________________
આગમસાર–પૂર્વાર્ધ
64
વૈશ્રમણદત્તની આંખમાં વસી ગઈ. તેના પ્રત્યે તે આકર્ષિત બન્યો. તેણે પોતાના રાજકુમાર પુષ્પનંદી માટે માંગણી કરી. દત્ત શેઠે તેનો સ્વીકાર ર્યો અને રાજસી ઠાઠમાઠથી પુષ્પનંદી અને દેવદત્તાના લગ્ન થઈ ગયા. તેઓ સુખપૂર્વક રહેવા લાગ્યા.
કાલાંતરે વૈશ્રમણદત્ત રાજા કાળધર્મ પામ્યા. પુષ્પનંદી રાજા બન્યો. પિતાની ગેરહાજરીમાં માતા શ્રી દેવીની અત્યંત ભક્તિ કરી. શ્રી દેવી સો વર્ષના થયાં; તેથી પુષ્પનંદી માતાની સેવામાં વધુને વધુ સમય ગાળવા લાગ્યો. દેવદત્તા વિલાસપ્રિય હતી. પતિ તરફથી અસંતોષ રહ્યા કરતો. સાસુ આંખના કણાની જેમ ખટકવા લાગી.
દેવદત્તાનું કૃત્ય :- એક દિવસ શ્રી દેવી સુખ પૂર્વક સૂતી હતી. દેવદત્તાએ લોહ દંડ ગરમ ર્યો. તેને સાણસીથી પકડી સૂતેલી સાસુને ઘોંચી દીધો. શ્રી દેવીને અચાનક જોરદાર વેદના થઈ અને તત્કાળ મૃત્યુ પામી. અવાજ સાંભળતાં જ શ્રી દેવીની દાસીઓ હાજર થઈ ગઈ. દેવદત્તાને ખંડમાંથી બહાર નીકળતાં જોઈ. ખંડમાં મૃત્યુ પામેલી શ્રી દેવીને જોતાં રાજાને સમાચાર પહોંચાડ્યા. રાજાએ અત્યંત દુઃખિત હૃદયે મૃત્યુકર્મ પતાવ્યું. પુષ્પનંદીએ દેવદત્તાને રાજપુરુષો દ્વારા પકડાવી તીવ્રતમ મૃત્યુદંડ ઘોષિત ર્યો. તેને બંધનમાં બાંધી કાન–નાક કાપી નાખ્યા. હાથમાં હાથકડી અને ગળામાં લાલ ફૂલોની માળા પહેરાવી, વધસૂચક વસ્ત્રો પહેરાવ્યા, શરીરને લાલ ગેરુવાથી લિપ્ત ર્યું. આ પ્રકારના કરુણ દશ્યની સાથે મારતાં–પીટતાં અનેક પ્રકારની પીડાઓ આપતાં એવં ઉદ્ઘોષણા કરતાં કે 'આ પોતાનાં દુઃષ્કર્મોથી દુઃખી થઈ રહી છે, તેને કોઈ દુઃખ નથી આપતું.' - એમ કહેતાં કહેતાં વધ સ્થાન તરફ દોરી જતા હતા.
-
તે સમયે ગૌતમ સ્વામીએ નરકતુલ્ય દુઃખ ભોગવતી માણસના ટોળાંની વચ્ચે સ્ત્રીને જોઈ. સ્થાનમાં આવી ભગવાનને પૂછ્યું– 'ભંતે! આ સ્ત્રીએ એવા ક્યા કર્મો બાંધ્યા છે કે જેથી આવું દુઃખ ભોગવી રહી છે?' ભગવાને તેનો પૂર્વભવ કહ્યો –
પૂર્વભવ : આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠિત નામનું નગર હતું. ત્યાંના રાજા મહાસેનને હજાર રાણીઓ હતી. તેણે પોતાના પુત્ર સિંહસેનને પાંચસો રાજકન્યા સાથે પરણાવ્યો અને યથેચ્છ પ્રીતિદાન એવં ભોગ–ઉપભોગની સામગ્રીઓ આપી. સિંહસેન સુખપૂર્વક રહેવા લાગ્યો.
કાલાંતરે મહાસેન મૃત્યુ પામતાં સિંહસેન રાજકુમાર રાજા બન્યો. પોતાની મુખ્ય રાણી શ્યામામાં ખૂબ આસક્ત હતો; અન્ય રાણીઓ પ્રત્યે ઉપેક્ષા કરતો તેથી દરેકે પોતાની માતાઓને કહી દીધું. બધી રાણીઓની માતાઓએ મળી શ્યામાને વિષ આદિ શસ્ત્રોથી મારી નાખવાનું વિચાર્યું. આ વાત ગુપ્ત ન રહેતાં શ્યામાને કાને આવી. શ્યામાએ સિંહસેન રાજાને જણાવી. તેઓએ યુક્તિ કરી. બધી જ રાણીઓની માતાઓને બહુમાન પૂર્વક નિમંત્રણ મોકલ્યું. એક વિશાળ કૂટાગાર શાળામાં બધાની ઉતરવાની ખાવા–પીવાની વ્યવસ્થા કરી. અર્ધરાત્રિએ રાજા ઉઠયો અને પોતાના પુરુષોની સાથે કૂટાગાર શાલા પાસે ગયો. તે શાળાના દરવાજા બંધ કરાવી ચોતરફ આગ લગાડી દીધી. ૪૯૯ની માતાઓ આક્રંદ કરતી મૃત્યુ પામી. સિંહસેન આ પ્રમાણે પાપકર્મયુક્ત જીવન જીવતો ૨૪૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં ૨૨ સાગરનું ભયંકર દુઃખ ભોગવી દેવદત્તાના રૂપમાં જન્મ્યો છે.
