________________
69
jainology
આગમસાર વ્યવસાય સભાના ઈશાન ખૂણામાં નંદા નામની પુષ્કરિણી છે અને તેના ઈશાન ખૂણામાં વિશાળ બલીપીઠ ચબૂતરો છે. સૂર્યાભનો જન્માભિષેક અને ક્રિયા કલાપ:- સૂર્યાભદેવ ઉપપાત સભામાં જન્મ લે છે. સામાનિક દેવોના નિવેદન અનુસાર પ્રવૃત્તિ કરવા માટે પૂર્વ દરવાજાથી નીકળી સરોવર પર આવે છે. ત્યાં સ્નાનાદિથી નિવૃત્ત થઈ અભિષેક સભામાં આવી પૂર્વ દિશા સન્મુખ મુખ રાખી સિંહાસન પર બેસે છે. ત્યાં તેમનો બધા દેવ મળી જન્માભિષેક અને ઇન્દ્રાભિષેક કરે છે. અર્થાત કળશોથી સ્નાન કરાવે છે. અને વિવિધ પ્રકારે હર્ષ મનાવે છે. મંગલ શબ્દોચ્ચાર કરે છે. પછી પૂર્વ દરવાજાથી નીકળી સૂર્યાભદેવ અલંકાર શાળામાં આવી સિંહાસન પર બેસે છે. શરીરને લૂંછી, ગૌશીર્ષ ચંદનનો લેપ કરે છે. વસ્ત્ર યુગલ ધારણ કરે છે. અનેક આભૂષણ પગથી માંડી મસ્તક સુઘી ધારણ કરે છે. કલ્પવૃક્ષની જેમ સુસજિજત થાય છે. ત્યાર પછી વ્યવસાય સભામાં આવી સિંહાસન પર બેસી પુસ્તકરત્નનું અધ્યયન કરે છે. ત્યાર પછી નંદા પુષ્કરિણીમાં આવે છે. હાથ-પગનું પ્રક્ષાલન કરી પાણીની જારી અને ફૂલ લઈ સિદ્ધાયતનમાં આવે છે. વિનય ભક્તિ અને પૂજાવિધિ કરી ૧૦૮ મંગળ શ્લોકોથી સ્તુતિ કરે છે. ત્યાર પછી વંદન નમસ્કાર કરી મોરપીંછથી અનેકાનેક સ્થાનોનું પ્રમાર્જન, પાણીથી પ્રક્ષાલન અને ચંદનથી હાથના છાપા લગાવે છે, ધૂપ કરે છે, ફૂલ ચઢાવે છે. તે સ્થાનો આ પ્રમાણે છે – સિદ્ધાયતનનો મધ્યભાગ, દક્ષિણ દ્વાર, દ્વાર શાખા, પૂતળીઓ, વાઘ રૂપ મુખ મંડપનો મધ્ય ભાગ, મુખ મંડપનું પશ્ચિમી દ્વાર, પ્રેક્ષાઘર, મંડપના બધા ઉક્ત સ્થાન, ચૈત્ય સ્તૂપના બધા સ્થાન, ચૈત્ય વૃક્ષના બધા સ્થાન, મહેન્દ્ર ધ્વજના બધા સ્થાન, નંદા પુષ્કરિણીના બધા સ્થાન. તે જ રીતે ઉત્તર અને ત્યાર પછી પૂર્વ દ્વારના બધા સ્થાનોની પૂજા કરે છે. ત્યાર પછી સુધર્મસભામાં પ્રવેશ કરે છે. ત્યાં પણ જિન દાઢાઓ, સિંહાસન, દેવ શય્યા, મહેન્દ્ર ધ્વજ, આયુધ શાળા, ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા, પુસ્તક રત્ન, ચબૂતરા, સિંહાસન, નંદા પુષ્કરિણી સરોવર આદિ બધી જગ્યાઓનું મોરપીછથી પ્રમાર્જન, પાણીથી સિંચન, ફૂલ, ધૂપ આદિ ક્રિયાઓ કરે છે. આ રીતે સર્વ નાનામોટા સ્થાનોનું ધૂપ દ્વિપ અને પૂજન, પ્રમાર્જન તથા પ્રક્ષાલન કરે છે. (નોંધઃ માલિક દેવ દ્રારા ઉપપાત થતાંજ આટલું મોટું કાર્ય અને તેમાં પણ વળી નાના મોટા દરેક સ્થળ, પગથીયાં વગેરેનું પ્રમાર્જન, પાણીથી પ્રક્ષલન વગેરે ક્રિયા વિચારણીય છે. નોકર દેવો પણ આટલું બધું કામ નથી કરતાં.) અંતે બલીપીઠની પાસે આવી બલી વિસર્જન કરે છે. પછી નોકર દેવો દ્વારા સૂર્યાભ વિમાનના બધા માર્ગ, દ્વાર, વન, ઉપવનમાં આ પ્રમાણે અર્ચા–પૂજા વિધિ કરાવે છે. ત્યાર પછી નંદા પુષ્કરિણીમાં હાથ-પગનું પ્રક્ષાલન કરી, સુધર્મા સભાના પૂર્વ દરવાજાથી પ્રવેશ કરે છે. પૂર્વ દિશામાં મુખ કરી સિંહાસન ઉપર બેસી જાય છે. સૂર્યાભ સભાની વ્યવસ્થા - તેની પૂર્વ દિશામાં ચાર અગ્રમહિષીઓ, ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં ચાર હજાર સામાનિક દેવ, દક્ષિણ પૂર્વમાં આવ્યંતર પરિષદના આઠ હજાર દેવ, દક્ષિણમાં મધ્યમ પરિષદના દસ હજાર દેવ, દક્ષિણ પશ્ચિમમાં બાહ્ય પરિષદના બાર હજાર દેવ, પશ્ચિમ દિશામાં સાત અનિકાધિપતિ દેવ, તદુપરાંત પાછળની ચારે દિશામાં સોળ હજાર આત્મ રક્ષક દેવ; આ બધા પોત પોતાના નિયુક્ત ભદ્રાસનો પર બેસે છે. સૂર્યાભ દેવનું ચાર પલ્યોપમનું આયુષ્ય છે. તેના સામાનિક દેવોનું પણ ચાર-ચાર પલ્યોપમનું આયુષ્ય છે. આ પ્રકારે સૂર્યાભ દેવ મહાત્રદ્ધિ, મહાદ્યુતિ, મહાબલ, મહાયશ અને મહાસૌખ્યવાળો તથા મહાપ્રભાવી છે.
