________________
jainology
આગમસાર માર મારી, નગરમાં ફેરવી જેલમાં કેદ ક્ય. કેટલાક સમય પછી કોઈ સામાન્ય ગુન્હાની સજા રૂપે ધન્યસાર્થવાહને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. વિજય ચોર અને ધન્ય સાર્થવાહ બન્નેને એક જ બેડીમાં ગોઠવવામાં આવ્યા. સાર્થવાહ પત્ની ભદ્રા ધન્ય સાર્થવાહ માટે વિવિધ ભોજન-પાણી જેલમાં મોકલતી. સાર્થવાહ જ્યારે જમવા બેઠો ત્યારે વિજયે તેમાંથી થોડો આહાર માંગ્યો પણ પુત્ર ઘાતકને આહાર કેમ આપી શકાય? તેથી તેને દેવાનો ઈન્કાર ક્ય. ધન્યને મળ-મૂત્ર વિસર્જન કરવાની બાધા ઉત્પન્ન થઈ. વિજય ચોર અને ધન્ય સાર્થવાહ એક જ બેડીમાં જકડાયેલા હતા. મળ-મૂત્ર વિસર્જન માટે બંનેને સાથે જવું અનિવાર્ય હતું. ધન્ય વિજયને સાથે આવવાનું કહયું તો તે આવેશમાં આવી ગયો. તે બોલ્યો – 'તમે ભોજન ક્યું છે માટે તમે જ જાઓ. હું ભૂખ્યો તરસ્યો છું, મને બાધા-પીડા ઉત્પન્ન નથી થઈ માટે તમે જ જાઓ.' ધન્ય લાચાર બની ગયો. અંતે અનિચ્છાએ પણ વિજય ચોરને ભોજનમાંથી ભાગ આપવાનું વચન આપ્યું. તે સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. બીજે દિવસે પંથક આહાર લઈ જેલમાં આવ્યો. ભોજનમાંથી થોડો ભાગ વિજયને આપતાં જોઈને દુઃખી થઈ ગયો. ઘેરે આવી ભદ્રા સાથેવાહને હકીકત કહી. સાંભળીને ભદ્રાના ક્રોધનો પાર ન રહય. પુત્ર ઘાતક પાપી ચરને ભાંજન દઈ તેનું પાલન પોષણ કરવું તે તેનાથી સહન ન થયું. માતાનું હૃદય ઘોર વેદનાથી વ્યાપ્ત થઈ ગયું. દરરોજ આ ક્રમ ચાલવા લાગ્યો. કેટલોક સમય વીત્યા બાદ ધન્ય સાર્થવાહને કારાગૃહથી મુક્તિ મળી. જ્યારે તે ઘરે પહોંચ્યો તો બધાએ તેનું સ્વાગત કર્યું જ્યારે ભદ્રા પીઠ ફેરવી ઉદાસ થઈ બેઠી રહી. સાર્થવાહ બોલ્યા – ભદ્રા શું હું જેલમાંથી મુક્ત થયો તે તમને ન ગમ્યું? શા માટે વિમુખ બની અપ્રસન્નતા પ્રગટ કરો છો? ઉદ્દેશથી અજાણ ભદ્રાએ કહ્યું– 'મારા લાડકા પુત્રના હત્યારા વૈરી વિજય ચોરને અહીંથી મોકલાતાં આહાર–પાણીમાંથી તમે થોડો ભાગ આપતા હતા, તે જાણી મને પ્રસન્નતા, આનંદ કે સંતોષ ક્યાંથી થાય?' ધન્ય સાર્થવાહને ભદ્રાના કોપનું કારણ મળી ગયું. બધીજ પરિસ્થિતિ સમજાવતાં તેનું સ્પષ્ટીકરણ ક્યું – હે દેવાનુપ્રિય! મેં તેને થોડો ભાગ આપ્યો છે પણ તે ધર્મ, કર્તવ્ય કે પ્રત્યુપકાર સમજીને નહીં પણ ફક્ત મળ મૂત્રની બાધા નિવૃત્તિમાં સહાયક બનવાના ઉદ્દેશથી જ આપ્યો હતો. આ સ્પષ્ટતા સાંભળી ભદ્રાને સંતોષ થયો. તે પ્રસન્ન થઈ. વિજય ચોર પોતાના ઘોર પાપોનું ફળ ભોગવવા નરકનો અતિથિ બન્યો. ધન્ય સાર્થવાહ કેટલાક સમય પછી ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી, સ્વર્ગવાસી થયા. સારાંશ એ છે કે જેવી રીતે ધન્ય સાર્થવાહ મમતા કે પ્રીતિને કારણે વિજય ચોરને આહાર નથી આપ્યો પણ શારીરિક બાધાની નિવૃત્તિના કારણે આહારનો વિભાગ ર્યો. તે જ પ્રકારે નિર્ચન્દમુનિ શરીર પ્રત્યેની આસક્તિના કારણે તેને આહાર–પાણી ન આપે પણ માત્ર શરીરની સહાયતાથી સમ્યક્ જ્ઞાન-દર્શન–ચારિત્રની વૃદ્ધિ અને તેની રક્ષા માટે તે શરીરનું આહાર આદિથી પાલન પોષણ કરે.