=
ભવિષ્ય :- તે દેવદત્તા આજે મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. મૃગાપુત્ર જેમ અનેક ભવોમાં ભ્રમણ કરતી અંતે ગંગપુર નગરમાં હંસ બનશે. કોઈના દ્વારા તેનું મોત થશે. ત્યારપછી શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લેશે. ત્યાંથી દેવલોકમાં જશે. સ્વર્ગનું આયુ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય બની મોક્ષે જશે.
શિક્ષા – પ્રેરણા :–
(૧)સ્વાર્થ અને ભોગની લિપ્સા કેટલી ભયંકર હોય છે કે વ્યક્તિ પોતાના સંબંધ ભૂલી જાય છે. અને ક્રોધાવેશમાં ભયંકર કૃત્ય કરી બેસે છે. તેથી ત્રણને અંધ કહ્યા છે – ક્રોધાંધ, કામાંધ અને સ્વાર્થાંધ. આ ત્રણે દીર્ઘકાળ સુધી સંસારમાં ભવભ્રમણ કરે છે. દેવદત્તા, સિંહસેન તેના ઉદાહરણ પૂરાં પાડે છે.
-
(૨) દેવદત્તા પૂર્વભવમાં અશુભ કર્મોથી વ્યાપ્ત બુદ્ધિવાળી હતી. તેથી જ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સુઝી. અન્યથા તેને ૮૦ વર્ષ તો થઈ ચૂક્યા હતા છતાં સાસુની હત્યા કરી. ખુદ કમોતે આક્રંદ કરતી મૃત્યુ પામી. પતિ દ્વારા પત્ની હત્યાનું પાપ કરાવ્યું અને અનેક લોકોના કર્મબંધનું કારણ બની. એક અધર્મી અનેકને બગાડે છે. તેના આ ભવ–પરભવ નિંદિત થાય છે.
(૩) સંસારના સ્વાર્થપૂર્ણ સંબંધોનું સ્પષ્ટ ચિત્ર આ અધ્યયનમાં દોર્યું છે. એક વ્યક્તિ ૪૯૯ સાસુઓને જીવતી સળગાવી દે, તો એક ૮૦ વર્ષની વહુ ૧૦૦ વર્ષની સાસુની હત્યા કરી નાખે છે. રાજકુળમાં મળેલું સુખ પણ કેટલું ભયંકર દુ:ખદાયી બન્યું! આ જાણી દુર્લભ માનવભવનું સ્વાગત ધર્માચરણ દ્વારા કરી જીવન સફળ બનાવવું જોઇએ. ચંચળ લક્ષ્મી અને સ્વાર્થી સંબંધોનો ત્યાગ કરી સંયમ–તપમાં પુરુષાર્થ કરવો જોઇએ. પાપ છીપાયા ના છીપે, છૂપે ન મોટા ભાગ ।
દાબી દૂબી ના રહે, રૂવે લપેટી આગ ॥
દસમું અધ્યયન – અંજુશ્રી
પ્રાચીન કાળમાં ભરતક્ષેત્રમાં ઇન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં પૃથ્વીશ્રી નામની એક વેશ્યા રહેતી હતી. તે નગરના શેઠ, સેનાપતિ, રાજ કર્મચારી આદિ નાગરિકોને વશીકરણ ચૂર્ણથી વશ કરી તેઓની સાથે ભોગો ભોગવવામાં અત્યંત આસક્ત રહેતી. તેમાં તે પોતાનું કર્તવ્ય તથા આનંદ માનતી. આ પ્રકારે ૩૫૦૦ વર્ષ પસાર ર્ડા. અંતે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાં ૨૨ સાગરોપમ સુધી નરકના દુઃખો ભોગવી વર્ધમાન નગરમાં ધનદેવ સાર્થવાહની પુત્રી બની. તેનું નામ અંજુશ્રી રાખવામાં આવ્યું. યૌવનવય પ્રાપ્ત થતાં વિજય મિત્ર રાજા તેની ઉપર મોહિત થયો. ધનદેવ સાર્થવાહ પાસે અંજુશ્રીની માંગણી કરી. ધનદેવે બન્નેના લગ્ન કરી દીધા. માનુષિક ભોગો ભોગવવા લાગ્યા.
વૈદ્યો
કેટલાક સમય પછી ભોગાસક્ત અંજુશ્રીને શૂળવેદના ઉત્પન્ન થઈ. અંજુશ્રી અસહ્ય વેદનાથી દીનતાપૂર્વક કરુણ આક્રંદ કરવા લાગી. રાજાએ અનેક ઉપચાર કરાવ્યા. સર્વત્ર ઘોષણા કરાવી કુશળ વૈદ્યોને આમંત્રિત કરી ઇનામ જાહેર ક્યું. અનેક અનુભવી કુશળ