________________
70
આગમસાર–પૂર્વાર્ધ ચિત્ત સારથીએ શ્રાવકના બાર વ્રત સ્વીકાર્યા તેમજ શ્રમણોપાસકનાં અનેક ગુણોથી સંપન્ન થયા. જિતશત્રુ રાજાએ ચિત્ત સારથીને અમૂલ્ય ભેટર્ણ પ્રદેશ રાજાને આપવાનું નિવેદન કરી વિદાય આપી અને કહ્યું કે આપના કથન અનુસાર રાજ્યનું સંચાલન કરીશ.
વિદાય લઈ ચિત્ત સારથી પોતાના ભવનમાં આવ્યા. ત્યાર પછી પગે ચાલીને જ કેશીકુમાર શ્રમણ પાસે ગયા. વંદન–નમસ્કાર કરી ધર્મોપદેશ સાંભળ્યો. પછી વિનંતિ કરી કે – 'ભંતે! હું શ્વેતાંબિકા નગરી જઈ રહયો છું. કરબદ્ધ વિનંતિ કરું છું કે આપ ત્યાં પધારવાની કૃપા કરજો.'
- ચિત્તની વિનંતિની ઉપેક્ષા કરતાં કેશી શ્રમણે પ્રત્યુત્તર ન આપ્યો. ચિત્તે ભાવભરી વિનંતિ ક્યે જ રાખી. ત્યારે કેશી શ્રમણે દષ્ટાંત આપી ઉત્તર આપ્યો. કે જે પ્રકારે કોઈ સંદર, મનોહર વનખંડમાં પશઓને દ:ખ દેવાવાળા પાપિષ્ઠ લોકો રહેતા હોય, ત્યાં વનચર પશુઓને રહેવાનો આનંદ કેમ આવે? તે પ્રકારે હે ચિત્ત! શ્વેતાંબિકા નગરી ભલે સુંદર, રમણીય હોય પણ તમારો રાજા પ્રદેશી જે રહે છે તે અધાર્મિક, અધર્મનું આચરણ કરવાવાળો અને અધર્મથી જ વૃત્તિ કરવાવાળો છે. સદા હિંસામાં આસક્ત, દૂર, પાપકારી, ચંડ, રુદ્ર, શુદ્ર રહે છે. કૂડકપટ બહુલ, નિર્ગુણ, મયાર્દા રહિત, પચ્ચકખાણ રહિત, અધર્મનો જ સરદાર છે; પોતાની પ્રજાનું પણ રક્ષણ નથી કરતો યાવત્ ગુરૂઓનો પણ આદર-સત્કાર, વિનય-ભક્તિ નથી કરતો, તો તારી શ્વેતાંબિકા નગરીમાં કેવી. રીતે આવું? અર્થાતુ આવવાની ઇચ્છા નથી.
ચિત્તે બધી વાતનો સ્વીકાર ર્યો. અને કહ્યું કે – ભંતે! આપને પ્રદેશ રાજાથી શું કામ છે? ત્યાં અન્ય અનેક રાજકર્મચારી, શેઠ, સેનાપતિ, સાર્થવાહ, પ્રજાજન ધાર્મિક છે. તેઓ આપનો સત્કાર કરશે અને વિનય-ભક્તિ કરશે. ધર્મોપદેશ સાંભળશે, પ્રત્યાખ્યાન ધારણ કરશે. આહાર–પાણીથી પ્રતિલાભશે તેથી આપ જરૂર શ્વેતાંબિકા પધારો. વારંવાર વિનંતિ કરવાથી કેશીકુમાર શ્રમણે આશ્વાસન આપતાં કહ્યું, "જેવો અવસર.........
આશ્વાસન મેળવી ચિત્તે પુનઃ વંદન–નમસ્કાર કર્યા. પોતાના ભવન ઉપર આવ્યા બાદ શ્વેતાંબિકા જવા પ્રસ્થાન ક્યું. બિકા પહોંચ્યા પછી ચિત્ત સારથીએ ઉદ્યાન પાલકને ભલામણ કરી. ત્યાર પછી પ્રદેશ રાજા પાસે જઈ ભેટશું આપી પોતાના મહેલમાં આવ્યા. વિચરણ કરતા કેશીકુમાર શ્રમણ શ્વેતાંબિકા નગરીના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાન પાલકે ચિત્ત સારથીને સંદેશો પહોંચાડ્યો. ચિત્તે ત્યાંજ પ્રથમ સિદ્ધ ભગવંતને નમોત્થણના પાઠથી વંદન ક્ય. પછી કેશીશ્રમણને નમોત્થણના ઉચ્ચારણ પૂર્વક વંદન નમસ્કાર
ર્યા ત્યાર પછી ઉદ્યાન પાલકને પ્રીતિદાન આપ્યું. યશાશીઘ્ર તૈયાર થઈ ચિત્ત સારથી ગુરુસેવામાં હાજર થયા. વંદન ક્ય. દેશના સાંભળી. ત્યાર બાદ પ્રદેશ રાજાને પ્રતિબોધવા વિનંતિ કરી.
