ સૂક્ષ્મ છે. તેને લોખંડ આદિમાં પ્રવેશ કરતાં કે બહાર નીકળતાં બાધા નથી પહોંચતી. તેથી હે રાજન્ ! તમે શ્રદ્ધા કરો કે શરીર અને આત્મા ભિન્ન છે, જન્મ, મરણ અને પરલોક છે. રાજા - એક શસક્ત વ્યક્તિ પાંચ મણ વજન ઉપાડી શકે છે અને બીજી અશક્ત વ્યક્તિ તે વજન ઉપાડી શકતી નથી. એટલે હું માનું છું કે શરીર એજ આત્મા છે. જો એક આત્મા વજન ઉપાડી શકે તો બીજો કેમ ન ઉપાડી શકે ? કારણ કે શરીર ગમે તેવું અશક્ત હોય પણ આત્મા તો બધાના સરખા જ છે ને ? બધા આત્મા સરખા હોવા છતાં સમાન વજન ઉપાડી નથી શકતા તેથી મારું માનવું યથાર્થ છે. 'શરીર એ જ આત્મા છે ' જેવું શરીર હોય તે પ્રમાણે કાર્ય થાય છે તેથી આત્માનું અલગ અસ્તિત્વ માનવાની આવશ્યકતા નથી.
કેશી : સમાન શક્તિવાળા પુરુષોમાં પણ સાધનના અંતરથી કાર્યમાં પણ અંતર પડે છે. જેવી રીતે એક સરખી શક્તિવાળા બે પુરુષોને લાકડા કાપવાનું કાર્ય સોપવામાં આવ્યું. એકને તીક્ષ્ણ ધારવાળી કુહાડી આપી અને બીજાને બુઠી ધારવાળી કુહાડી આપી સારી કુહાડીવાળો પુરુષ લાકડાને જલ્દી કાપી નાખે છે અને ખરાબ કુહાડીવાળો કાપી નથી શકતો. તેનો અર્થ એવો નથી કે શસ્ત્ર પ્રમાણે કાર્ય થાય, વ્યક્તિ કંઈ છે જ નહીં પરંતુ સાધનના અભાવમાં કાર્યમાં અંતર પડે છે. તેમ આત્મ તત્વ બધામાં એક સરખુ હોવા છતાં સાધન રૂપ શરીરની અપેક્ષા તો દરેક કાર્યમાં રહે જ છે. ભાર વહન કરવા કાવડ તથા રસ્સી નવી–જુની મજબૂત જેવી હોય તે પ્રમાણે વ્યક્તિ ભાર વહન કરી શકે છે. આ રીતે સાધનની મુખ્યતાથી જ ભિન્નતા જણાય છે. તેથી હે રાજન્ ! આ તર્કથી પણ આત્માને ભિન્ન ન માનવો તે અસંગત છે.
જ
રાજાઃ—એક વખત એક માણસને મેં જીવતાં તોળ્યો, વજન ર્યું, પછી તત્કાળ પ્રાણ રહિત કરીને તોળ્યો તો અંશમાત્ર તેના વજનમાં અંતર ન પડયું. તમારી માન્યતાનુસાર શરીરથી ભિન્ન આત્મ તત્વ ત્યાંથી નીકળતું હોય તો વજનમાં ફરક પડવો જોઇએ ને ? કેશી :- કોઈ મસકમાં હવા ભરીને તોળવામાં આવે અને હવા કાઢી નાખ્યા પછી તોળવામાં આવે તો તેમાં કોઈ અંતર નથી પડતું. આત્મા તે હવાથી પણ અત્યંત સૂક્ષ્મ(અરૂપી) છે. તેથી તેના નિમિત્તથી વજનમાં ફરક પડતો નથી. તેથી હે રાજન્ ! તમારે શ્રદ્ધા કરવી જોઇએ કે શરીર અને આત્મા ભિન્ન છે.
રાજા -
એક વખત એક અપરાધીને મેં નાના—નાના ટુકડા કરી જોયો, મને ક્યાંય જીવ ન દેખાયો. તેથી હું માનું છું કે શરીરથી ભિન્ન જીવ જેવી કોઈ ચીજ જ નથી. કેશી :– રાજન્ ! તું પેલા મૂર્ખ કઠિયારાથી અધિક મૂર્ખ છે, વિવેકહીન છે.