દ્વિતીય ખંડ – પ્રદેશી રાજા સૂર્યાભદેવની મહાઋદ્ધિ જોતાં સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે આવી સંપદા તેને કેવી રીતે પ્રાપ્ત થઈ? પૂર્વ ભવમાં તે કોણ હતો? શી તપશ્ચર્યા કરી હતી? સંયમ, ધર્મનું પાલન કેવી રીતે ક્યું હતું? તેના સમાધાન અર્થે અહીં સૂર્યાભના પૂર્વ ભવનું વર્ણન કરવામાં આવ્યું
પ્રદેશી રાજાનું જીવન - ત્રેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનું શાસન પ્રવર્તી રહ્યું હતું. તે સમયે કેક્યાદ્ધ દેશમાં તાંબિકા નામની નગરીમાં પ્રદેશ રાજા રાજ્ય કરતા હતા. તેની સૂર્યકાંતા નામની રાણી હતી અને સૂર્યકાંત નામનો પુત્ર હતો. તેને યુવરાજ પદે આરૂઢ ક્યો હતો. જે રાજ્યની અનેક વ્યવસ્થાઓની દેખરેખ રાખતો હતો. પ્રદેશ રાજાનો ભ્રાતૃવંશીય ચિત્ત નામનો પ્રધાન (સારથી) હતો. જે ચારે બુદ્ધિમાં પારંગત, કાર્યકુશલ, દક્ષ, સલાહકાર, રાજાનો વિશ્વાસુ, આલંબનભૂત, ચક્ષુભૂત, મેઢીભૂત હતો; રાજ્ય કાર્યમાં સક્રિય ભાગ લેવા વાળો હતો. પ્રદેશી રાજાનો આધીનસ્થ જિતશત્રુ રાજા હતો. જે કૃણાલ દેશની શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. એકદા પ્રદેશી રાજાએ ચિત્ત સારથીને શ્રાવસ્તીનગરીની રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવાનું કહ્યું. કિંમતી ભેટશું આપી વિદાય ક્ય. ચિત્ત સારથી શ્રાવસ્તી ગયો. રાજાના ચરણોમાં ભટણું મૂકી પ્રદેશી રાજાનો સંદેશો કહ્યો. જિતશત્રુ રાજાએ ભેટનો સ્વીકાર ક્યો અને ચિત્ત સારથીનો સત્કાર કરી રાજમાર્ગ પર આવેલા ભવનમાં ઉતારો આપ્યો. ચિત્ત સારથી ત્યાં રહી રાજ્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા લાગ્યો. શ્રાવસ્તીમાં કેશી શ્રમણ :- એક વખત વિચરણ કરતા ભગવાન પાર્શ્વનાથના શિષ્ય અનેક ગુણોથી સંપન કેશીકુમાર શ્રમણ. શ્રાવસ્તી નગરીની બહાર કોષ્ઠક નામના ઉદ્યાનમાં પધાર્યા. લોકોના ટોળે ટોળાં તેમના દર્શન કરવા જવા લાગ્યા. રાજમાર્ગ ઉપર કોલાહલ થતાં ચિત્ત સારથીનું ધ્યાન ખેંચાયું. અનુચર દ્વારા તપાસ કરાવતાં ખ્યાલ આવ્યો કે નગરીમાં કોઈ મહોત્સવ નથી પરંતુ કેશીકમાર શ્રમણ બગીચામાં પધાર્યા છે. લોકો તેમના દર્શનાર્થે જઈ રહયા છે.
ચિત્ત સારથી પણ રથારૂઢ થઈ ઉદ્યાનમાં કેશીકુમાર શ્રમણ પાસે આવ્યા. વિધિવત્ નમસ્કાર કરી પરિષદમાં બેઠા. ધર્મોપદેશ સાંભળ્યો. યથાયોગ્ય પચ્ચકખાણ લઈ સહુ ચાલ્યા ગયા. ચિત્ત સારથીનું હૃદય પુલકિત બન્યું; ત્રણ વખત વંદન-નમસ્કાર કરી કહ્યું, 'ભંતે! હું નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું અને તદ અનુરૂપ આચરણ કરવા તૈયાર છું'. તેમણે નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા-ભક્તિ પ્રગટ કરતા થકાં, નિર્ગસ્થ પ્રવચનને ધારણ કરવાવાળા શ્રમણોનાં ગુણ-કીર્તન ક્ય, અને ધન્યવાદ આપ્યા. જાતને અધન્ય માનતાં થકા નિવેદન ક્યું કે- 'ભંતે! હું શ્રમણધર્મ સ્વીકારવા અસમર્થ છું, તેથી આપની પાસે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કરવા ઇચ્છું છું'.