________________
56
(૬)
આગમચાર-પૂર્વાર્ધ સંપૂર્ણ સૂત્રનો આદર્શ -(૧) શાસ્ત્ર શ્રવણ અને ધર્મ શ્રદ્ધાનો સાર છે કે આ માનવ જીવનમાં અવશ્ય સંયમ ગ્રહણ કરવો જોઇએ. (૨) રાજા અને માળી, શેઠ અને રાજકુમાર, બાળક અને યુવાન તથા વૃદ્ધ રાણીઓ વગેરેની દીક્ષાથી પરિપૂર્ણ આ આદર્શસૂત્ર સર્વ
કોઈ માટે સંયમ દીક્ષા બળ પ્રેરક છે. (૩) સંયમના સુઅવસર વિના ત્રણ ખંડના સ્વામી મહાઋધિવાન શક્તિ સંપન શ્રીકૃષ્ણ વાસુદેવ પણ પોતાને અધન્ય,
અકૃતપુણ્ય, અભાગી હોવાનો અનુભવ કરે છે અને સંસારમાં વિશાળ કાર્યક્ષેત્ર હોવા છતાં પણ સમયે-સમયે ભગવાનની સેવામાં ઉપસ્થિત થાય છે. તે પોતાની પ્રજાને સંયમ લેવા માટે ખુલ્લી પ્રેરણા–ઘોષણા કરી ધર્મ દલાલી કરે છે. તેના
જીવનની અનેક વિશિષ્ટતાઓ છે જે આપણા માટે આદર્શરૂપ છે. (૪) સુદર્શન શ્રાવકની ગંભીરતા, દઢતા અને તેની ધર્માનુરાગતા અનુકરણીય છે.
એવંતા બાળમુનિના સંયમ ભાવોનું વર્ણન આપણા ધર્મ જીવનમાં આળસ અને નબળાઈ અથવા ભયને દૂર કરવામાં અત્યંત પ્રેરક પ્રસંગ છે. ગજસુકુમાર રાજકુમારના લગ્ન માટે નકકી કરેલી કન્યાઓનો ત્યાગ અને પ્રથમ દીક્ષા–દિવસમાં અપૂર્વ ક્ષમા અને સમભાવનો આદર્શ, આપણા કષાય અને કલુષિતાને દૂર કરવા માટે એક શ્રેષ્ઠ માર્ગદર્શક છે. ધૈર્યવાન ગંભીર અને સહનશીલ બનવા માટે ઉત્તમ રસ્તો બતાવનાર છે. અર્જુનમાળીની ક્ષમા સાધુઓને સંયમ જીવનની પ્રત્યેક ક્ષણે યાદ કરવા યોગ્ય છે. જેથી અનુપમ સમભાવ, સમાધિનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર સ્વામીએ એવંતાની સાથે કરેલ વ્યવહાર થી આપણે પોતાના જીવનમાં ઉદારતા અને
વિશાળતાને સ્થાન આપવું જોઇએ. કોઈપણ પ્રત્યે ધૃણા અને તિરસ્કારનો ભાવ ન હોવો જોઈએ. (૯) સમય નીકાળીને આગમનાં સૂત્રોનું સૂચિત્ત જ્ઞાન અવશ્ય કંઠસ્થ કરવું જોઇએ. બાલ-વૃદ્ધ બધા શ્રમણો માટે શાસ્ત્ર
અધ્યયનનો આવશ્યક નિયમ છે. પ્રસ્તુત સૂત્રમાં અલ્પ દીક્ષા પર્યાયને કારણે અર્જુનમાળી અને ગજસુકુમારને છોડી શેષ સર્વ
સાધકોએ (સ્ત્રી, પુરુષ, બાલ,વૃદ્ધ બધાએ) શાસ્ત્રોનું વિશાળ કંઠસ્થ જ્ઞાન હાંસલ કર્યું હતું. (૧૦) સંયમ જીવનમાં તપસ્યાનું અત્યધિક સન્માન હોવું જોઇએ. કારણ કે તપ રહિત કે તપથી ઉપેક્ષિત સંયમ જીવન વાસ્તવિક
ફલદાયી બની શકતું નથી. બ્રહ્મચર્ય અને સ્વાસ્થય રક્ષા માટે તથા સંપૂર્ણ ઈન્દ્રિય અને મનોનિગ્રહ માટે ઉપવાસ આદિ તપસ્યાઓ નિતાત્ત આવશ્યક છે, એમ સમજવું જોઇએ. તપસ્યા વિના આ બધી સાધના અધૂરી રહી જાય છે. તપસ્યાના અભ્યાસ વડે જ સાધક અંતિમ જીવનમાં સંલેખના સંથારાના મનોરથને સફળ કરી શકે છે
જૈન આગમોમાં શ્રી કૃષ્ણનું જીવન જૈન પરંપરામાં શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વગુણ સંપન્ન, શ્રેષ્ઠ, ચારિત્રનિષ્ઠ, અત્યંત દયાળુ, શરણાગત વત્સલ, ધીર, વિનયી, માતૃભક્ત, મહાનવીર, ધર્માત્મા, કર્તવ્યપરાયણ, બુદ્ધિમાન, નીતિમાન અને તેજસ્વી વ્યક્તિત્વ સંપન્ન હતા.