પ્રેરણા-શિક્ષાઃ (૧) સાધનાના ક્ષેત્રમાં પ્રબળ બાધક નીવડનાર આસક્તિ છે. આસક્તિ – તે મનોભાવ છે. આત્માને પરપદાર્થ તરફ આકર્ષિત કરે છે; આત્માથી વિમુખ કરે છે. સાધનામાં એકાગ્રતાથી લીન રહેવા માટે આસક્તિનો ત્યાગ કરવો આવશ્યક છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દને ઇન્દ્રિયના માધ્યમથી આત્મા જ્યારે ગ્રહણ કરે છે ત્યારે મન તેમાં રાગ-દ્વેષનું વિષ મેળવી દે છે, તેથી આ ઇષ્ટ છે, આ અનિષ્ટ છે. આ પ્રકારનો વિકલ્પ ઉત્પન થાય છે. સમતાભાવ ખંડિત થઈ જાય છે. સમાધિભાવ વિલીન થઈ જાય છે. આવી સ્થિતિમાં સાધક પોતાની મર્યાદાથી ચલિત થઈ જાય છે અને ક્યારેક પતન પણ પામે છે. (૨) આસક્તિના આ ભયને ધ્યાનમાં રાખી શાસ્ત્રકારોએ અનેક પ્રકારે આસક્તિ ત્યાગનો ઉપદેશ આપ્યો છે. આપણી નજર સમક્ષ દેખાતા પદાર્થો ઉપરાંત શરીર પ્રત્યે પણ આસક્ત ન રહેવાનું આગમમાં વિધાન છે યથાઃ
ગામે કુલે વા નગરે વા બેસે, મમત્ત ભાવ ન કહિં પિ કુક્કા
અવિ અપ્પણો વિ દેહેમ્મિ, નાયરંતિ મમાઈયું છે અર્થ - ભિક્ષુએ ગામમાં, ઘરમાં, નગરમાં કે દેશમાં, કોઈપણ પદાર્થમાં મમત્વ કરવું ન જોઈએ. મુનિજન પોતાના શરીર ઉપર પણ મમત્વ ન રાખે. (૩) શરીર પ્રત્યે મમતા નથી તો આહાર પાણી દ્વારા તેનું સંરક્ષણ શા માટે કરો છો? આ પ્રશ્નના સમાધાન માટે જ આ અધ્યયનની રચના કરવામાં આવી છે. સુંદર ઉદાહરણ દ્વારા તેનું સમાધાન ક્યું છે. શરીર અને આત્મા એક સાથે બંધાયેલા છે. આત્માના ગુણોને હણનારો આ શરીર આત્માના શત્રુ જેવો છે. (૪) કોઈપણ પ્રવૃત્તિનો આશય સમજ્યા વિના ફોગટ ગુસ્સો ન કરવો જોઈએ. જેવી રીતે ભદ્રાએ ધન્યશેઠ ઉપર ક્ય. નમ્રતા પૂર્વક તે વ્યક્તિ પાસેથી જ આશયની જાણકારી મેળવી નિરર્થક કર્મબંધથી બચતા રહેવું જોઈએ. પોતાની એક પક્ષીય બુદ્ધિથી નિર્ણય કરી લેવાની કુટેવને સુધારવી જોઈએ. (૫) ધનસંપતિનો દેખાડો ન કરવો જોઇએ, આથી ઇષ્યા, અદેખાઈ અને ભયનું કારણ થાય છે. વિવેક જ્ઞાન ભૂલીને પોતાના પ્રિય પુત્રને શણગારનાર ધન્ય અને ભદ્રા પુત્રને મોતના મુખમાં પહોંચાડી દે છે.
અધ્યયન – ૩ મોરલીના ઈંડા (રૂપક) ચંપા નગરીમાં બે સાર્થવાહ પુત્ર રહેતા હતા, જેમનું નામ જિનદત્ત અને સાગરદત્ત હતું. બને અભિન હૃદયથી મિત્ર હતા. લગભગ સાથે જ રહેતા. દરેક પ્રસંગે સાથે રહેવાનો તેમણે સંકલ્પ ર્યો હતો. પણ માનસિક દશામાં બન્ને ભિન્ન હતા. એક વખત બંને મિત્રો ચંપાનગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં ગયા. ત્યાં ભોજનથી નિવૃત્ત થઈ, ઉદ્યાનમાં પરિભ્રમણ કરવા લાગ્યા. ઉદ્યાનની સમીપે ગીચ જાડીવાળો એક પ્રદેશ 'માલુકાકચ્છ' હતો. તેઓ માલુકાકચ્છ તરફ ગયા ત્યાં જ એક મોરલી ગભરાઈને ઉડી, નજીકના વૃક્ષની શાખા ઉપર બેસી કેકારવ કરવા લાગી. આ દશ્ય જોઈ સાર્થવાહ પુત્રોને આશ્ચર્ય થયું, સાથે સંદેહ પણ થયો. તેઓ આગળ વધ્યા તો ત્યાં મોરલીના બે ઈડા પડ્યા હતા. બનેએ એક-એક ઇંડુ લઈ લીધું. પોતાના ઘરે આવી બીજા ઇડાઓની વચ્ચે મોરલીનું ઈડુ મૂકી દીધું. જેથી મારા પોતાના ઈડાની