એક વખત કેટલાક કઠિયારા જંગલમાં ગયા. આજે એક નવો માણસ પણ સાથે હતો. જંગલ ખૂબ દૂર હોવાથી ત્યાંજ ખાવું–પીવું વગેરે કાર્ય હોઈ, સાથે થોડા અંગારા લીધા હતા. આજે તેઓએ નવા માણસને કહ્યું. તમે જંગલમાં બેસો. અમે લાકડા કાપી લઈ આવશું. તમે ભોજન બનાવી રાખજો. કદાચ આપણી પાસે રહેલો અગ્નિ બુજાઈ જાય તો અરણી કાષ્ટથી અગ્નિ પેદા કરી ભોજન તૈયાર કરી રાખજો. લાકડા લઈ આવ્યા પછી ભોજન કરી ઘરે જશે.
તેઓના ગયા પછી પેલા માણસે યથાસમયે ભોજન બનાવવાનો પ્રારંભ ર્યો પણ જોયું તો આગ બુજાઈ ગઈ હતી. અરણી કાષ્ઠની ચારે બાજુ જોયું તો ક્યાંય અગ્નિ ન દેખાણો. આખરે અરણી કાષ્ટના ટુકડે—ટુકડા કરી જોયા પણ અગ્નિ ન દેખાણો. અગ્નિ વિના ભોજન કેમ પકાવવું ? તે નિરાશ થઈ બેઠો રહ્યો.
ન
જ્યારે તે કઠિયારાઓ લાકડા લઈને આવ્યા ત્યારે તેઓ બીજા અરણી કાષ્ઠ દ્વારા અગ્નિ પેદા કરી ભોજન બનાવ્યું. તેઓએ નવા કઠિયારાને કહ્યું કે – રે મૂર્ખ ! તું આ લાકડાના ટુકડેટુકડા કરી તેમાંથી અગ્નિ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, તો એમ શોધવાથી અગ્નિ મળે ? તે જ રીતે હે રાજન્ ! તારી પ્રવૃત્તિ પણ તે મૂર્ખ કઠિયારા સમાન છે. રાજા : ભંતે ! તમારા જેવા જ્ઞાની, બુદ્ધિમાન, વિવેકશીલ વ્યક્તિ આ વિશાળ સભામાં મને તુચ્છ, હલકા શબ્દોથી, અનાદર પૂર્ણ વ્યવહાર કરે તે ઉચિત્ત છે.?
કેશી ઃ
રાજન્ ! તમે જાણો છો કે પરિષદ કેટલા પ્રકારની હોય છે ? તેમાં કોની સાથે કેવી રીતે વ્યવહાર કરાય ? કોને કેવો દંડ દેવાય ? તો તમે મારી સાથે શ્રમણોચિત્ત વ્યવહાર ન કરતાં, વિપરીત રૂપે વર્તન કરી રહયા છો તો મારે તમારી સાથે આ પ્રમાણે વાર્તાલાપ કરવો જ યોગ્ય છે, તમે આ નથી સમજી શકતા ?
રાજા :
- પોતાનો આશય સ્પષ્ટ કરતાં રાજાએ કહ્યું કે પ્રારંભના વાર્તાલાપથી જ હું સમજી ગયો હતો કે આ વ્યક્તિ સાથે જેટલો વિપરીત વ્યવહાર કરીશ તેટલો જ્ઞાનલાભ વધુને વધુ થશે. તેમાં લાભ થશે નુકશાન નહિ જ. હું તત્વ જ્ઞાન, સમ્યક્ શ્રદ્ધા, સમ્યક્ ચારિત્રને પ્રાપ્ત કરીશ. જીવ અને જીવના સ્વરૂપને સમજીશ. તે કારણે જ હું તમારી સાથે વિપરીત વર્તન કરતો હતો. હે ભંતે ! આપ તો સમર્થ છો. મને હથેળીમાં રાખેલા આંબળાની જેમ આત્માને બહાર કાઢી બતાવો.
કેશી :- હે રાજન્ ! આ વૃક્ષના પાંદડા આદિ હવાથી હલી રહ્યા તો હે રાજન્ ! તું આ હવાને આંખોથી જોઈ નથી શકતો, હાથમાં રાખી કોઈને દેખાડી નથી શકતો તો પણ તેના અસ્તિત્વનો સ્વીકાર તો કરે જ છે. તે પ્રકારે હે રાજન્ ! આત્મા હવાથી પણ સૂક્ષ્મ છે અર્થાત્ હવા તો રૂપી પદાર્થ છે પણ આત્મા અરૂપી છે. તેને હાથમાં કેવી રીતે દેખાડી શકાય ? તેથી હે રાજન ! તમે શ્રદ્ધા કરો કે હવાની સમાન આત્મા પણ સ્વતંત્ર અચક્ષુગ્રાહય તત્વ છે.