________________
jainology
55
આગમસાર સંવર સાથેનો ઉપવાસ ઉપવાસનું ફળ કર્મ નિર્જરા. ઉપવાસનો ઉદેશય સંપૂર્ણ હિંસાનો ત્યાગ, આહાર પાણીને અર્થે પણ હિંસાનો ત્યાગ. તો જયાં જીવન જરુરી આહાર નો પણ અહિંસાનાં ઉદેશથી ત્યાગ કરાય છે, તો અન્ય નહાવાનો, ઉઘાડે મોઢે બોલવાનો કે સાંસારીક કાર્યોનો તેમાં ત્યાગ ઉચીત અને ચિંતનીય જ છે. તેથી ઉપવાસમાં શક્ય તેટલો કાળ સંવરમાં વિતાવવો. અગિયારમે વ્રત પૌષધ તથા તે ન થાય તો દસમે વ્રત, તે ન થાય તો સંવરીયો પોસો અને વ્યાખ્યાન, પ્રતિક્રમણ, સામાયિક કે ધર્મનાં વાંચનમાં ઉપવાસ નો દિવસ વિતાવવો.
ઉપવાસનું વિજ્ઞાન. – એક ઉપવાસ કરવાથી નારકીનાં જીવો ૧૦૦૦ વર્ષમાં ખપાવે એટલા કર્મની નિર્જરા થાય છે. - સકામ રીતે નિર્જરેલા કર્મ ફરીને કયારેય પણ આત્મ પ્રદેશો પર પાછા આવતાં નથી. - ઉપવાસથી તેજસ શરીર પ્રબળ થાય છે. મનની શકિત અને મક્કમતા વધે છે. - જગન્ય દર્શન હોય તો મક્કમ થઈ વધીને મધ્યમ સુધી પહોંચે છે. - શરીર નીરોગી રહે છે. તેથી ધર્મકરણી સારી રીતે થઇ શકે છે. - આહાર સંજ્ઞા તુટે છે. ભૂખ પર વિજય મેળવી શકાય છે. – આહાર સાથે અન્ય ભૌતીક વસ્તુઓ પર પણ અનાસકિત ભાવ આવે છે. – તપ દરમીયાન જ્ઞાન અભ્યાસ વિશેષ સરળતાથી થાય છે.જ્ઞાન વધે છે. જે વિશેષ ધર્મકરણીમાં સહાયક થાય છે. – તપ બ્રમચર્ય સહાયક છે. તપથી બ્રહ્મચર્ય પાળવું સરળ બને છે. – મોક્ષનું લક્ષ્ય નક્કી થાય છે. મોક્ષમાર્ગ પર ચાલવાની પોતાની શકિત અને સામર્થયનું ભાન થાય છે.
અધ્યયન-૧૦– મહાસેન કૃષ્ણા મહાસેન કૃષ્ણા રાણીની દીક્ષા આદિનું વર્ણન કાલી રાણી પ્રમાણે છે. ૧૭ વર્ષના સંયમ પર્યાયમાં મહાસેન કૃષ્ણા આર્યાજીએ અગિયાર અંગ શાસ્ત્ર કંઠસ્થ , વિવિધ તપસ્યાઓ કરી. અને આયંબિલ વર્ધમાન તપ નામની વિશિષ્ટ ઉગ્ર તપસ્યા કરી. આ તપમાં એક આયંબિલથી લઈ સો આયંબિલ સુધી કરવામાં આવે છે. પારણાની જગ્યાએ ઉપવાસ કરવામાં આવે છે,
(૧) એક આયંબિલ + પછી ઉપવાસ + ૨ આયંબિલ + પછી ઉપવાસ + ૩ આયંબિલ વળી ઉપવાસ; આમ વધારતાં ૯૮ આયંબિલ + વળી ઉપવાસ +૯૯ આયંબિલ + ઉપવાસ+ ૧૦૦ આયંબિલ અને એક ઉપવાસ.
આ એક પરિપાટી થી જ આયંબિલ વર્ધમાન તપ પૂર્ણ થઈ જાય છે. આ તપમાં કુલ સમય ૧૪ વર્ષ ૩ મહિના ૨૦ દિવસ લાગે છે. જેમાં ૧૦૦ ઉપવાસ કરાય છે. શેષ ૧૪ વર્ષ અને ૧૦ દિવસ આયંબિલ કરાય છે. આ સંપૂર્ણ તપસ્યાના ૧૪ વર્ષમાં ક્યારેય પણ વિગયનો કે તેના લેપનો પણ ઉપયોગ કરાય નહિ.