કેશીશ્રમણે કહ્યું – (૧) જે વ્યક્તિ સંત-મુનિરાજની સમક્ષ બગીચામાં આવે છે, શ્રદ્ધા-ભક્તિથી વાણી સાંભળે છે (૨) ગામ કે ઉપાશ્રયમાં જયાં પણ સંત હોય ત્યાં જાય (૩) ઘરે આવતાં સુપાત્રદાનથી સત્કાર કરે (૪) માર્ગમાં મળતાં અભિવાદન કરે છે; વંદના કરે છે તે વ્યક્તિ બોધ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી વિપરીત જે બગીચામાં નથી આવતો, નજીકના ઉપાશ્રયે નથી આવતો, ઘરે દાન દેવાનો ઉત્સાહ પ્રગટ નથી કરતો, સામા મળતાં મુખ છુપાવે અને શિષ્ટાચાર પણ ન કરે તે કેવલી પ્રરૂપેલા ધર્મને સાંભડવાનો લાભ પ્રાપ્ત કરી શકતો નથી અર્થાત બોધ પ્રાપ્ત નથી કરી શકતો. હે ચિત્ત ! તમારો રાજા પણ આજ રીતે કિંચિત્ત પણ વિનય કે સત્કાર કરવા તૈયાર નથી, તો તેને બોધ કેવી રીતે આપવો? ત્યારે ચિત્તે યક્તિ પૂર્વક રાજાને લઈ આવવાનો નિર્ણય ર્યો.
બીજે દિવસે ચિત્તે પ્રદેશ રાજને કંબોજ દેશના શિક્ષિત કરાયેલા ઘોડાની પરીક્ષા કરવાનું કહ્યું. રાજાએ સ્વીકાર્યું. ચાર ઘોડાને રથમાં જોડી બને ફરવા માટે નીકળ્યા. અલ્પ સમયમાં ખૂબ દૂર નીકળી ગયા. સખત ગરમી અને તૃષાથી રાજા વ્યાકુળ બન્યા. આરામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. ચિત્તે અવસર જોઈ રથ ફેરવ્યો. શીઘ્રતાથી તે બગીચા પાસે આવ્યા. રથને ઉભો રાખ્યો. તે વખતે કેશી શ્રમણનું પ્રવચન ચાલી રહ્યું હતું. રાજા વૃક્ષની શીતળ છાયામાં આરામ કરી રહયા હતા. ત્યાંથી કેશીકુમાર શ્રમણ તથા તેમની પરિષદ દેખાતી હતી. વ્યાખ્યાનનો અવાજ પણ સંભળાતો હતો.
પ્રદેશી રાજાએ મનમાં વિચાર્યું કે આ જડ, મુંડ અને મુઢ લોકો જડ, મુંડ અને મુઢની ઉપાસના કરે છે. આટલું જોરથી કોણ બોલે છે કે જે મને શાંતિથી આરામ કરવા નથી દેતા. ચિત્તને પૂછયું આ કોણ છે? ચિત્તે મુનિનો પરિચય આપતાં કહ્યું કે ચાર જ્ઞાનના ધારક પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય છે. તેમને મન:પર્યવ અને અવધિ જ્ઞાન છે. પ્રાસુક એસણીય આહાર કરનાર હોય છે. શ્રમણ કેશી અને રાજા પ્રદેશનો સંવાદ:
પ્રદેશ રાજા ચિત્ત સારથીની સાથે કેશી શ્રમણ પાસે આવ્યા અને ઉભા ઉભા જ પૂછવા લાગ્યા – આપ અવધિ જ્ઞાની છો? મનઃ પર્યવજ્ઞાની છો? પ્રાસુક એષણીય અન્ન ભોગી છો? કેશી શ્રમણ - રાજનું! જેમ વણિકો દાણચોરી કરવાના ભાવે સીધો માર્ગ નથી પૂછતા. તેવી રીતે તમે પણ વિનય – વ્યવહાર ન કરવાના ભાવે અયોગ્ય રીતે પ્રશ્ન પૂછી રહ્યા છો? રાજન્ ! મને જોઈને તમારા મનમાં એ સંકલ્પ ઉત્પન્ન થયો કે જડ, મુંડ અને મૂર્ખ લોકો જડ, મુંડ અને મૂર્ખની ઉપાસના કરે છે? ઇત્યાદિ. રાજા પ્રદેશી - મને એવો વિચાર આવ્યો તે તમે કેવી રીતે જાણ્યો? શ્રમણ :- શાસ્ત્રમાં પાંચ જ્ઞાન કહ્યા છે. તેમાંથી ચાર જ્ઞાન માને છે. જેમાં મન:પર્યવ જ્ઞાન દ્વારા હું જાણી શક્યો કે તમને ઉક્ત સંકલ્પ થયો હતો.(નોંધ: કેશી–ગૌતમ સંવાદ વાળા કેશીસ્વામી ત્રણ જ્ઞાનના ધારક હતા,તેથી આ કેશીસ્વામી ત્રેવીસમા ભગવાનની શિષ્ય સંપદાના હોવા છતાં બીજા છે એમ જણાય છે.સરખા નામ વાળા બે અલગ વ્યકિત હોવા જોઇએ.) રાજા :– હું અહીં બેસી શકું? કેશી - આ તમારો બગીચો છે. તમે જાણો છો. ત્યારે પ્રદેશ રાજા ચિત્ત સારથીની સાથે બેસી ગયા. રાજા:- ભંતે! આત્મા શરીરથી જુદો છે કે શરીર જ આત્મા છે?