________________
jainology |
આવ્યા. કેટલાય ઉપચાર ર્યા છતાં નિષ્ફળ ગયા.
અંજુશ્રી અસહાય થઈ આર્તધ્યાન કરવા લાગી. દુસ્સહ મહાવેદનાથી તેનું ઔદારિક શરીર ક્ષીણ થવા લાગ્યું. એક વખત ગૌતમ સ્વામી રાજાની અશોક વાટિકા પાસેથી પસાર થયા હતા. તેમના કાને કરુણ શબ્દો પડયા. તેમણે જોયું કે રાજરાણી હાડપીંજર જેવી બની કરુણ વિલાપ કરી રહી હતી. ગૌતમ સ્વામીએ ભગવાન પાસે જઈ તે જોયેલા દશ્યનું વર્ણન કરી પૂર્વભવ પૂછ્યો. તેના પૂર્વભવની વ્યથા સાંભળ્યા પછી ભવિષ્ય પૂછ્યું. ભગવાને જણાવ્યું કે – અંજુશ્રી આ અસહ્ય વેદના ભોગવતી ૯૦ વર્ષની ઉંમરે મૃત્યુ પામશે. પ્રથમ નરકમાં જશે. ત્યાર પછી નરક–તિર્યંચ આદિ યોનિઓમાં મૃગાપુત્રની સમાન ભવભ્રમણ કરશે. અંતે મોર બની શિકારી દ્વારા મૃત્યુ પામશે. પછી શ્રેષ્ઠીપુત્ર બની સંયમ સ્વીકારશે. સંયમ–તપની આરાધના કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ તે જ ભવે મોક્ષે જશે.
=
શિક્ષા – પ્રેરણા :
(૧) કોઈપણ તીવ્રતમ વેદના લાંબો સમય નથી ટકતી પરંતુ ક્યારેક પ્રગાઢ કર્મોનો નિકાચિત્ત ઉદય હોય તો અંજુશ્રી જેવું બને છે. અને તે ઉત્પન્ન વેદના મૃત્યુ સુધી ચાલે છે.
(૨)
ઇન્દ્રિયના વિષય સુખોનો આનંદ જીવનને માટે મીઠા ઝેર સમાન છે.
મીઠે મીઠે કામભોગ મેં, ફસના મત દેવાનુપ્રિયા – બહુત બહુત કડવે ફલ પીછે, હોતે હૈ દેવાનુપ્રિયા .
(સંસાર મોક્ષસ વિપક્ષ્મભૂયા, ખાણી અણત્થાણહુ કામભોગા )– અર્થાત્ આ કામભોગ મોક્ષના વિરોધી એવં અનર્થોની ખાણ સમાન છે.
(૩) તીવ્ર પાપ-કર્મોદય થતાં કોઈ શરણભૂત હોતું નથી. જીવનમાં ધર્મના સંસ્કાર ન હોય તો જીવ આવા દુઃખોથી દુઃખી થાય છે
65
આગમસાર
અને આર્તધ્યાન એવં સંકલ્પ વિકલ્પોમાં મરી દુ:ખોની પરંપરા વધારે છે.
(૪) પરંતુ જીવનમાં જો ધર્મ આત્મસાત્ ર્યો હોય તો આવી વિકટ પરિસ્થિતિમાં શાંતિથી કર્મોને ભોગવી ભવિષ્યને કલ્યાણમય બનાવી શકાય છે. ધર્મ દુ:ખમાં પણ સુખી બનાવે છે. સંકટ સમયે પ્રસન્ન ચિત્ત રાખવાનું ધર્મ શીખવાડે છે. કહ્યું છે કે – સંકટો ભલેને આવે સ્વાગત કરી લે – સાધક તું હૈયે તારે સમતા ધરી લે...
(૫) ધર્મ દ્વારા અનંત આત્મશક્તિ અને ઉત્સાહ જાગૃત થાય છે. આવી વ્યક્તિ ગજસુકુમાર, અર્જુનમાળીની જેમ શાંતિપૂર્વક કરજને ચૂકવી મોક્ષ પ્રાપ્ત કરે છે.
(૬) આ દુઃખ વિપાક સૂત્રમાં હિંસક, ક્રૂર, ભોગાસક્ત, સ્વાર્થાંધ, માંસાહારી અને શરાબી જીવોના જીવનનું ચિત્રણ ર્યું છે. તેમના કૃત્યોના કટુ પરિણામો બતાવ્યા છે. શુદ્ધ, સાત્વિક, વ્યસનમુક્ત અને પાપમુક્ત જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી છે
દ્વિતીય શ્રુતસ્કંધ – સુખવિપાક : પ્રથમ અધ્યયન – · સુબાહુકુમાર
હસ્તિશીર્ષ નામના નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી પ્રમુખ હજાર રાણીઓ હતી. ધારિણીનો સુબાહુકુમાર નામનો પુત્ર હતો. તેણે પુરુષોની ૭૨ કળાઓનું જ્ઞાન મેળવ્યું હતું. યૌવન વય પ્રાપ્ત થતાં માતા–પિતાએ પાંચસો શ્રેષ્ઠ રાજકન્યાઓ સાથે એક જ દિવસમાં વિવાહ કરાવ્યો. પ્રીતિદાનમાં ૫૦૧ ભવ્ય મહેલ આપ્યા. ત્યાં સુબાહુ ઉત્તમ ભોગ ભોગવતો રહેવા લાગ્યો. કોઈ સમયે વિચરતાં વિચરતાં ભગવાન મહાવીર હસ્તિશીર્ષ નગરમાં પધાર્યા. પરિષદ તેમજ જિત શત્રુ રાજા તથા સુબાહુકુમાર આદિ દેશના સાંભળવા ઉપસ્થિત થયા. ધર્મોપદેશ સાંભળી રાજા અને ગ્રામવાસીઓ પાછા વળ્યા.