આ પ્રમાણે મહાસેન કૃષ્ણાએ ૧૭ વર્ષની દીક્ષા પર્યાયમાં સાધિક ચૌદ વર્ષ સુધી તો આ તપની જ આગમ વિધિ પ્રમાણે આરાધના કરી. બાકીના સમયમાં પણ માસખમણ સુધીની વિવિધ તપસ્યાઓ કરી. શક્તિ ક્ષીણ થઈ ગયા પછી સંલેખના–સંથારો ગ્રહણ ક્યે. એક મહિના સુધી સંથારો ચાલ્યો. પછી અંતિમ સમયે ચાર ઘાતી કર્મ ક્ષય થવાથી કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયા. અને અલ્પ સમયમાં આયુષ્ય પૂર્ણ થવાથી સંપૂર્ણ કર્મ ક્ષય કરી સિદ્ધ-બુદ્ધ-મુક્ત થયા. જેના માટે જે ઉદ્દેશ્યથી સંયમ લીધો હતો, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ૩ ગુપ્તિનું પાલન, લોચ, ખુલ્લે પગે ચાલવું, સ્નાન ન કરવું, દાંતણ ન કરવું આદિ આચાર અને નવ વાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન વગેરે નિયમ, ઉપનિયમ ગ્રહણ ક્ય હતા તે પ્રયોજનને સિદ્ધ કરી લીધું. ધન્ય છે આ સર્વ મહારાણીઓને, જેમણે વૈભવ-વિલાસનો ત્યાગ કરી ઉતકૃષ્ટ સાધના આરાધના કરીને પરમ પદની પ્રાપ્તિ કરી. ઉપસંહાર - આ પ્રમાણે આ સૂત્રમાં ૯૦ જીવોએ સંયમ ગ્રહણ કરી તેના નાના મોટા બધા વિધિ વિધાનોનું પૂર્ણ પાલન ક્ય અને પોતાના લક્ષ્યમાં સફળ થયા અર્થાત તે આત્માઓએ તે જ ભવમાં મોક્ષગતિ પ્રાપ્ત કરી લીધું
આ છેલ્લા આઠમાં વર્ગમાં શ્રેણિકની વિધવા રાણીઓના ઉગ્ર તપ પરાક્રમનું વર્ણન છે. જિંદગી આખી તેમણે રાજરાણી અવસ્થામાં, સુકમારતામાં વ્યતીત કરી હતી. અંતિમ અલ્પ વર્ષોમાં પોતાના જીવનનું એક અલૌકિક પરિવર્તન કરી બતાવ્યું. વાસ્તવમાં વૈરાગ્ય અને સંયમ ગ્રહણનો સાર એ છે કે શ્રુતજ્ઞાન, તપ અને સંયમમાં આત્માને તલ્લીન બનાવી દેવો જોઇએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે – 'અંતિમ વયમાં પણ સંયમ લેવાવાળાને જો તપ, સંયમ, ક્ષમા અને બ્રહ્મચર્ય અત્યંત પ્રિય હોય અથવા તેમાં જ આત્માને એક–રૂપ કરી દે છે તે શીધ્ર કલ્યાણ સાધી લે છે"
કાલી આદિ અનેક રાણીઓનું તથા બીજા પણ અનેક જીવોનું વર્ણન આગમોમાં ઉપલબ્ધ છે. તે આદર્શને સન્મુખ રાખી. પ્રત્યેક શ્રાવકે પોતાના બીજા મનોરથને સફળ કરવા પ્રયત્ન કરવો જોઇએ. અર્થાત્ જ્યારે પણ અવસર, મોકો મળે, ભાવોની તીવ્રતા વધે, ત્યારે જ શીધ્ર પરિસ્થિતિનું સમાધાન કરી, સંયમ માર્ગમાં અગ્રેસર થવું જોઇએ. મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ અને અંતિમ સાધન:
અંતગડ સૂત્ર અનુસાર મોક્ષ પ્રાપ્તિનાં અથવા સંસાર પ્રપંચથી છૂટવાનાં પ્રમુખ સાધન છે – (૧) શ્રદ્ધા સાથે સંયમ લેવો. (૨) શાસ્ત્ર કંઠસ્થ કરવા (૩) પોતાની બધી શક્તિ તપસ્યામાં લગાવવી. મોક્ષ પ્રાપ્તિનું અંતિમ સાધન તપ છે. ભાવપૂર્વક, વૈરાગ્યપૂર્વક અને વિવેક પૂર્વક તથા ગુરુઆજ્ઞાપૂર્વક કરેલું તપ કર્મ રોગોને મૂળથી નાશ કરવા માટે રામબાણ ઔષધ છે.
તેથી સંયમ અને શ્રુત અધ્યયન સિવાય બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારના તપોનું મોક્ષપ્રાપ્તિમાં અનન્ય યોગદાન છે એમ સમજીને તપોમય જીવન જીવવું જોઇએ.