________________
આગમચાર-પૂર્વાર્ધ ક્યો. અઢી દિવસ બાદ અગ્નિ શાંત થયો. બધા પશુઓ ચાલ્યા ગયા. સસલું પણ ગયું ત્યારે હે મેઘા તે પગ નીચે મૂકવાનો પ્રયત્ન ર્યો. પરંતુ જકડાઈ જવાના કારણે પગ ધરતી ઉપર ન મૂકાણો. વધુ પ્રયત્ન કરવા જતાં તું પડી ગયો. તે વખતે તારી ઉંમર ૧૦૦ વર્ષની હતી. વૃદ્ધાવસ્થાથી જર્જરિત દેહમાં ત્રણ દિવસ પ્રચંડ વેદના રહી. અસહ્ય વેદનાને કારણે મેરુપ્રભ હાથીએ મનુષ્યના આયુષ્યનો બંધ ર્યો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે શ્રેણિક રાજાના ઘરે જન્મ લીધો છે. ત્યાર પછી હે મેઘ! તે મારી પાસે દીક્ષા લીધી. પ્રભુનું ઉદ્ધોધન : હે મેઘ! પશુની યોનિમાં પરવશપણે વૃદ્ધાવસ્થામાં ભૂખ તરસથી વ્યાકુળ બની બીજા યુવાન હાથથી કરાયેલા પ્રહારોની વેદનાને સાત દિવસ સુધી સહન કરી અને ત્યારબાદ મેરુપ્રભ હાથીના ભવમાં પ્રાણીની રક્ષા માટે અઢી દિવસ નિરંતર એક પગ ઊંચો રાખી ઊભો રહયો. ઘોરઅતિઘોર વેદના એક જીવની રક્ષા માટે પશુયોનિમાં સહન કરી, તો હે મેઘ! હવે તું મનુષ્ય શરીર હોવા છતાં પણ નિર્ચન્દમુનિઓના આવાગમન અને સ્પર્શ આદિનું કષ્ટ એક દિવસ પણ સહન ન કરી શક્યો અને સંકલ્પ વિકલ્પોમાં રાત પસાર કરી સંયમ ત્યાગવાનો વિચાર કરી મારી પાસે ઉપસ્થિત થયો છે? હે મેઘ વિચાર કર. વિચાર કર અને સંયમમાં સ્થિર થા ભગવાન પાસેથી હૃદયદ્રાવક પૂર્વભવનું શ્રવણ કરી મેઘને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ જોયો. હૃદય પલટો થયો. તેનો વૈરાગ્ય–ઉત્સાહ અનેકગણો વધી ગયો. વંદના કરી, ભૂલની ક્ષમા માગી અને પુનઃ સંયમમાં સ્થિર થઈ ગયા. મેઘમુનિની પુનઃ દીક્ષા – પોતાની દુર્બળતાનો પશ્ચાતાપ કરતાં પ્રાયશ્ચિતના રૂપમાં મેઘકુમારે પુનઃ દીક્ષા ગ્રહણ કરતાં સંકલ્પ ર્યો કે મારી બે આંખની રક્ષા સિવાય સંપૂર્ણ શરીર મુનિઓની સેવામાં સમર્પિત રહેશે. સંયમ જીવનમાં મેઘમુનિએ અનેક પ્રકારના તપનું આચરણ ક્યું. ભિક્ષુ પડિમા તથા ગુણરત્ન સંવત્સર તપ ક્યું. અગિયાર અંગનું જ્ઞાન કંઠસ્થ ક્યું. અંતે સંલેખનાસંથારો કરી સમાધિ પણે કાળધર્મ પામી અનત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સંપૂર્ણ કર્મનો ક્ષય કરશે. આ અધ્યયનના મૂળ પાઠમાં રાજાની વ્યાયામ વિધિ, સ્નાનવિધિ, સ્વપ્ન પાઠક, દોહદ, મેઘમયપ્રાકૃતિક દશ્ય, ૭૨ કળા, વિવાહ મહોત્સવ, દીક્ષાની આજ્ઞા પ્રાપ્તિ, દીક્ષા મહોત્સવ, ભગવાનના સમવસરણમાં પધારવાનું વર્ણન, પૂર્વભવની ઘટના આદિનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. અનુત્તરોપપાતિક અંગ સૂત્રમાં પણ મેઘકુમારનું તપોમય જીવન અને અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન છે.
પ્રેરણા – શિક્ષા : (૧) જીવે અનેક ભવોમાં વિવિધ વેદનાઓ સહન કરી છે. તેથી મનુષ્યભવ પામીને ધર્મસાધના કરતાં કષ્ટો આવે તો ગભરાવું નહિ. (૨) પશુ અને મનુષ્યને પૂર્વભવનું સ્મરણ થઈ શકે છે. (૩) પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતની શ્રદ્ધા રાખવી જોઈએ. (૪) દુઃખદ પરિસ્થિતિમાં પણ વિવેકપૂર્ણ આવશ્યક કર્તવ્યથી દૂર થવું ન જોઈએ.