સુબાહૂકુમારે ભગવાનને વંદન–નમસ્કાર કરી કહ્યું – હે ભંતે! હું નિગ્રંથ પ્રવચન–વીતરાગ ધર્મની, શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ કરું છું આપના ચરણોમાં જે રાજા, રાજકુમાર, રાજકર્મચારી, શેઠ, સેનાપતિ અણગાર બને છે તેમને ધન્ય છે. હું તેમની જેમ સંયમ ગ્રહણ નથી કરી શકતો પરંતુ ગૃહસ્થ જીવનમાં રહેતાં શ્રાવકના બાર વ્રત સ્વીકાર કરું છું. ત્યાર પછી પોતાની યોગ્યતા અનુસાર વ્રત ધારણ ર્યા. મહિનામાં આઠમ, ચૌદસ, પૂનમ અને અમાવસ્યાના દિને પૌષધ કરી આત્મ જાગરણ કરવા લાગ્યા.
સુબાહુકુમારના વૈભવ એવં સૌમ્યતાથી ગૌતમ સ્વામી આકર્ષાયા. તેમણે ભગવાનને પૂછ્યું કે – સુબાહુકુમાર ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, સૌમ્ય અને સૌભાગ્યશાળી લાગે છે, સાધુજનોને પણ પ્રિય આનંદકારી અને મનોહર લાગે છે તો પૂર્વભવમાં શું ક્યું હતું? કેવું દાન આપ્યું હતું ? ક્યા ગુણ ઉપલબ્ધ ર્યા હતા? કોની પાસે ધર્મશ્રવણ કરી તેનું અનુપાલન ક્યું હતું?
ભગવાને પૂર્વભવ કહ્યો – હસ્તિનાપુર નગરમાં સુમુખ ગાથાપતિ(શેઠ) રહેતો હતો. જે ધનાઢય હતો. ધર્મઘોષ સ્થવિર વિચરણ કરતાં ત્યાં પધાર્યા. સુદત્ત નામના અણગાર માસખમણના પારણાને માટે ગુરુની આજ્ઞા લઈ નગરમાં પધાર્યા. ભિક્ષાર્થે ભ્રમણ કરતાં સુમુખ ગાથાપતિના ઘરે આવ્યા. સુમુખ મુનિને જોતાં જ હર્ષિત થયો. આસન ઉપરથી ઉઠી, પગમાંથી પાદુકાઓ કાઢી, મુખે ઉત્તરાસન રાખી, સાત–આઠ પગ સામે જઈ, હાથ જોડી ત્રણ આવર્તન આપી વંદન–નમસ્કાર ર્યાં. મુનિરાજને ભોજનગૃહમાં
લાવ્યા.
'આજે હું મુનિરાજને પર્યાપ્ત આહાર દાન આપીશ.' આવો સંકલ્પ કરી દેતી વખતે પણ ખૂબ હર્ષિત થતો અને દીધા પછી પણ ખૂબ આનંદિત થતો, પોતાને કૃતકૃત્ય માનતો હર્ષવિભોર બન્યો. આ પ્રમાણે (૧) ત્રૈકાલિક ભાવ વિશુદ્ધિ (૨) તપસ્વી ભાવિતાત્માનો સંયોગ (૩) ઘરમાંજ સહજ નિષ્પન્ન નિર્દોષ પ્રાસુક આહારનું દાન દેવાથી સુમુખ શેઠે સંસાર ભ્રમણ મર્યાદિત કર્યું. અર્થાત્ સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ થઈ. તેના ઘરમાં પાંચ દિવ્ય પ્રગટ થયા. (૧) સુવર્ણ વૃષ્ટિ (૨) પુષ્પ વૃષ્ટિ (૩) ધ્વજા (૪) દેવદુંદુભિ (૫) 'અહો દાનં – મહાદાનં'ની આકાશમાં દિવ્યવાણી. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. સર્વત્ર સુમુખ ગાથાપતિના નામનો જય જયકાર થવા લાગ્યો. સુમુખે યથાસમયે મનુષ્ય આયુનો બંધ ર્યો અને ત્યાંથી સેંકડો વર્ષોનું આયુષ્ય પૂર્ણ કરી સુબાહુકુમારના રૂપે જન્મ લીધો છે. સુપાત્રદાનના સર્વાંગસુંદર સંયોગથી આ પ્રકારની ઋદ્ધિ સંપદાને પ્રાપ્ત કરી છે. જેથી જોતાં જ બધાને પ્રિયકર થઈ રહે છે. આ વર્ણન સાંભળી ગૌતમ સ્વામીએ ફરી પ્રશ્ન પૂછ્યો – ભંતે! સુબાહુકુમાર ગૃહ ત્યાગ કરી આપની પાસે અણગાર બનશે?