સમવાયાંગ સૂત્રમાં તેમના તેજસ્વી વ્યકિતત્વનો જે ઉલ્લેખ છે તે અદ્ભુત છે. તેઓ ત્રણ ખંડના અધિપતિ અર્ધચક્રી હતા. તેમના શરીર પર એક સો આઠ પ્રશસ્ત ચિહ્ન હતા. તેઓ પુરુષોમાં સિંહ સમાન, દેવરાજ ઈન્દ્ર સદશ હતા; મહાન યોદ્ધા હતા. તેમણે પોતાના જીવનમાં ત્રણસો સાઠ યુદ્ધ ક્ય પણ ક્યારેય પરાજિત થયા નહિ. તેમનામાં વીસ લાખ અષ્ટાપદોની શક્તિ હતી પરંતુ તેમણે પોતાની શક્તિનો ક્યારેય દુરપયોગ ક્યો ન હતો. વૈદિક પરંપરાની જેમ જૈન પરંપરામાં વાસદેવ શ્રી કૃષ્ણને ઈશ્વરના અંશ કે અવતાર માનવામાં નથી આવ્યા. તેઓ શ્રેષ્ઠ શાસક હતા અર્થાત્ ભૌતિક દષ્ટિએ તેઓ તે યુગના સર્વશ્રેષ્ઠ અધિનાયક હતા. કિન્તુ નિદાનકૃત હોવાથી તેઓ આધ્યાત્મિક દષ્ટિથી ચોથા ગુણ સ્થાનથી આગળ વિકાસ કરી શક્યા નહીં. તેઓ બાવીસમાં તીર્થકર અરિષ્ટનેમિ ભગવાનના પરમભક્ત હતા. અરિષ્ટનેમિથી શ્રી કૃષ્ણ વાસુદેવ વયની અપેક્ષાએ મોટા હતા જ્યારે આધ્યાત્મિક દૃષ્ટિથી અરિષ્ટનેમિ જ્યેષ્ઠ હતા. ભગવાન નેમિનાથ અને શ્રી. કૃષ્ણ વાસુદેવ કાકાઈ ભાઈ હતા. એક ધર્મ વીર હતા તો બીજા કર્મવીર હતા. એક નિવૃત્તિ પ્રધાન હતા તો બીજા પ્રવૃત્તિપ્રધાન હતા. જ્યારે પણ ભગવાન નેમિનાથ વિચરણ કરતાં દ્વારિકામાં પધારતા ત્યારે શ્રી કૃષ્ણ તેમની ઉપાસના માટે પહોંચી જતા.
અંતકૃત દશા, સમવાયાંગ, જ્ઞાતા ધર્મકથા, સ્થાનાંગ, નિરયાવલિકા, પ્રશ્ન વ્યાકરણ, ઉત્તરાધ્યન આદિ આગમોમાં શ્રી. કૃષ્ણના સંબંધી સંકેત ઉપલબ્ધ છે તેમાં તેઓનું જીવન યશસ્વી અને તેજસ્વી બતાવવામાં આવ્યું છે. આગમોના વ્યાખ્યા સાહિત્યમાં નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા ગ્રન્થોમાં તેમના જીવન સંબંધિત અનેક ઘટનાઓ બતાવવામાં આવી છે.
શ્વેતામ્બર અને દિગમ્બર બને પરંપરાના મૂર્ધન્ય શિખરસ્થ વિદ્વાનોએ શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોને આલેખતા સૌથી વધારે ગ્રન્થોની, રચના કરી છે. ભાષાની દૃષ્ટિથી તે રચનાઓ પ્રાકૃત, અપભ્રંશ, સંસ્કૃત, જૂની ગુજરાતી, રાજસ્થાની અને હિન્દીમાં છે.
પ્રસ્તુત આગમમાં શ્રી કૃષ્ણનું બહુરંગી વ્યક્તિત્વ જોઈ શકાય છે. તેઓ ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં પણ માતા-પિતાના પરમ ભક્ત હતા. માતા દેવકીની અભિલાષાપૂર્તિ માટે તેઓએ હરિણગમેષી દેવની આરાધના કરી હતી. લઘુ ભાઈ પ્રત્યે પણ અત્યંત સ્નેહ રાખતા હતા.ભગવાન અરિષ્ટનેમિ પ્રતિ પણ અત્યંત ભક્તિ નિષ્ઠા હતી. જયાં તેઓ યુદ્ધભૂમિમાં અસાધારણ પરાક્રમનો પરિચય આપી રિપુમર્દન કરે છે, વજથીય કઠોર બને છે, ત્યાં એક વૃદ્ધ વ્યક્તિને જોઈ તેમનું હૃદય અનુકંપાથી કંપિત થઈ જાય છે અને તેને સહયોગ દેવાની ભાવનાથી સ્વયં ઈટ ઉપાડીને તેના ઘરમાં મૂકે છે. સાચું જ કહ્યું છે કે
વજાદપિ કઠોરાણિ, મૃદૂનિ કુસુમાદપિ
લોકોત્તરાણાં ચેતાંસિ, કો નુ વિજ્ઞાતુ મહિતિ અર્થ - વજથીય કઠોર અને ફૂલથીય કોમળ તેવા મહાપુરુષોના ચિત્તને જાણવા માટે કોણ સમર્થ છે? (કોઈ નહિ)