(દા.ત. મેઘકુમાર. સંયમમાં અસ્થિર થવા છતાં પ્રથમ ભગવાનની પાસે નિવેદન કરવા ગયા.) (૫) કોઈને પણ માર્ગથી પતિત થયેલો જાણી કુશળતાપૂર્વક તેને માર્ગમાં સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પરંત નિદા–અવલેહના–તિરસ્કાર આદિ નિંદનીય પ્રવૃત્તિઓનું આચરણ ક્યારેય ન કરવું. પોતાની ભૂલોનો પશ્ચાતાપ કરી તેને સુધારી લેવી જોઇએ; પણ છુપાવવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. અનુકંપા અને દયાભાવ આત્મ ઉન્નતિનો ઉત્તમ ગુણ છે. તેને સમકિતનું લક્ષણ કહેવામાં આવ્યું છે. પ્રસિદ્ધ આધ્યાત્મિક કવિ તુલસીદાસજીના શબ્દોમાં "દયા ધર્મકા મૂલ હૈ". ઉક્ત કથાનકમાં હાથી જેવા પશુએ પણ દયાભાવથી સંસાર પરિત્ત કરી મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી લીધી. હૃદયની સાચી અનુકંપા અને દઢ સંકલ્પનું આ પરિણામ છે. આત્મા અનંત શાસ્વત તત્વ છે : રાગદ્વેષ આદિ વિકારોથી ગ્રસ્ત હોવાના કારણે વિભિન્ન અવસ્થામાં જન્મમરણ કરે છે. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવાનું નામ જ સંસાર છે. ક્યારેક આત્મા અધોગતિના પાતાળમાં તો ક્યારેક ઉચ્ચગતિના શિખરે પહોંચી જાય છે. તેનું મૂળ કારણ આત્મા જ છે. સંયોગ મળતાં આત્મા જ્યારે પોતાના સ્વરૂપને સમજી લે છે, ત્યારે અનુકૂળ પુરુષાર્થ કરી, વિશુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શાશ્વત સુખનો સ્વામી બની જાય છે. મેઘકુમારના જીવનમાં
પણ આ ઘટના થઈ. હાથીથી માનવ, પછી મુનિ, તત્પશ્ચાતુ દેવ બની અને ક્રમશઃ પરમાત્મપદને પ્રાપ્ત કરશે. (૯) “સંયમથી મેઘમુનિનું ચિત્ત ઉઠી ગયું.” આ અધ્યયનનો મુખ્ય વિષય છે. ભગવાન દ્વારા પૂર્વભવ સાંભળી સંયમમાં સ્થિર કરવાના પ્રેરક વિષયનું મૂળ નિમિત્ત પણ આ જ છે. તેથી અધ્યયનનું નામ મેઘકુમાર ન રાખતા 'ઉખિત્તનાય' રાખવામાં આવ્યું છે.
અધ્યયન – ૨.ધન્યશેઠ અને વિજય ચોર...સંગાટ (રૂપક કથા) રાજગૃહી નગરીમાં ધન્ય સાર્થવાહ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું. ધન્ય સમૃદ્ધિશાળી, પ્રતિષ્ઠાસંપન્ન હતો પણ નિઃસંતાન હતો. તેની પત્નીએ અનેક દેવતાઓની માન્યતા કરી, સંયોગવશ પુત્રની પ્રાપ્તિ થઈ. દેવી કૃપાનું ફળ સમજી તેનું નામ દેવદત્ત" રાખવામાં આવ્યું. દેવદત્તની સંભાળ રાખવા માટે પંથક નામનો દાસ રાખવામાં આવ્યો. દેવદત્ત કંઈક મોટો થયો. એક દિવસ ભદ્રાએ તેને નવડાવી, અનેક પ્રકારના આભૂ મષણોથી કંગારિત કરી પંથક સાથે દેવદત્તને રમવા મોકલ્યો. પંથક દેવદત્તને એક સ્થાને બેસાડી પોતે અન્ય બાળકોની સાથે રમવા લાગ્યો. (પંથક મોટી ઉમરનો બાળક કે બાળબુધ્ધી ધરાવનાર છે.) તે દરમ્યાન પંથકની ધ્યાન બહાર તે જ નગરનો કુખ્યાત નિર્દય અને નૃશંસ વિજય ચોર ત્યાં આવ્યો અને આભૂષણ સજિજત દેવદત્તને ઉપાડી, પલાયન થઈ ગયો. નગરની બહાર લઈ જઈ તેના આભૂષણો ઉતારી લીધા અને દેવદત્તને નિષ્ણાણ બનાવી અંધારીયા કૂવામાં ફેંકી દીધો. રમતાં રમતાં અચાનક પંથકને દેવદત્ત યાદ આવ્યો. તેને સ્થાન ઉપર ન જોતાં ધ્રાસ્કો પડ્યો. ચારે બાજુ તપાસ કરી પણ દેવદત્ત ક્યાંય ન મળ્યો અંતે રડતો રડતો તે ઘરે ગયો. ધન્ય સાર્થવાહે પણ સઘન તપાસ કરી પણ બાળકનો પત્તો ન લાગતાં નગર રક્ષકની. સહાય માગી. ખૂબ ઊંડી તપાસને અંતે નગર રક્ષકોએ અંધારા કૂવામાંથી બાળકના શબને શોધી કાઢ્યું. શબને જોઈ બધાના મુખમાંથી દુઃખદ શબ્દ નીકળી પડ્યા. પગેરું લેતાં નગર રક્ષકોએ સઘન જાડીઓની વચ્ચે છુપાયેલા વિજયચોરને પકડી લીધો. ખૂબ